Realmeએ સૌથી સસ્તો 108 મેગાપિક્સલ કેમેરાવાળો ફોન લોન્ચ કર્યો

PC: ibc24.in

Realmeએ પોતાનો એક નવો સસ્તો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપનીનો નવો ફોન C સીરીઝનો છે. આ ફોનમાં તમને જોરદાર કેમેરો જોવા મળે છે. અહીં વાત થઇ રહી છે C53ની. આ ફોન ગ્લોબલ માર્કેટમાં મે મહિનામાં લોન્ચ થયો હતો. આ કંપનીનો એફોર્ડેબલ ફોન છે, જે Realme C55 કરતા ઓછી કિંમતમાં આવે છે.

આ મોબાઇલ પોતાના પ્રાઇસ સેગમેન્ટનો પહેલો ફોન છે, જે 108 મેગાપિક્સલ કેમેરા સાથે આવે છે. તેમાં 90 Hzના રિફ્રેશ રેટ વાળી સ્ક્રીન આપવામાં આવી છે, જે મીની કેપ્સ્યુલ ફીચર સાથે આવે છે. તેમાં 5000 મિલિ એમ્પાવરની બેટરી આપવામાં આવી છે. જાણો તેના ફીચર્સ.

કંપનીએ આ ફોનને બે કોન્ફિગ્યુરેશનમાં લોન્ચ કર્યો છે. Realme C53ના 4GB RAM + 28GB સ્ટોરેજ કોન્ફીગ્યુરેશન વાળા મોબાઇલની કિંમત 9999 રૂપિયા છે. જ્યારે, તેના 6GB RAM + 128GB સ્ટોરેજ કોન્ફીગ્યુરેશન વાળા મોબાઇલની કિંમત 10999 રૂપિયા છે. લોન્ચ ઓફર હેઠળ યુઝર્સને 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ICICI, HDFC અને SBIના કાર્ડ પર મળી રહ્યું છે.

Realme C53ને તમે ફ્લીપકાર્ટ પરથી ખરીદી શકો છો. તેની અર્લી બર્ડ સેલ આજે સાંજે 6 વાગે શરૂ થશે. જ્યારે, આ મોબાઇલને તમે સ્પેશિયલ સેલ હેઠળ Realme સ્ટોરમાંથી 24મી જુલાઇની બપોરથી ખરીદી શકશો. ફોનનું ઓફિશિયલ સેલ 26મી જુલાઇથી શરૂ થશે.

Realme C53માં 6.74 ઇન્ચની LCD ડિસ્પ્લે મળે છે, જે 90 Hzના રિફ્રેશ રેટ સાથે આવે છે. સ્ક્રીન HD+ રિઝોલ્યુશન અને મિની કેપ્સ્યુલ જેવા ફીચર્સ સાથે આવે છે. તેમાં Unisoc T612 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે Mali G57 GPU સાથે આવે છે. ફોનમાં 4GB RAMનું ઓપ્શન મળશે.

તેમાં 128 GB સુધીની સ્ટોરેજ આપવામાં આવી છે, જેને તમે માઇક્રોએસડી કાર્ડની મદદથી એક્સપાન્ડ કરી શકો છો. ફોન એન્ડ્રોઇડ 13 પર બેઝ્ડ Realme યુઝર ઇન્ટરફેસ પર કામ કરે છે. ઓપ્ટિક્સની વાત કરીએ તો ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેનો મેન લેન્સ 108 મેગાપિક્સલનો છે. ફ્રંટમાં કંપનીએ 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપ્યો છે.

ડિવાઇલને પાવર આપવા માટે 5000 મિલિ એમ્પાવરની બેટરી આપવામાં આવી છે, જે 18 વોટનું ચાર્જિંગ સપોર્ટ કરે છે. સિક્યોરિટી માટે ફોનમાં સાઇડ માઉન્ટેડ ફિગંરપ્રિંટ સ્કેનર આપવામાં આવ્યું છે. તે સિવાય તમને 3.5 mmનું હેડફોન જેક પણ આપવામાં આવ્યું છે. ફોન બે કલર ઓપ્શન ગોલ્ડ અને બ્લેકમાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp