રેનૉલ્ટએ એકસાથે 3 કાર લૉન્ચ કરી, શરૂઆતની કિંમત રૂ 4.99 લાખ, જાણો ફીચર
રેનૉલ્ટએ આજે ભારતીય બજારમાં તેની ત્રણ કાર Kwid, Kiger અને Triberની નવી 'નાઈટ એન્ડ ડે' સ્પેશિયલ એડિશન લોન્ચ કરી છે. આ સ્પેશિયલ એડિશનમાં કંપનીએ કેટલાક કોસ્મેટિક ફેરફાર કર્યા છે જે તેને રેગ્યુલર મોડલથી અલગ બનાવે છે.
રેનૉલ્ટએ દેશમાં તેની સમગ્ર શ્રેણી માટે નવી 'નાઈટ એન્ડ ડે' સ્પેશિયલ એડિશન લોન્ચ કરી છે, જેમાં ક્વિડ, ટ્રાઈબર અને કિગરનો સમાવેશ થાય છે. આ નવી લિમિટેડ એડિશનને સ્ટાન્ડર્ડ ટ્રિમ્સની સરખામણીમાં કેટલીક વધારાની સુવિધાઓ અને વિઝ્યુઅલ એન્હાન્સમેન્ટ સાથે રજૂ કરવામાં આવી છે. રેનૉલ્ટ નાઇટ એન્ડ ડે એડિશન મોડલનું બુકિંગ આવતીકાલથી એટલે કે 17મી સપ્ટેમ્બરથી કંપનીની અધિકૃત ડીલરશીપ પર શરૂ થશે. કંપનીને આશા છે કે આ નવા ઉમેરાઓ તેના વેચાણમાં વૃદ્ધિ લાવવામાં મદદ કરશે. અહીં તમને જણાવી દઈએ કે, કંપનીએ આ એડિશન ફેસ્ટિવ સિઝનને ધ્યાનમાં રાખીને લોન્ચ કર્યું છે.
ટ્રાઇબર, કાઈગરના RXL વેરિઅન્ટ અને ક્વિડના RXL (O) વેરિઅન્ટ પર આધારિત, નાઇટ એન્ડ ડે એડિશનને ખાસ ડ્યુઅલ-ટોન (મોતી જેવા સફેદ રંગ સાથે કાળી છત)માં રજૂ કરવામાં આવી છે. ત્રણેય મોડલને પિયાનો બ્લેક વ્હીલ કવર, ગ્રિલ ઇન્સર્ટ, બેજિંગ, ORVMs (કિગર અને ટ્રાઇબર) અને કાઈગર પર બ્લેક ટેલગેટ ગાર્નિશ મળે છે.
કંપનીએ સ્પેશિયલ એડિશનની કેબિનને પણ નવા ફીચર્સ સાથે અપડેટ કરી છે. તેમાં 9 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે. આ સિવાય વાયરલેસ સ્માર્ટફોન ચાર્જર, રિયર વ્યૂ કેમેરા, પાવર વિન્ડો જેવા ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે. કંપનીનું કહેવું છે કે, આ સ્પેશિયલ એડિશનના માત્ર 1600 યુનિટ જ વેચાણ માટે ઉપલબ્ધ હશે. જો કે, કંપનીએ હજુ સુધી તેની ડિલિવરી વિશે માહિતી આપી નથી.
નાઇટ એન્ડ ડે એડિશન વેરિઅન્ટ્સની કિંમતઃ ટ્રાઇબર-રૂ. 7,00,000, કાઈગર-રૂ. 6,74,990, ક્વિડ-રૂ. 4,99,500.
આ ત્રણેય કારમાં કોઈ મિકેનિકલ ફેરફાર કરવામાં આવ્યા નથી. પહેલાની જેમ, Kwidમાં 68hpની શક્તિ સાથે 1.0-લિટર પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે મેન્યુઅલ ગિયરબોક્સ અને AMT વિકલ્પ સાથે આવે છે. જ્યારે ટ્રાઈબરમાં 1.0-લિટર ક્ષમતાનું નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. જે 72hpનો પાવર જનરેટ કરે છે. આ એન્જિન મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન વિકલ્પો સાથે ઉપલબ્ધ છે. આ સિવાય Renault Kigerમાં 72hp પાવર સાથે 1.0-લિટર પેટ્રોલ એન્જિન પણ છે. જે મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન બંને વિકલ્પોમાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp