PURE EVએ ecoDryft 350 ઈલેક્ટ્રિક બાઇક લૉન્ચ કરી, 170+ KM રેન્જ, કિંમત જાણો

PC: navbharattimes.indiatimes.com

PURE EVએ તાજેતરમાં તેની નવી મોટરસાઇકલ વેરિઅન્ટ ecoDryft 350 લોન્ચ કરવાની જાહેરાત કરી છે જે 170+ કિલોમીટરની રેન્જ સાથે આવે છે. ecoDryft 350એ કોમ્યુટર સેગમેન્ટમાં (110 CC) સૌથી લાંબી રેન્જની E-મોટરસાઇકલ છે, જે ખાસ કરીને ભારતીય રસ્તાઓ માટે ડિઝાઇન કરાયેલી શક્તિશાળી સુવિધાઓ સાથે છે.

એક જ ચાર્જ પર 170+ કિલોમીટરની રેન્જ સાથે, ecoDryft 350 એ ઉપભોક્તાઓ માટે શ્રેષ્ઠ અનુકુળ છે જેઓ રોજિંદા ધોરણે લાંબા અંતરની મુસાફરી કરે છે. ઉપરાંત, આ તે ગ્રાહકો માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે જેઓ દર મહિને રૂ.7000 કે તેથી વધુ બચાવવા માગે છે. આ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ 3.5 kWhની Li-Ion બેટરી સાથે આવે છે. તેની 3 KW પાવર-ટ્રેન 6 MCU સાથે બાઇકને સ્માર્ટફોન કરતાં ઝડપી પ્રોસેસિંગ પાવર આપે છે. તેની ટોપ સ્પીડ 75 KMPH છે, જે 40 NMના ટોર્ક સાથે આવે છે. તેમાં સ્પીડ માટે ત્રણ અલગ-અલગ મોડ્સ પણ છે, જેનો રાઇડર તેની જરૂરિયાત મુજબ બદલીને તેનો ઉપયોગ કરી શકે છે.

ecoDryft 350 એવી સુવિધાઓ સાથે આવે છે, જે રાઇડરના અનુભવને વધારવા માટે ડિઝાઇન કરવામાં આવી છે અને આ જ તેને અન્ય ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સથી અલગ બનાવે છે. રિવર્સ મોડ, કોસ્ટિંગ રેજેનથી હિલ-સ્ટાર્ટ આસિસ્ટ, ડાઉન-હિલ આસિસ્ટ અને પાર્કિંગ આસિસ્ટ જેવી સુવિધાઓ તેને કોઈપણ સામાન્ય 2W ICE વાહન કરતાં વધુ સારી બનાવે છે. તેમાં આપવામાં આવેલ સ્માર્ટ AI એ સુનિશ્ચિત કરે છે કે મોટરસાઇકલની બેટરી લાંબા સમય સુધી ચાલે છે અને તે રાઇડરને સ્ટેટ ઓફ ચાર્જ (SoC) અને સ્ટેટ ઓફ હેલ્થ (SoH) વિશે માહિતી પૂરી પાડે છે.

ecoDryft 350એ કોઈ સામાન્ય ઇલેક્ટ્રિક મોટરસાઇકલ નથી, બલ્કે તે એક વ્યૂહાત્મક પગલું છે જે E-મોટરસાઇકલની દુનિયાને બદલવાની ક્ષમતા ધરાવે છે. આ બાઈક હીરો સ્પ્લેન્ડર, હોન્ડા શાઈન અને બજાજ પ્લેટિના જેવી 110 CC સેગમેન્ટની મોટરસાઈકલને પણ ટક્કર આપે છે.

રૂ.1,29,999ની કિંમતે ઉપલબ્ધ, ecoDryft 350 માત્ર રૂ.4,000 પ્રતિ મહિને શરૂ થતા સરળ EMI વિકલ્પો સાથે આવે છે. ટુ-વ્હીલર શોધતા લોકો માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે જે પૈસા માટે મૂલ્ય આપે છે અને પર્યાવરણને નુકસાન કરતું નથી. ecoDryft 350 બજારમાં 100થી વધુ વિશિષ્ટ પ્યોર ડીલરશીપ પરથી ખરીદી શકાય છે. અહીં તમને ઘણા ફાઇનાન્સિંગ વિકલ્પો મળશે, જે HeroFincorp, L&T ફાઇનાન્સિયલ સર્વિસિસ, ICICI વગેરે સાથે ભાગીદારીમાં ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ecoDryft 350ના લોન્ચ પર ટિપ્પણી કરતાં, શ્રી રોહિત વાડેરા, CEO અને સહ-સ્થાપક, જણાવ્યું હતું કે, 'PURE EV ભારતના લોકોને પરિવહનના વ્યવહારુ અને ટકાઉ મોડ્સ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. ecoDryft 350એ અમારા ગ્રાહકોને યોગ્ય કિંમતે ઉત્તમ સંસાધનો પ્રદાન કરવા માટેના અમારા સમર્પણનું પ્રમાણપત્ર છે. અમે માનીએ છીએ કે આ મોટરસાઇકલ 110 CC સેગમેન્ટમાં વિશ્વસનીય અને ઇકો-ફ્રેન્ડલી વિકલ્પ પ્રદાન કરીને ભવિષ્યમાં ભારતની મુસાફરીની રીતને ફરીથી વ્યાખ્યાયિત કરશે. અમે આ દ્વારા ઇલેક્ટ્રિક વાહનોની દુનિયા પર સકારાત્મક અસર કરવા માટે આશાવાદી છીએ. આ લોન્ચ બજારમાં લાંબી રેન્જ અને નવા યુગની અદ્યતન સુવિધાઓથી સજ્જ વાહનોને લોન્ચ કરવા માટે PUREના વ્યાપક વિઝનને અનુરૂપ છે.'

પરંપરાગત પ્રોડક્ટ લોન્ચ પદ્ધતિઓથી વિપરીત, PURE પહેલાથી જ તેના મુખ્ય આઉટલેટ્સ પર ecoDryft 350 લઈ ગઈ છે, જેથી ગ્રાહકો સીધા ટેસ્ટ ડ્રાઈવ લઈ શકે અને સમગ્ર દેશમાં આઉટલેટ્સ દ્વારા બુકિંગ શરૂ કરી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp