OnePlus Nord 4 લોન્ચ, 12GB RAM, 100W સુપરફાસ્ટ ચાર્જિંગ, જાણી લો કિંમત

PC: oneplus.in

OnePlus Nord 4ને ભારત સહિત ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. OnePlusનો આ ફોન યુનિબોડી મેટલ ડિઝાઇન અને યુનિક કેમેરા મોડ્યુલ સાથે આવે છે. OnePlus Summer લોન્ચ ઇવેન્ટમાં કંપનીએ એ સિવાય OnePlus Pad2, OnePlus Watch 2R અને OnePlus Nord Buds 3 Pro પણ રજૂ કર્યા છે. આ અગાઉ OnePlus ભારત સહિત ગ્લોબલ માર્કેટમાં OnePlus Nord CE 4 અને OnePlus Nord CE 4 Lite મિડ બજેટ ફોનને લોન્ચ કરી ચૂકી છે.

OnePlus Nord 4ની કિંમત:

ભારતમાં OnePlus Nord 4ને 3 સ્ટોરેજ વેરિયન્ટ 8 GBRAM + 128 GB, 8GB RAM + 256GB અને 12GB RAM + 256GBમાં લૉન્ચ કરવામાં આવ્યો છે.તો ગ્લોબલ માર્કેટમાં 16GB RAM + 512GB વેરિયન્ટમાં પણ રજૂ કરવામાં આવ્યો છે. તેના બેઝ વેરિયન્ટની કિંમત 29,999 રૂપિયા છે. તેના અન્ય 2 વેરિયન્ટની કિંમત ક્રમશઃ 32,999 રૂપિયા અને 35,999 રૂપિયા છે.

આ ફોનનો પ્રી-ઓર્ડર 20 જુલાઇથી શરૂ થશે. તેનું પહેલું વેચાણ 2 ઑગસ્ટના રોજ ઇ-કોમર્સ વેબસાઇટ Amazon અને OnePlusના રિટેલ અને ઇ-સ્ટોર્સ પર આયોજિત કરવામાં આવશે. તમે તેને તમે 4 કલર Obsidian Midnight, Mercurial Silver અને Oasis Greenમાં ખરીદી શકો છો. ફોનની ખરીદી પર 3,000 રૂપિયા સુધીની ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવશે. પ્રી ઓર્ડર કરવા માટે તેના 8GB RAM + 256GB અને 12GB RAM + 256GB વેરિયન્ટ્સ જ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

OnePlus Nord 4ના ફીચર્સ:

OnePlusના આ ફોનમાં 6.74 ઇંચ 1.5K AMOLED ડિસ્પ્લે મળે છે, જે 120Hz હાઇ રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. ફોનની પીક બ્રાઇટનેસ 2,150 nits સુધી છે. આ સિવાય તેમાં ProXDR અને AquaTouch ટેક્નોલોજી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

OnePlus Nord 4માં Qualcomm Snapdragon 7+ Gen 3 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જેની સાથે તે 12GB RAM અને 256GB સુધીની ઇન્ટરનલ સ્ટોરેજને સપોર્ટ કરે છે.

ફોનમાં 5,500mAh બેટરી મળે છે, જેની સાથે 100W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ ફીચર મળે છે.

કંપની આ ફોનમાં Android 14 પર બેઝ્ડ OxygenOS 14.1 ઓફર કરી રહી છે. તેની સાથે 4 વર્ષ માટે ઓપરેટિંગ સિસ્ટમ અને 6 વર્ષ માટે સિક્યોરિટી અપડેટ ઓફર કરવામાં આવી રહી છે.

ફોનના પાછળના ભાગમાં ડબલ કેમેરા સેટઅપ મળે છે. તેમાં 50MP મુખ્ય Sony LYT-600 કેમેરા અને 8MP અલ્ટ્રા-વાઇડ કેમેરા છે. સેલ્ફી માટે તેમાં 16MP કેમેરા આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp