ફ્લિપકાર્ટના નામે કરવામાં આવી છેતરપિંડી, ઓનલાઈન છેતરપિંડીની આ રીતથી તમે ડરી જશો!

PC: india.com

'મને ખબર નથી કે આવી સ્થિતિમાં હું કેવી રીતે આપમેળે આગળ આવી જાઉં છું.' તમે ધમાલ ફિલ્મનો આ ડાયલોગ અને તેની સાથે જોડાયેલા સેંકડો મીમ્સ જોયા જ હશે. ફ્લિપકાર્ટની હાલત લગભગ ફિલ્મમાં જાવેદ જાફરીની હાલત જેવી જ છે. હકીકતમાં, ફ્લિપકાર્ટ કસ્ટમર કેરના નામે ટ્વિટર પર એક વિચિત્ર પ્રકારનો છેતરપિંડીનો ધંધો ચાલી રહ્યો છે. પરંતુ, ફ્લિપકાર્ટને તેની સાથે કોઈ લેવાદેવા નથી. ફ્લિપકાર્ટને આ છેતરપિંડી સાથે ભલે કંઈ લેવાદેવા ના હોય, પરંતુ અમારે તમારા માટે ચોક્કસપણે કંઈક કરવું છે. તેથી તમારા માટે આખી વાત જાણવી મહત્વપૂર્ણ છે. જેથી કરીને....

Twitter અથવા X પર E-કોમર્સ વેબસાઈટના નામે થઈ રહેલા સાયબર ગુનાઓ અને છેતરપિંડીથી તમે સુરક્ષિત રહો. કેસ એટલા બધા વધી ગયા છે કે, ઘણા જાણીતા લોકોએ તેના વિશે ચેતવણી આપી છે. ટેક એક્સપર્ટ અમિત ભવાની તેમાંના એક છે. અમિતે X પર સ્ક્રીનશોટ શેર કરીને આ વિશે જણાવ્યું છે. તેમની પોસ્ટ મુજબ,

જ્યારે પણ અમે ટ્વિટર પર ઓનલાઈન શોપિંગ દરમિયાન કોઈ સમસ્યા વિશે પોસ્ટ કરીએ છીએ, ત્યારે અમને ઝડપી જવાબ મળે છે. તમને મળેલી કોઈપણ સમસ્યાનો જવાબ હેન્ડલ વડે આપવામાં આવે છે જે લગભગ વાસ્તવિક લાગે છે. તમને થયેલી અસુવિધા માટે માફી માંગવામાં આવે છે અને તેની સાથે મોબાઈલ નંબર પણ પોસ્ટ કરવામાં આવે છે.

હવે આગળ વધતા પહેલા એક મહત્વની વાત. કોઈપણ કસ્ટમર કેર, એટલે કે તે માત્ર ફ્લિપકાર્ટ વિશે જ નથી. એમેઝોનથી લઈને Paytm અને અન્ય કોઈ પ્લેટફોર્મ આ રીતે પોતાનો મોબાઈલ નંબર આપતું નથી. તે તમને આગળ જણાવીએ કે, કસ્ટમર કેર કેવી રીતે કામ કરે છે, પણ પહેલા આખો મામલો સમજી લઈએ.

શું થાય છે કે તમે અને હું આટલો ઝડપી જવાબ જોઈને ખૂબ ખુશ થઈ જઈએ અને આપેલ મોબાઈલ નંબર ડાયલ કરીએ. બીજી તરફ, છેતરપિંડી કરનારાઓ છે અને તે પણ સંપૂર્ણ તૈયારી સાથે. તેઓ કસ્ટમર કેર જેવી જ વાત કરશે, માફી માંગ્યા બાદ ફરી માફી માંગશે અને આ વાતચીત દરમિયાન તમારી અંગત વિગતો જેવી કે બેંક એકાઉન્ટ વગેરે લેવામાં આવશે. આગળ શું થાય છે તે ઠગ પર નિર્ભર છે. કાર્ડની વિગતો સાથે છેતરપિંડી, OTP સાથે છેતરપિંડી અથવા એપ ડાઉનલોડ કરાવીને કૌભાંડ થશે. અમે આ વિશે વિગતવાર વર્ણન કર્યું છે.

હવે રહી એવા જવાબની તો, જરા રોકાઈ જાઓ. હેન્ડલને આરામથી ચકાસી જુઓ. ફ્લિપકાર્ટનું હેન્ડલ તેના નામ પર હશે ના કે કોઈ Supportfli4011ના નામ પર. આવા સંદેશાઓમાં ઘણીવાર વ્યાકરણની પણ ઘણી ભૂલો હોય છે. તેને પણ તપાસી લો.

હવે રહી વાત અસલી કસ્ટમર કેરની તો, તેઓ તમારી પાસે ઓર્ડર નંબર સિવાય વધુ કંઈપણ પૂછતા નથી. તેમની પાસે પહેલેથી જ તમારો ડેટા છે. આ પછી પણ જો તમે કોઈની જાળમાં ફસાઈ જાઓ તો ભૂલથી પણ OTP શેર ન કરો. કોઈપણ એપ ડાઉનલોડ કરવાની કે કોઈ લિંક પર ક્લિક કરવાની જરૂર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp