રોમાન્સની સૌથી અસરકારક રીત શોધી લેવાઇ, વૈજ્ઞાનિકોએ કરી જાહેરાત
ફ્લર્ટિંગ એક ખૂબ જ પ્રચલિત શબ્દ છે. માત્ર આ શબ્દ જ નહીં પરંતુ ફ્લર્ટિંગ પણ ખૂબ જ પ્રખ્યાત છે. હેલ્ધી ફ્લર્ટિંગને ખરાબ પણ માનવામાં નથી આવતું. સરળ શબ્દોમાં સમજીએ તો ફ્લર્ટિંગને ઈશ્કબાજી કહી શકાય છે. વૈજ્ઞાનિકોએ ફ્લર્ટિંગની સૌથી અસરદાર રીતેને શોધી છે, જે લોકોને કામ આવી શકે છે. અમેરિકા અને નોર્વેના શોધકર્તાઓએ મળીને એ જાણકારી મેળવી છે કે, ફ્લર્ટિંગની કઈ-કઈ રીત સૌથી વધુ અસરદાર છે અને શા માટે. નોર્વેમાં 415 અને અમેરિકામાં 577 પુરુષો તેમજ મહિલાઓમાં ફ્લર્ટિંગ કરવાની એક જ રીત જોવા મળી. ભલે પછી કોઈકને થોડીવાર માટે મસ્તી જોઈએ કે પછી લાંબા સમય માટે રોમાન્સ, હસવુ-મજાક કરવી અથવા હ્યૂમરને સામાન્યરીતે સૌથી પ્રભાવી રણનીતિ માનવામાં આવી.
ઑસ્વેગોમાં સ્ટેટ યુનિવર્સિટી ઓફ ન્યૂયોર્કની મનોવૈજ્ઞાનિક રેબેકા બુર્શ કહે છે કે, મજાકિયા હોવુ માત્ર પ્રભાવી જ નથી, પરંતુ મહિલાઓ માટે એ ખૂબ જ જરૂરી છે કે તે પોતાના સંભવિત સાથીને દર્શાવે કે તે તમને મજાકિયા લાગે છે. વૈજ્ઞાનિકોના દ્રષ્ટિકોણથી જોઈએ તો, પરિણામ ફ્લર્ટિંગ માટે યૌન સિદ્ધાંતનું સમર્થન કરે છે, જે અંગે 1990ના દાયકામાં જણાવવામાં આવ્યું હતું. વર્ષોથી, આ સિદ્ધાંત પર થયેલા અધ્યયન પરથી જાણવા મળે છે કે, ઓછાં સમય માટે રિલેશનશિપ રાખનારી મહિલાઓ, જ્યારે પોતાની યૌન ઉપલબ્ધતા વિશે જણાવે છે, તો તે ફ્લર્ટિંગમાં સૌથી પ્રભાવી હોય છે. જ્યારે, બીજી તરફ મહિલાઓ સાથે ફ્લર્ટ કરતી વખતે પુરુષ કમિટમેન્ટ અને ઉદારતા દર્શાવે છે.
આ શોધને Evolutionary Psychologyમાં પબ્લિશ કરવામાં આવી હતી. આ શોધમાં ભાગ લેનારા લોકોને એક પ્રશ્નાવલી આપવામાં આવી, જેમા ફ્લર્ટિંગ સાથે સંકળાયેલી 40 રણનીતિઓને લઈને સવાલ કરવામાં આવ્યા હતા. તેમા યૌન ઉપલબ્ધતાના સંકેત, જેમ કે નજીક આવીને ચાલવુ અથવા ફૂલ આપીને ઈનવેસ્ટમેન્ટ અને કમિટમેન્ટ દર્શાવવુ સામેલ હતા. આ લિસ્ટમાં ફ્લર્ટિંગની વધુ એક રીત પણ સામેલ હતી જેમ કે- તમારી પાસે મદદ માગવી અને મજાક કરવી, જેનાથી તમને હસવુ આવે.
બંને સંસ્કૃતિઓમાં પરિણામ આશ્ચર્યજનકરીતે એક જેવા હતા. થોડાં સમય માટે મસ્તી ઈચ્છનારી મહિલાઓ માટે યૌન ઉપલબ્ધતાના સંકેત મળ્યા, જેમકે સેક્સી કપડાં પહેરવા, ફિઝિકલ કોન્ટેક્ટને સૌથી વધુ પ્રભાવી માનવામાં આવ્યું. જ્યારે, પુરુષો માટે અંતરંગ વાતચીત અને સાથે સમય પસાર કરવા જેવી ઉદારતા અને કમિટમેન્ટના સંકેત આપનારી ફ્લર્ટિંગ રણનીતિને સૌથી વધુ પ્રભાવી માનવામાં આવી. આવુ ત્યારે હતું જ્યારે પુરુષો લાંબુ ચાલનારા રિલેશનશિપ શોધી રહ્યા હતા.
Scientists Claim to Have Found The 'Optimal' Way to Flirt in a Heterosexual Relationship https://t.co/2eHCAZGbZx
— ScienceAlert (@ScienceAlert) May 6, 2022
રસપ્રદ વાત એ છે કે, જ્યારે પુરુષ ઓછાં સમય માટે રિલેશનશિપની શોધમાં હતા ત્યારે કમેન્ટ્સ, ચેટ અને કોમ્પ્લિમેન્ટ્સ દ્વારા કોન્ટેક્ટને પ્રભાવી માનવામાં આવ્યું, અને આશા હતી તે પ્રમાણે મજાક કરવી-હસવુ ફ્લર્ટિંગની પ્રભાવી રણનીતિના રૂપમાં ટોપ પર રહ્યું. શોધમાં ભાગ લેનારાઓએ માન્યું કે, મજાક પર હસવું પુરુષો અને મહિલાઓ બંને માટે પ્રભાવી છે. જ્યારે વાસ્તવમાં મજાક કરવાની વાત આવે છે, તો આ પ્રકારની ફ્લર્ટિંગ પુરુષો માટે વધુ ફાયદાકારક માનવામાં આવે છે, ખાસ કરીને એ લોકો માટે જે લાંબા સમય સુધી ચાલનારી રિલેશનશિપની શોધમાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp