1 તારીખથી બદલાઈ જશે સિમ કાર્ડ ખરીદવાની રીત, જાણી લો નવો નિયમ
અત્યારે માણસ માટે સૌથી મોટી કોઈ જરૂરિયાત હોય તો એ ફોન છે. કોઈ પણ વસ્તુ વગર વ્યક્તિને ચાલી જાય છે, પણ ફોન વગર નથી ચાલતું અને ફોન વાપરવા માટે સિમ કાર્ડ મુખ્ય વસ્તુ છે. અત્યારસુધી આપણે સિમ કાર્ડ ખૂબ સરળતાથી દુકાને જઈને લઈ લેતા હતા, પરંતુ હવે તેના નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે. 1 જાન્યુઆરી, 2024થી નવા સિમ કાર્ડ ખરીદવા માટેના નિયમ બદલી જશે. હવે નવા સિમ કાર્ડ માટે યુઝરે વર્ચ્યુઅલ KYC કમ્પ્લીટ કરવી પડશે. એટલે કે નવા સિમ માટે કંપની કોઈ ફોર્મ નહીં ભરે, E-KYCથી સિમ કાર્ડ મળશે.
વાત એવી છે કે, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશને ડિસેમ્બરમાં જાહેર કરેલા એક નોટિફિકેશનમાં જણાવાયું હતું કે,પેપર બેઝ્ડ KYC 1 જાન્યુઆરી 2024થી બદલાઈ જશે. આ નિયમ બદલાવવાથી સાઇબર ફ્રોડને રોકવામાં આસાની રહેશે, એવું સરકારનું માનવું છે. સરકારી એજન્સીનું માનવું છે કે, નકલી સિમ કાર્ડની ખરીદી પર આનાથી રોક લાગશે.
1 જાન્યુઆરીથી બદલાતા આ નિયમમાં સિમ કાર્ડ વેચનાર દુકાનદારે સેલ ઓફ પોઇન્ટની પણ જાણકારી આપવી પડશે. એવામાં ભવિષ્યમાં સિમ કાર્ડને લઈને કોઈ ઘટના બને તો પોઈન્ટ ઓફ સેલ દ્વારા આ કેસને ઉકેલવામાં મદદ મળી શકે છે.
નવા નિયમોમાં સરકારે ટેલિકોમ કંપનીઓ માટે ફ્રેન્ચાઇઝી, ડિસ્ટ્રીબ્યુટર્સ અને પોઇન્ટ ઓફ સેલ એજન્ટ્સ વગેરેને પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ જાણકારી મીડિયા રિપોર્ટ્સમાં મળી છે. તમને જણાવી દઈએ કે, આ રજિસ્ટ્રેશન માટે ટેલિકોમ ડીલર્સ અને એજન્ટ્સને 12 મહિનાનો ટાઇમ આપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp