OnlePlusનો આવી ગયો નવો ફોન, અત્યારે ખરીદવા પર મળી રહ્યા છે 5000ના TWS Ear Buds

PC: indiatoday.in

OnlePlus 12Rનું Genshin Impact Edition ભારતમાં સેલ માટે આવ્યો હતો. આ હવે કંપનીએ નવા વેરિયન્ટને રજૂ કરી દીધું છે. આ OnlePlus 12Rનો 8GB RAM અને 256GB સ્ટોરેજવાળો વેરિયન્ટ છે. આ હેન્ડસેટ સાથે ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ ઓફર અને મફતમાં એક પ્રોડક્ટ પણ મળી રહી છે. OnlePlus 12Rના 8GB RAM અને 256GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 42,999 રૂપિયા રાખી છે. તેની સેલ શરૂ થઈ ચૂકી છે. આ ફોન 2 કલર પિયર વ્હાઇટ અને ઓબ્સિડિયન બ્લેક શેડમાં આવ્યો છે.

આ ફોન સાથે 42,999 રૂપિયાની કિંમતવાળા OnlePlus Buds Z2 મફત મળી રહ્યા છે. આ બડ્સ પહેલા આવો. જે વહેલા તે પહેલાના આધાર પર મળશે. ICICI બેંક અને OneCard કસ્ટમરને 1000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. કસ્ટમર OnlePlus.in પર પોતાનો સ્માર્ટફોન એક્સચેન્જ કરી શકે છે. તો તેમને 3 હજાર રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ મળશે. એ સિવાય OnlePlus Nord કસ્ટમરને 1,000 રૂપિયાનું એડિશનલ બોનસ મળશે.

OnlePlus 12Rનું સ્પેસિફિકેશન:

OnlePlus 12Rમાં 6.78 ઇન્ચ AMOLED PriXDR ડિસ્પ્લે આપવામાં આવી છે. એ 1.5K રિઝોલ્યૂશન સાથે આવે છે. તેમાં 120Hzની રિફ્રેશ રેટ્સ મળશે. તેમાં 1600 Nitsની પિક બ્રાઇટનેસ મળે છે.

OnlePlus 12Rનું પ્રોસેસર:

OnlePlus 12Rના હેન્ડસેટમાં Qualcomm Snapdragon 8 Gen 2 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે Adreno 740 GPU સાથે આવે છે. આ એન્ડ્રોઇડ 14 બેઝ્ડ ઓક્સિજન OS 14 પર કામ કરે છે. નવા RAM અને સ્ટોરેજ વેરિયન્ટની જાણકારી આપી દેવામાં આવી છે. આ અગાઉ 8GB અને 16GB RAMનો એક અન્ય વેરિયન્ટ પણ ઉપસ્થિત છે.

OnlePlus 12Rનું કેમેરા સેટઅપ

OnlePlus 12Rમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં પ્રાઇમરી કેમેરા 50MP Sony IMX890 સેન્સર છે. સેકન્ડરી કેમરો 8MPનો છે, જે Sony IMX355 સેન્સર છે અને એ 120 ડિગ્રી ફીલ્ડ વ્યૂને કેપ્ચર કરી શકે છે. 2MP માઇક્રો કેમેરા છે. તેમાં 16MPનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. OnlePlus 12 Rના આ ફોનમાં 5500 mAhની બેટરી આપવામાં આવી છે. સાથે જ તેમાં 100W SuperVOOC ફાસ્ટ ચાર્જર મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp