લોન્ચ થયો Oppo F7નો નવો અવતાર, ચાલશે પહેલા કરતા વધુ સ્પીડે

PC: twimg.com

Oppoએ પોતાનો સ્માર્ટફોન F7ને નવા અવતારમાં લોન્ચ કર્યો છે. કંપનીએ તેને ડાયમંડ બ્લેક કલરમાં લોન્ચ કર્યો છે, જે 6 GB RAM અને 128 GB ઈન્ટરનલ સ્ટોરેજ મેમરી સાથે આવે છે. તેમાં આવેલી 6 GB RAMનો મતલબ એ છે કે યુઝર્સને આ ફોનમાં હેંગ થવાની સમસ્યામાંથી છૂટકારો મળશે.

કંપનીએ આ ફોનની કિંમત 26,990 રૂપિયા રાખી છે, જે 21 એપ્રિલથી ફ્લિપકાર્ટ, અમેઝોન, પેટીએમ સિવાય દેશના બધા કંપની રિટેલ સ્ટોર પર મળશે. ફીચર્સની વાત કરે તો ગયા મહિને લોન્ચ કરવામાં આવેલા આ ફોનની ડિઝાઈન Apple X સાથે મળતી આવે છે. કંપનીનો આ પહેલો એવો ફોન છે જે આઈ બ્યૂટી ટેક્નોલોજીની સાથે FHD પ્લસ ફૂલ સ્ક્રીન ડિસપ્લે સાથે આવે છે.

કલર વેરિયન્ટને છોડીને આ ફોનના ફીચરમાં 6.23 ઈંચની ડિસપ્લે પવામાં આવી છે, જે બ્રાઈટ કલરમાં આવે છે. આ ફોન ‘કલર OS’ 5.0 પર કામ કરે છે અને કંપનીએ દાવો કર્યો છે આ ફોન તેના છેલ્લા વર્ઝન કરતા વધારે સ્પીડમાં ચાલે છે.

ફોનના કેમેરાની વાત કરીએ તો તેમાં 25 મેગાપિક્સેલનો રિયર કેમેરો આપવામા આવ્યો છે, જે રિયલ ટાઈમ હાર્ડ ડાયનેમિક રેન્જ(HDR) સેન્સર સાથે આવે છે. આ સાથે જ તેમાં 16 મેગાપિક્સેલનો આગળનો કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનને સેલ્ફી લવર્સ માટે ખાસ બનાવવામાં આવ્યો છે. પાવર બેકઅપ માટે ફોનમાં 3400mAhની બેટરી આપવામાં આવી છે. તે સિવાય ફોનમાં ફિંગર પ્રિન્ટ સેન્સરની સાથે ફેસ અનલોકનું ફીચર પણ આપવામાં આવ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp