કરંટ લગાવીને 3 ગણી ઝડપથી ભરાશે ઘા, વૈજ્ઞાનિકોનો પ્રયોગ સફળ

વૈજ્ઞાનિકોએ એક ખાસ પ્રકારની બાયોચિપ બનાવી છે, જે ઘાને સામાન્યથી 3 ગણી તેજીથી સારા કરવા માટે વીજળીનો ઉપયોગ કરે છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ ત્વચાની કોશિકાઓની ગતિવિધિઓને ઇજા તરફ ધકેલીને તેને ગાઈડ કરી શકે છે. વાસ્તવમાં માનવ શરીર એક એવી ઇલેક્ટ્રી ફિલ્ડ ઉત્પન્ન કરે છે, જે સ્વાભાવિક રીતે એમ કરે છે, એટલે જર્મનીની ફ્રીબર્ગ યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ આ પ્રભાવને વધારવા બાબતે વિચાર્યું. એવું નથી કે તે ચમત્કારિક રૂપે ગંભીર ઇજા સારી કરી દેશે, પરંતુ આ નાના ઘાને સારો થવામાં સમયને ઓછો કરી શકે છે.

જે લોકોના ઘા જૂના છે કે પછી તેમને સારા થવામાં લાંબો સમય લાગે છે જેમ કે વૃદ્ધ લોકોમાં કે ડાયાબિટીઝના દર્દીઓમાં તેમના ખુલ્લા કટ જલદી સારા થઈ શકે છે. સ્વીડનમાં ફ્રીબર્ગ યુનિવર્સિટી અને ચાલ્મર્સ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીમાં બાયોઇલેક્ટ્રિક વૈજ્ઞાનિક મારિયા એસ્પ્લન્ડ કહે છે કે જૂના ઘા એક મોટી સામાજિક સમસ્યા છે જેની બાબતે વધારે વાત થતી નથી. અમારી શોધથી ઘા ત્રણ ગણા ઝડપથી સારા થઈ શકે છે અને એ ડાયાબિટીઝના દર્દીઓ અને વૃદ્ધ લોકો માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

જ્યારે એ સાબિત થઈ ચૂક્યું છે કે વીજળી હીલિંગમાં મદદ કરી શકે છે, પ્રક્રિયા પર ઇલેક્ટ્રોનિક ફિલ્ડની તાકત અને દિશાનો પ્રભાવ ગમે ત્યારે સારી રીતે સ્થાપિત કર્યું નથી. એટલે સંશોધનકર્તાઓએ એક બાયોઇલેક્ટ્રિક પ્લેટફોર્મ બનાવ્યું અને તેનો ઉપયોગ કેરાટિનોસાઇટ્સ નામની કોશિકાઓથી બનેલી આર્ટિફિશિયલ સ્કિનને વિકસિત કરવા માટે કર્યો. કેરાટિનોસાઇટ્સ સૌથી સામાન્ય પ્રકારની સ્કીન સેલ હોય છે અને હીલિંગ માટે મહત્ત્વની પણ હોય છે.

સ્વાસ્થ્ય કેરાટિનોસાઇટ્સ અને બનાવવામાં આવેલી કેરાટિનાસાઇટ્સ જેમને ડાયાબિટીઝવાળા લોકો જેવા બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું, વીજળી વિના ત્વચાની કોશિકાઓની તુલનામાં 3 ગણી તેજીથી માઈગ્રેટ થઈ. તેમાં ઘા માત્ર એક તરફથી વીજળી પુશ કરવામાં આવી હતી. ખાસ વાત એ રહી કે ટેસ્ટ કરવામાં આવેલા ઇલેક્ટ્રોનિક ફિલ્ડથી કોઈ પણ સેલ ડેમેજ થયા નથી. એવા ઘા જે સામાન્ય રૂપે જલદી સારા થતા નથી, તેમાં સંક્રમણનું જોખમ વધી જાય છે અને પછી હીલિંગ વધુ સમય લાગે છે.

ક્યારેક ક્યારેક તો અંગ કાપવાની નોબત પણ આવે છે. એવામાં જો કોઈ પ્રક્રિયા એવી છે જે હીલિંગના સમયે ઓછી કરે છે તો તેના પર કામ કરવું જોઈએ. આગામી સ્ટેજમાં એ ટેસ્ટ કરવામાં આવશે કે ટેક્નિક આર્ટિફિશિયલ સેલની જગ્યાએ જીવિત મનુષ્યોના ઘા પર કેવી રીતે કામ કરે છે. સંશોધનકર્તાઓનું કહેવું છે તેઓ આશ્વસ્ત છે કે તે ભવિષ્યમાં આ ટેક્નિક એ લોકોની પ્રભાવી ઢંગે મદદ કરશે, જેમના ઘા ધીરે ધીરે ભરાય છે. આ શોધ લેબ ઓન આ ચિપમાં પ્રકાશિત થઈ છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.