સેમસંગના નવા 2 ફાઇવ જી ફોન ભારતમાં લોન્ચ, આ છે કિંમત

PC: samsung.com

સેમસંગે ભારતમાં 2 નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. આ હેન્ડસેટના નામ Samsung Galaxy M55 5G અને Samsung Galaxy M15 5G એક બજેટ મોબાઈલ છે. આ બંને હેન્ડસેટમાં 50 MPનો ત્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. આવો જાણીએ તેની કિંમત અને સ્પેસિફિકેશન બાબતે વિગતે જાણીએ. Samsung Galaxy M55 5Gની શરૂઆતી કિંમત 26,999 રૂપિયા છે. તો Samsung Galaxy M15 5Gની કિંમત 12,999 રૂપિયા છે. Samsung Galaxy M55 5G હેન્ડસેટ ખરીદવા પર બધી બેન્કના કાર્ડ પર 2,000 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ મળશે. Samsung Galaxy M15 5Gને ખરીદવા પર HDFC બેંકના કાર્ડ પર 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

આ બંને હેન્ડસેટ Amazon પર સેલ માટે ઉપસ્થિત છે.  Samsung Galaxy M55 5Gના 8GB RAM અને 126GB સ્ટોરેજની કિંમત 26,999, Samsung Galaxy M55 5Gના 8GB RAM અમે 256 GB સ્ટોરેજની કિંમત 29,999, Samsung Galaxy M55 5G 12 GB RAM અને 256GB સ્ટોરેજની કિંમત 32,999 રૂપિયા છે. તો Samsung Galaxy M15 5Gના 4G RAM અને 128GB સ્ટોરેજની કિંમત 12,999 અને Samsung Galaxy M15 5Gના 6GB RAM અને 128 GB સ્ટોરેજની કિંમત 14,499 છે.

Samsung Galaxy M55 5Gનું સ્પેસિફિકેશન:

Samsung Galaxy M55 5G 6.7 ઈંચ sAMOLED ડિસ્પ્લે અને ફૂલ HD+ રિઝોલ્યૂશન આપ્યું છે. તેમાં 120Hzનું રિફ્રેશ રેટ્સ છે. તેમાં 1000 નિટ્સની પિક બ્રાઇટનેસ મળશે. સેન્ટરમાં પંચ હૉલ આપ્યું છે. સેમસંગનું આ હેન્ડસેટ Qualcomm Snapdragon 7 Gen 1 Adreno 644 GPU સાથે આવે છે. તેમાં 8GB + 128GB, 8GB + 256GB અને 12GB+256GB સ્ટોરેજ વેરિયન્ટ આપવામાં આવ્યું છે. આ એન્ડ્રોઇડ 14 બેઝ્ડ OneUI 6 પર કામ કરે છે. કંપનીનો દાવો છે કે તેમાં 4 એન્ડ્રોઇડ વર્ઝન અપગ્રેડ મળશે અને 5 વર્ષ માટે સિક્યોરિટી અપગ્રેડ મળશે. તેમાં 5000 mAhની બેટરી અને 45Wનું ફાસ્ટ ચાર્જર આપ્યું છે. Samsung Galaxy M55 5Gમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. પ્રાઇમરી કેમેરા 50MPનો છે. 8MPનું અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ અને 2MPનું માઇક્રો લેન્સ છે, તેમાં 50MPનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.

Samsung Galaxy M15 5Gનું સ્પેસિફિકેશન:

Samsung Galaxy M15 5Gમાં 6.5 ઇંચ sAMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં ફૂલ HD+ રિઝોલ્યૂશન મળશે. આ ડિસ્પ્લે 90Hz રિફ્રેશ રેટ્સ સાથે આવે છે. તેમાં 800 નિટ્સની પિક બ્રાઇટનેસ મળશે. Samsung Galaxy M15 5Gમાં MediaTek Dimensity 6100+ સાથે Mali G57 GPUનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની સાથે 4GB/6GBનું ઇન્ટરનલ સ્ટોરેજ મળશે. આ હેન્ડસેટ 6000mAhની બેટરી અને 25Wનું ફાસ્ટ ચાર્જર સાથે આવે છે. Samsung Galaxy M15 5Gમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. તેમાં 50MPનો પ્રાઇમરી કેમેરા છે. 5MPનું અલ્ટ્રા વાઈડ એંગલ લેસ છે અને 2MPનું માઇક્રો સેન્સર છે. 13 MPનો સેલ્ફી કેમેરો આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp