જોડી તૂટવા પર સારસ હવે જીવ આપવાને બદલે શોધી લે છે બીજો સાથી, બદલાવથી આશ્ચર્ય

PC: http://ogaclicks.com/

માણસ પોતાના જીવનસાથી માટે વફાદારી અને પ્રેમની કસમો ખાય છે. તેનાથી અલગ વિચારસરણી ધરાવતા લોકોની સરખામણી પ્રાણીઓ સાથે થાય છે. એ સત્ય છે કે પશુ-પક્ષીઓમાં મોનોગામી અથવા એકનિષ્ઠતા ઓછી હોય છે. જો માત્ર સ્તનધારીઓની વાત કરીએ તો આશરે 5 હજાર પ્રજાતિઓમાંથી મુશ્કેલથી 5 ટકા લોકો જીવનમાં એક જ સાથી પસંદ કરે અને તેની સાથે રહે છે. પક્ષીઓમાં વધુ પ્રેમ અને વફાદારી મળે છે. સાઇન્સ અનુસાર, આશરે 90% પક્ષી કપલમાં રહે છે અને જીવનભર આ જ રીતે રહે છે. જોકે, હવે તેમના વ્યવહારમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે.

સારસ વિશે એક નવી વાત સામે આવી છે. આ પક્ષી મોનોગામીને માને છે, પરંતુ ત્યાં સુધી જ જ્યાં સુધી તેના સાથીનું મોત ના થઈ જાય. પાર્ટનરના ગયા બાદ તે વિયોગમાં મરી નથી જતું પરંતુ, તેનાથી ઉલટ બીજો સાથી શોધી લે છે. સાથે જ જો બ્રીડિંગ સિઝન દરમિયાન એક સંબંધ બનાવવામાં અક્ષમ હોય, તો પણ અલગાવ આવી શકે છે. તેનાથી પણ વધુ ચોંકાવનારી એક વાત સામે આવી છે.

ઇકોલોજિકલ સોસાયટી ઓફ અમેરિકા નામના જર્નલમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર, સારસ હવે બે નહીં પરંતુ, ત્રણના જોડામાં પણ રહેવા માંડ્યા છે. સારસ ક્રેન ટ્રાયોસ એન્ડ ધેર ટ્રિએટ્સ- ડિસ્કવરી નામથી છપાયેલા સંશોધનમાં અનુમાન છે કે, ક્લાઇમેટ ચેન્જ પણ તેમના વ્યવહારમાં આ બદલાવનું કારણ હોઈ શકે છે. ક્લાઇમેટ ચેન્જને પગલે કદાચ તેમનામાં પણ જન્મદર ઓછો થઈ રહ્યો છે, તો પોતાની પ્રજાતિને ચલાવવા માટે તેમની અંદર આ બદલાવ આવવા માંડ્યો હોય. જોકે, આ એક અનુમાન જ છે.

માઇથોલોજીમાં પણ સારસ બેલડીના એકમેક પ્રત્યેના પ્રેમનો ઉલ્લેખ છે. પ્રણયરત સારસમાં એકનું શિકારીના તીરથી મોત થઈ જાય છે. પોતાના સાથીને મરતો જોઈ વિયોગમાં બીજું પક્ષી પણ મૃત્યુ પામે છે. ત્યારે ઋષિ વાલ્મિકી શિકારીને શાપ આપે છે કે તે એક પ્રણયમાં લીન સારસના જોડાને કોઇપણ ભૂલ વિના મારી નાંખ્યા, હવે તને પણ ક્યારેય શાંતિ નહીં મળી શકશે.

રાજહંસ વિશે પણ માનવામાં આવે છે કે, કપલ જીવનભર સાથ નિભાવે છે અને એકનું મોત થવા પર બીજું પણ જલ્દી મૃત્યુ પામે છે. જો બંનેમાંથી એક ઇજાગ્રસ્ત થઈ જાય અથવા કોઈક કારણસર નબળું થઈ જાય તો પણ બીજું તેને છોડીને નથી જતું. હંસોના મામલામાં આ અનોખું એટલા માટે પણ છે કે આ પક્ષી ઘણી હદ સુધી માઈગ્રેશન કરવાની વૃત્તિ ધરાવે છે. શિયાળામાં તે હળવી ગરમ જગ્યા પર રહે છે જ્યારે ગરમીમાં શિયાળો હોય ત્યાં ચાલ્યા જાય છે. એવામાં માઇગ્રેશન દરમિયાન એક કોઇક કારણોસર આગળ ના વધી શકે તો બીજો પણ તેની સાથે રોકાઇ જાય છે, ભલે તેમા તેનું મૃત્યુ થઈ જાય.

ચીનમાંથી થોડાં વર્ષો પહેલા એક તસવીર આવી હતી, જેમા એક હંસ મોટરબાઇક સાથે બંધાયેલો છે અને બીજો તેની ચાંચ દ્વારા ચાંચ જોડીને બેઠો છે. બાદમાં સ્ટોરી જાણવા મળી કે એગ્ઝોટિક વસ્તુઓ ખાવાનો કોઈ શોખીન હંસમાંથી એકને લઈ જઈ રહ્યો હતો અને બીજો તેની પાછળ-પાછળ જતો રહ્યો. સ્ટોરી વાયરલ થયા બાદ ચીનના સોશિયલ મીડિયા પર કપલ લવની ઘણી વાતો થઈ પરંતુ હંસોનું શું થયુ, એ જાણી ના શકાયું.

પશુ-પક્ષીઓમાંથી એક જ સાથીની સાથે બની રહેવું ઘણા કારણોસર અનકોમન છે. તેનું એક કારણ એ છે કે, તેમની પાસે તાકાતનો એક જ સોર્સ હોય છે, તે છે તે કેટલા બાળકોને જન્મ આપી શકે છે. તેના દ્વારા તેમનું સર્વાઇવલ પાક્કું થાય છે. ઘણા એનિમલ્સ દેખાય તો એક જ સાથી સાથે છે, પરંતુ પોતાની પ્રજાતિને ફેલાવવા માટે તેઓ યૌન સંબંધ માટે ઘણાને સાથે રાખે છે. તેને સોશિયલ મોનોગામી કહે છે. સાઇન્સની ભાષામાં તે એક્સ્ટ્રા-પેર કોપ્યુલેશન કહેવાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp