ગગનયાનમાં બેસીને અવકાશમાં જશે આ 4 લોકો, PM મોદીએ જાહેર કર્યા નામ

PC: ndtv.com

ગગનયાન મિશનના અંતરીક્ષ યાત્રીઓના નામની જાહેરાત થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે એ 4 અંતરીક્ષ યાત્રીઓના નામની જાહેરાત કરી, જે દેશના પહેલા માનવ અંતરીક્ષ ઉડાણ મિશન ગગનયાન માટે તાલીમ લઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગગનયાન મિશન મિશનની પ્રગતિની સમીક્ષા કરી અને એ 4 નામોનો ખુલાસો કર્યો જે ગગનયાન મિશન મિશન હેઠળ અંતરિક્ષમાં જશે અને ભારતની શાન વધારશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરુવનંતપુરમ પાસે થુમ્બામાં વિક્રમ સારાભાઈ સ્પેશ એજન્સી (VSSC)ના પ્રવાસ દરમિયાન ISROની ત્રણ પ્રમુખ અંતરીક્ષ પાયાના ઢાંચાની પરિયોજનાઓનું ઉદ્વઘાટન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિક્રમ સારાભાઈ સ્પેશ એજન્સી ખાતે જણાવ્યું કે, પ્રશાંત બાલાકૃષ્ણન નાયર, અંગદ પ્રતાપ, અજીત કૃષ્ણન અને શુભાંશુ શુક્લા ગગનયાન મિશન માટે પસંદ થયેલા અંતરીક્ષ યાત્રી છે. તેમણે આ ચારેયને અંતરીક્ષ યાત્રી વિંગ પ્રદાન કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દરમિયાન ISROના ગગનયાન માનવ અંતરીક્ષ ઉડાણ કાર્યક્રમની સમીક્ષા પણ કરી. કેરળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગર્વ અને ખુશી છે કે ગગનયાન માનવ અંતરીક્ષ ઉડાણ મિશનમાં ઉપયોગ થનારા મોટા ભાગના પાર્ટ ભારતમાં બન્યા છે. વડાપ્રધાને આ દરમિયાન ISROના ગગનયાન માનવ અંતરીક્ષ ઉડાણ કાર્યક્રમની સમીક્ષા પણ કરી. વડાપ્રધાન મોદીએ કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી પિનારાઈ વિજયન અને અને વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરન સાથે વિક્રમ સારાભાઈ સ્પેશ એજન્સીમાં પ્રદર્શિત વિભિન્ન ISROની પરિયોજનાઓની પ્રદર્શની પણ જોઈ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિક્રમ સારાભાઈ સ્પેશ એજન્સીમાં એક ટ્રાઇસોનિક વિન્ડ ટનલ', તામિલનાડુના મહેન્દ્રગિરિમાં ISROના પ્રોપલ્શન કોમ્પ્લેક્સમાં સેમી ક્રાયોજેનિજ ઇન્ટિગ્રેટેડ એન્જિન સંબંધિત એકાઈ અને આંધ્ર પ્રદેશના શ્રી હરિકોટામાં સતીશ ધવન સ્પેશ એજન્સી (SHAR)માં PSLV એકીકરણ એકાઈનું ઉદ્વઘાટન પણ કર્યું. ઉલ્લેખનીય છે કે, ગગનયાન મિશન માટે સેકડો પાયલટોનું ટેસ્ટ થયું હતું. ત્યારબાદ તેમાંથી 12 પસંદ કરવામાં આવ્યા હતા. આ 12 તો પહેલા લેવલ પર આવ્યા હતા. તેમનું સિલેક્શન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન (IAM) દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ ઘણા રાઉન્ડની સિલેક્શન પ્રોસેસ પૂરી કરવામાં આવી. ત્યારે જઈને ISROએ 4 ટેસ્ટ પાયલટોના નામ ફાઇનલ કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp