OnePlus Ace 3V: 100W ફાસ્ટ ચાર્જિંગ,16GB રેમ,512GB સ્ટોરેજ સાથે સ્માર્ટફોન લોન્ચ

PC: livehindustan.com

OnePlusએ તેની Ace સિરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન ચીનમાં લૉન્ચ કર્યો છે. OnePlus Ace 3V કંપનીનો નવો ફોન છે અને તેમાં Qualcomm Snapdragon 7+ Gen 3 ચિપસેટ છે. વનપ્લસનો આ હેન્ડસેટ 5500mAh બેટરી, ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ અને 512 GB સુધીની સ્ટોરેજ જેવી સુવિધાઓ સાથે આવે છે. હવે તમને OnePlus Ace 3V સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જણાવીએ...

OnePlus Ace 3V સ્માર્ટફોનના 12 GB રેમ અને 256 GB ઇનબિલ્ટ સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,999 યુઆન છે. જ્યારે 12 GB રેમ અને 512 GB ઇનબિલ્ટ સ્ટોરેજ વેરિઅન્ટ 2,299 યુઆન અને 16 GB રેમ અને 512 GB સ્ટોરેજ વેરિઅન્ટ 2,599 યુઆનમાં લોન્ચ કરવામાં આવ્યા છે. ફોન મેજિક પર્પલ સિલ્વર અને ટાઇટેનિયમ એર ગ્રે કલરમાં આવે છે.

ફોન ખરીદવામાં રસ ધરાવતા ગ્રાહકો તેને Oppo ચીનના E-સ્ટોર પર પ્રી-બુક કરી શકે છે. ફોનનું વેચાણ 25 માર્ચથી શરૂ થશે.

OnePlus Ace 3V સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 7+ Gen 3 પ્રોસેસર આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 16 GB રેમ અને 512 GB સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ છે. ફોનમાં 6.74 ઇંચ AMOLED ડિસ્પ્લે (2,772 x 1,240 પિક્સેલ્સ) છે, જે 120 Hz રિફ્રેશ રેટ, 2150 nits પીક બ્રાઇટનેસ આપે છે. આ સ્માર્ટફોન Android 14 આધારિત ColorOS 14 સાથે આવે છે.

આ OnePlus હેન્ડસેટને પાવર આપવા માટે, 5500mAh બેટરી આપવામાં આવી છે, જે 100W વાયર્ડ SuperVOOC ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં કનેક્ટિવિટી માટે 5G, 4G VoLTE, Wi-Fi 7, બ્લૂટૂથ 5.4, GPS, NFC અને USB Type-C પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. કનેક્ટિવિટી માટે, હેન્ડસેટમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર છે. આ ફોનનું વજન 200 ગ્રામ છે અને હેન્ડસેટનું ડાયમેન્શન 162.7mm x 75.2mm x 8.47mm છે.

કેમેરા વિશે વાત કરીએ તો, OnePlus Ace 3Vમાં OIS સપોર્ટ સાથે 50 મેગાપિક્સલ પ્રાઇમરી અને 8 મેગાપિક્સલ અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ સાથે ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ મળે છે. ફોનના પાછળના ભાગમાં LED ફ્લેશ આપવામાં આવી છે. હેન્ડસેટમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. સ્ક્રીનની વચ્ચે એક હોલ-પંચ સ્લોટ આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp