શક્તિશાળી એન્જિન... જબરદસ્ત ફીચર! રોયલ એનફિલ્ડની શોટગન સામે આવી, કિંમત...
દેશની અગ્રણી પરફોર્મન્સ બાઇક ઉત્પાદક Royal Enfieldએ તાજેતરમાં તેની નવી બાઇક Shotgun 650 ની Motoverse Edition રજૂ કરી હતી, જે મર્યાદિત એડિશન મોડલ હતું. હવે કંપનીએ તેના નવા પ્રોડક્શન રેડી વર્ઝનનું અનાવરણ કર્યું છે, જે સત્તાવાર રીતે ટૂંક સમયમાં વેચાણ માટે લોન્ચ કરવામાં આવશે. Motoverse Edition અને આ નવા રેગ્યુલર મોડલ વચ્ચે માત્ર એક જ તફાવત છે પેઇન્ટ જોબ, આ સિવાય એન્જિન મિકેનિઝમ વગેરે એકસમાન છે.
650cc પ્લેટફોર્મ પર બનેલી, નવી શોટગન કંપનીના પોર્ટફોલિયોમાં ઇન્ટરસેપ્ટર 650, કોન્ટિનેંટલ GT 650 અને સુપર મેટ્યોર 650 લાઇન-અપમાં જોડાઈ છે. આ સાથે, આ 650cc સેગમેન્ટમાં કંપનીનું ચોથું મોડલ બની ગયું છે. જો કે કેટલીક બાબતોમાં Shotgun 650 અને Super Meteor 650 વચ્ચે થોડીક સમાનતા છે, તેમ છતાં આ બાઈક એકદમ અલગ દેખાય છે.
અહીં તમને જણાવી દઈએ કે, કંપનીએ વર્ષ 2021માં EICMA મોટર શો દરમિયાન આ બાઇકને 'SG65' નામની કોન્સેપ્ટ તરીકે રજૂ કરી હતી. ત્યારથી લઈને, બાઇકનું ઉત્પાદન તૈયાર મોડલ બન્યું ત્યાં સુધી તેમાં ઘણો બદલાવ આવ્યો છે. જો કે, બાઇકની ફ્રેમ, લુક અને ડિઝાઇન મોટાભાગે એક જેવું જ રહે છે. તેને સિંગલ સીટ બોબર-સ્ટાઈલ બાઇક તરીકે રજૂ કરવામાં આવી છે, જેને ડબલ સીટરમાં પણ બદલી શકાય છે. તેમાં રીમુવેબલ પાયલોન રાઇડર (પાછળ બેસનારા પેસેન્જર માટેની) સીટ આપવામાં આવી છે.
240 Kgની શોટગન 650 વજનની દ્રષ્ટિએ સુપર મીટિઅર કરતાં લગભગ 1 કિલો હળવી છે. આ ઉપરાંત આ બાઈક Meteor કરતા પણ થોડી નાની છે. જોકે સીટની ઊંચાઈ વધુ છે. જ્યારે સુપર મીટીઅરમાં તમને સીટની ઊંચાઈ 740 mm મળે છે, જ્યારે શોટગનમાં, સીટની ઊંચાઈ 795 mm છે. આ ઉપરાંત, ફૂટ પેગ્સ મધ્યમાં મૂકવામાં આવ્યા છે અને ફ્લેટર હેન્ડલબાર ડ્રાઇવરને સીધી સવારીની સ્થિતિ પ્રદાન કરે છે.
Shotgun 650 માં, કંપનીએ સમાંતર-ટ્વીન 648 cc એન્જિનનો ઉપયોગ કર્યો છે જે 47hpનો પાવર અને 52.3Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેના આગળના ભાગમાં 320 mm ડિસ્ક બ્રેક અને પાછળના વ્હીલમાં 300 mm ડિસ્ક બ્રેક છે. શેવા અપ-સાઇડ-ડાઉન (USD) ફોર્ક સસ્પેન્શન આગળ અને પ્રી-લોડેડ એડજસ્ટેબલ ડ્યુઅલ શોક સસ્પેન્શન પાછળના ભાગમાં આપવામાં આવ્યું છે.
ફીચર્સ વિશે વાત કરીએ તો, આ બાઇકમાં LED હેડલાઇટ, ટ્રિપર નેવિગેશન અને ડ્યુઅલ-ચેનલ એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) છે. Royal Enfield લોન્ચ સમયે ચાર રંગ વિકલ્પોમાં Shotgun 650 ઓફર કરશે, જેમાં સ્ટેન્સિલ વ્હાઇટ, પ્લાઝમા બ્લુ, ગ્રીન ડ્રિલ અને શીટમેટલ ગ્રેનો સમાવેશ થાય છે. આમાં તમને 13.8 લીટરની ફ્યુઅલ ટેન્ક મળે છે, જે સુપર મીટીઅર કરતા લગભગ 2 લીટર નાની છે.
જો કે કંપનીએ હજુ સુધી આ બાઇકની કિંમત જાહેર કરી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે, કંપની આ બાઇકને આશરે રૂ. 3.4-3.5 લાખ (એક્સ-શોરૂમ)ની બેઝ પ્રાઈઝ પર લોન્ચ કરી શકે છે. એવી અપેક્ષા છે કે, તેની કિંમત Super Meteor 650 કરતા ઓછી હશે. અત્રે ઉલ્લેખનીય છે કે, Shotgun 650 ની Motoverse Editionની પ્રારંભિક કિંમત 4.35 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે, જેની ડિલિવરી જાન્યુઆરી 2024થી શરૂ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp