ROG Phone 5 Review: શું ગેમિંગ માટે ખરીદવો જોઈએ આ ફોન?

PC: techadbvisor.com

બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા લોન્ચ થઈ ચૂકી છે. હાલમાં આ બીટા ટેસ્ટર માટે છે પરંતુ ટૂંક સમયમાં આ બધા માટે ઉપલબ્ધ થવાનો છે. ગેમર્સની વચ્ચે આ ફોનને લઈને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો તમે આ ગેમિંગ સ્માર્ટફોનને ખરીદવા ઈચ્છો છો તો તેને ખરીદતા પહેલા તેના રિવ્યુને જાણી લો, જેથી તમને ખરીદવો છે કે નહીં તે નક્કી કરવામાં સરળતા રહે.

ડિઝાઈન, બિલ્ડ ક્વોલીટી, લૂક અને ફીલની વાત કરીએ તો આ ROG Phone 5 છેલ્લા વર્ઝન કરતા વધારે અલગ નથી. બેક પેનલ પર કેટલાંક નવા બદલાવો જોવા જરૂર મળ્યા છે. આ ગેમિંગ ફોનના પરફોર્મન્સની વાત કરીએ તો તેના હાર્ડવેર ઘણા પાવરફુલ આપવામાં આવ્યા છે. ગેમ રમવા માટે લેનારા લોકો માટે તેનું પરફોર્મન્સ ઘણું વધારે જરૂરી છે, તેમાં તેઓ કેમેરા અને ડિઝાઈન સાથે સમાધાન કરી શકે છે. આ ફોનમાં એર ટ્રિગર્સ છે જે ગેમિંગ દરમિયાન હાર્ડકોર ગેમર્સ માટે શાનદાર કામ કરે છે. તેનો રિસપોન્સ પણ સારો છે.

આ ફોનની ડિસપ્લે 144 hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે, જેનો સીધો ફાયદો ગેમિંગમાં મળે છે. ડિસપ્લેનું રિઝોલ્યુશન ફૂલ HD+ છે. ગેમિંગ દરમિયાન 120 એચઝેડના મુકાબલે ઘણો ફાસ્ટ છે. ડિસપ્લેમાં HDR10+નો પણ સપોર્ટ મળે છે. જેનાથી HDR સપોર્ટવાળા કન્ટેન્ટ પણ જોવા મળે છે. આ સ્માર્ટફોનમાં કવોલકોમ સ્નેપડ્રેગન 888 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફ્લેગશિપ ચિપસેટ છે અને ગેમિંગ દરમિયાન તમને કોઈ પણ પ્રકારનું ફીલ થવા દેશે નહીં. ફોનમાં આપવામાં આવેલા સ્પીકર્સ પાવરફુલ છે અને જો હેડફોન ન હોય તો પણ ગેમિંગમાં કોઈ મુશ્કેલી આવી શકે તેમ નથી.

સતત ગેમિંગ કરવાથી ચાર્જિંગ ખતમ થઈ રહ્યું છે તો તેના માટે બે ટાઈપ સી પોર્ટ આપ્યું છે. ગેમિંગ કરતા બીજા પોર્ટથી ચાર્જિંગ કરી શકો છો જેથી તમને ફોન પકડવામાં મુશ્કેલી ના પડે. સોફ્ટવેરની વાત કરીએ તો તેમાં એન્ડ્રોઈડ 11 બેસ્ડ સોફ્ટવેર આપવામાં આવ્યું છે. ROG UI ગેમિંગને પસંદ કરનારાઓના હિસાબે એકદમ સારો છે અને તેમાં જરૂરતના બધા ફીચર્સ મળી જાય છે. આઈકોનને કસ્ટમાઈઝ કરી શકો છો, લાઈટ્સ કસ્ટમાઈઝ કરી શકો છો અને કલર સ્કીમ પણ બદલી શકો છો. આર્મરી ક્રેટ એપ છે, જે ગેમિંગ માટે જરૂરી એપ છે. આ ફોનનો મહત્ત્વનો પાર્ટ છે. તેનાથી જ તમે ફોનની બેક લાઈટને કંટ્રોલ પણ કરી શકો છો.

અહીંથી તમે ફોનનું પરફોર્મન્સ અને ગેમિંગ દરમિયાન ફોન કંઈ રીતે પરફોર્મ કરે તે નક્કી કરી શકે છે. મોડ્સની વાત કરીએ તો ડાનેમિક મોડ સિલેક્ટ કરીને તમે બેસ્ટ પરફોર્મન્સ નિકાળી શકો છો અને સાથે જ તમને ડિસન્ટ બેટરી લાઈફ પણ મળી જશે. બેટરી લાઈફની ચિંતા નથી તો એક્સ મોડ પ્લસ વાપરી શકો છો, તેનાથી ફોન પોતાના પીક પરફોર્મન્સ પર હશે અને ગેમિંગમાં પણ તમને એક અલગ જ અનુભવ મળશે. ફોનમાં 64 મેગા પિક્સેલનો પ્રાઈમરી કેમેરો છે, બીજો 12 મેગા પિક્સેલનો જ્યારે 13 મેગા પિક્સેલનો અલ્ટ્રા વાઈડ લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે 5 મેગા પિક્સેલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp