Realme લાવી જબરદસ્ત ફોન, સસ્તામાં મળશે ગેમિંગની અસલી મજા

PC: c.realme.com

Realme તરફથી ટોપ પરફોર્મિંગ ગેમિંગ ડિવાઇસને લોન્ચ કરી દેવામાં આવ્યું છે. આ ફોન ભારતનો પહેલો સ્નેપડ્રેગન 7 જેન પ્લસ 3 ચિપસેટ છે. સાથે જ તેમાં ઇન્ડસ્ટ્રીનો સૌથી મોટું ડ્યુસ VC ચેન્જર આપવામાં આવ્યું છે. સાથે જ એ બેસ્ટ VC કુલિંગ સિસ્ટમ સાથે આવે છે. ફોનમાં 5500mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જેને 120W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે રજૂ કરવામાં આવ્યો છે. ફોનમાં અલ્ટ્રા 6000Nits બ્રાઇટ ડિસ્પ્લે આપવામાં આવી છે.

સાથે જ SGS AI આઈ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. તેમાં 50MP Sony OIS કેમેરા આપવામાં આવ્યો છે. ફોન 2 કલર ઓપ્શન ફ્યૂલ્ડ સિલ્વર અને રોજર ગ્રીનમાં આવે છે. ફોનનું વેચાણ 29 મે 2024ના બપોરે 12:00 વાગ્યાથી શરૂ થશે. આ ફોનના કિંમતની વાત કરીએ તો 8GB RAM અને 128GBના મોબાઈલ ફોનની કિંમત 24,999 રૂપિયા, 8GB RAM અને 256GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 26,999 રૂપિયા, 12GB RAM અને 256GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 29,999 રૂપિયા અને 12GB RAM અને 512GB RAMવાળા ફોનની કિંમત 33,999 રૂપિયા છે.

સ્પેસિફિકેશન:

Realme GT 6T સ્માર્ટફોનમાં 6.7 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોન 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે આવે છે. ફોનમાં 6,000 Nitsની અલ્ટ્રા બ્રાઇટ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોન SGS A Grade સનલાઇટ સાથે આવે છે. ફોન 8T LTPO ટેક્નોલોજી સાથે આવે છે. તેમાં 1Hzથી લઈને 120 Hz એડોપ્ટિવ રિફ્રેશ રેટ સપોર્ટ આપવામાં આવ્યો છે. Realme GT 6T સ્માર્ટફોનમાં 9 લેયર આઇસબર્ગ વેપર કૂલિંગ સિસ્ટમ આપવામાં આવી છે. તેમાં ડબલ સેલ 5500mAh બેટરી સપોર્ટ આપવામાં આવ્યો છે. Realme GT 6T સ્માર્ટફોનમાં 50MP Sony OIS મેન કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં એક 8MP અલ્ટ્રા વાઈડ એંગલ લેસ આપવામાં આવ્યો સાથે સાથે જ ફ્રન્ટમાં 32MP સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp