ઈશા ફાઉન્ડેશનના સદગુરુ જગ્ગી વાસુદેવનું કાર-બાઈક કલેક્શન જુઓ

PC: cartoq.com

ઈશા ફાન્ડેશનના સંસ્થાપક અને પ્રમુખ સદગુરુ આધ્યાત્મિક સંદેશો, યોગા અને જીવન જીવવાની શૈલીની સાથે સાથે કાર અને બાઈકના શોખીન પણ છે. તે પોતાના હેતુના પ્રચાર માટે દેશ દુનિયામાં લગ્ઝરી કારો અને મોંઘી બાઈક્સની સાથે દેખાતા રહે છે. તેમણે ઘણાં અવસરો પર માન્યુ છે કે, તેમના જીવનમાં બાઈકનું પ્રમુખ સ્થાન છે અને આ તેમની આધ્યાત્મિક યાત્રામાં હમસફર છે. જગ્ગી વાસુદેવ સદગુરુ પાસે મર્સિડીઝ અને ટોયોટાની એસયૂવીની સાથે BMW, ડૂકાટી અને હોન્ડા સહિત અન્ય કંપનીઓની મોંઘી મોટરબાઈક્સ પણ છે. જુઓ બાબાનું લગ્ઝરી કલેક્શન...

મર્સિડીઝ બેન્ઝ જી63 એએમજી

ઈશા ફાન્ડેશનના પ્રમુખ જગ્ગી વાસુદેવની પાસે મર્સિડીઝ બેન્ઝની ધાંસૂ એસયૂવી જી63 એએમજી છે. જેની કિંમત દોઢ કરોડ રૂપિયાથી પણ વધારે છે. રૈલી ફોર રિવર પ્રોગ્રામના પ્રચાર માટે તેમણે આ કારને કન્યાકુમારીથી લઇ હરિદ્વાર સુધી ડ્રાઈવ કરી હતી.

સ્પોર્ટ્સ કારના દીવાના

સદગુરુ ન માત્ર આધ્યાત્મિક ગુરુ તરીકે જાણીતા છે. પણ સ્પીડના પણ દીવાના છે. તેમની પાસે ટોયોટા સાયન નામની સ્પોર્ટ્સ કાર પણ છે. જે પોતાના પાવર અને સ્પીડ માટે ઓળખાય છે. સાયન 1000 પીએસ સુધીનો મેક્સિમમ પાવર અને 338 kmphની ટોપ સ્પીડની સાથે આવે છે.

BMWની બે સુપરબાઈક્સ

સદગુરુને ઘણીવાર બીએમડબ્લ્યૂની સુપરબાઈક્સની સાથે જોતા ગશો અને તેઓ આ કંપનીની બાઇક્સના દીવાના છે. તેમની ફેવરિટ બાઈક ગણાતી BMW K 1600 GTની કિંમત 30 લાખ રૂપિયા છે. તો BMW RG 1200Sની કિંમત 16 લાખ રૂપિયાથી વધારે છે. આ બંને બાઈક્સની સાથે મોટેભાગે સદગુરુને જોવામાં આવે છે. આ ઉપરાંત તેમની પાસે ડુકાતીની પણ બાઇક છે.

https://khabarchhe.com/uploads/mc_path/1698487844baba1.jpg

સદગુરુ જગ્ગી વાસુદેવની પાસે હોન્ડા કંપનીની સુપરબાઈક Honda VFR X પણ છે. જેની કિંમત લગભગ 18 લાખ રૂપિયા છે. તેમની પાસે જાવા કંપનીની મોટરસાઇકલ પણ છે. જેને તેઓ શરૂઆતી દિવસમાં ભારત ભ્રમણ માટે વાપરતા હતા. 

આધ્યાત્મિક ગુરુ જગ્ગી વાસુદેવ પાસે લગ્ઝરી કાર અને બાઈક્સનું નોખુ કલેક્શન છે. જેમાં દોઢ કરોડ રૂપિયાની મર્સિડીઝ બેન્સ જી63 એએમજી SUV, ટોયોટા સાયન જેવી સ્પોર્ટ્સ કારની સાથે જ BMW 1600 GT, ડુકાટી મલ્ટીસ્ટ્રાડા, હોન્ડા વીએફઆર એક્સ અને મર્સિડીઝ RG 1200S સહિત અન્ય ઘણી પોપ્યુલર મોટરસાઇક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp