Samsungએ બદલ્યા તેવર, લોન્ચ કર્યો સૌથી અલગ Galaxy F55 5G, જાણો ફીચર્સ અને કિંમત

PC: teluguglobal.com

Samsung Galaxy F સીરિઝનો નવો સ્માર્ટફોન Galaxy F55 5G ભારતમાં લોન્ચ થઈ ગયો છે. આ ફોન પોતાના Samsungના અત્યાર સુધીના સ્માર્ટફોનથી એકદમ અલગ છે. Galaxy F55 5G સુપર AMOLED પ્લસ ડિસ્પ્લે સાથે પાવરફૂલ સ્નેપડ્રેગન 7 જેન પ્રોસેસર આપ્યું છે. સાથે જ 45W સુપર ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યું છે. Samsung F સીરિઝમાં પહેલી વખત સેડલ સ્વિચ પેટર્ન સાથે શાનદાર વીગન લેધરની ડિઝાઇન રજૂ કરશે.

Samsung Galaxy F55 5Gમાં વીગન લેધર ફિનિશ આપવામાં આવ્યું છે. ફોન એપ્રિકોટ ક્રશ અને રાઇસિન બ્લેકમાં આવે છે. ફોનનું વજન 180 ગ્રામ છે છે અને તેની થિકનેસ 7.8mm છે. Samsung Galaxy F55 5G સ્માર્ટફોનમાં 6.7 ઇંચ HD+Supre AMOLED+ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં 1000 nitsની પિક બ્રાઇટનેસ આપવામાં આવી છે. ફોન 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે.

Galaxy F55 5G 4nm ક્વાલકોમ સ્નેપડ્રેગન 7 જેન 1 પ્રોસેસર સપોર્ટ સાથે આવે છે. ફોનમાં 50MP OIS કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે. ફોન 8MP અલ્ટ્રા વાઈડ સેન્સર સાથે આવે છે. તેમાં સેલ્ફી માટે 50MP ફ્રન્ટ કેમેરો હશે. Samsung Galaxy F55 5G સ્માર્ટફોનમાં 5000 mAhની બેટરી આપવામાં આવી છે. Galaxy F55 5G સ્માર્ટફોન 45W સુપર ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. Samsung Galaxy F55 5Gમાં ડિફેન્સ ગ્રેડ નોક્સ સિક્યોરિટી આપવામાં આવી છે.

તેમાં વોઇસ ફોકસ જેવા ઇનોવેટિવ ફીચર્સ મળશે. Samsung Galaxy F55 5G 4 વર્ષ સોફ્ટવેર અને સિક્યોરિટી અપડેટ સાથે આવે છે. Samsung Galaxy F55 5Gની કિંમતની વાત કરીએ તો 8GB RAM અને 128GB સ્ટોરેજ ધરાવતા ફોનની કિંમત 26,999 રૂપિયા, 8GB RAM અને 256GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 29,999 રૂપિયા, 12GB RAM અને 256 GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 32,999 રૂપિયા છે.

Samsung Galaxy F55 5G સ્માર્ટફોનની ખરીદી પર 2,000 રૂપિયા બેંક ઓફર આપવામાં આવી રહી છે. યુઝર્સ 499 રૂપિયામાં 45W Samsung એડેપ્ટર અને 1,999 રૂપિયાના Galaxy Fit 3 ખરીદી શકશે. Galaxy F55 5Gનું વેચાણ 27 મેની સાંજે 7 વાગ્યાથી શરૂ થશે. Galaxy F55 5G સ્માર્ટફોનને ઇ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ, Samsung.com અને પસંદગીના રિટેલ સ્ટોરથી ખરીદી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp