સ્માર્ટ ચશ્મા, જે મેસેજ વાંચીને સંભળાવશે અને વોઈસ કમાન્ડથી કંટ્રોલ પણ થશે

તમે ઘરમાંથી બહાર નીકળી આવ્યા હો અને ટીવી અથવા અન્ય કોઈ ઈલેક્ટ્રિક ડિવાઈસ બંધ કરવાનું ભૂલી ગયા, ત્યારે માત્ર પોતાના ચશ્માને કમાન્ડ આપીને તે ડિવાઈસને બંધ કરી શકાશે. હા, આ શક્ય છે. કેનેડાની સ્ટાર્ટઅપ કંપનીએ એવા સ્માર્ટ ચશ્મા બનાવ્યા છે, જે રોજબરોજના જીવવને સરળ બનાવી દેશે.

ફોકલ્સ સ્માર્ટ ચશ્મામા નાનકડુ પ્રોડેક્ટર લગાવવામા આવ્યુ છે. પહેરનાર વ્યક્તિના ચહેરા પ્રમાણે તેને કસ્ટમાઈઝ કરી શકાશે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે યુઝરના હોમ સ્પીકર સાથે જોડાઈ જાય છે. આ ચશ્માની મદદથી વોઈસ ક્માન્ડ આપી શકાય છે. એટલું જ નહીં, પરંતુ તે મોબાઈલ મેસેજ વાંચીને પણ સંભળાવે છે. આ ઉપરાંત, તેમા ઋતુઓના એપડેટ્સ પણ રહે છે. જો કોઈ ટાસ્ક નક્કી કરવામા આવ્યો હોય તો તેને માટે તે એલર્ટ પણ આપશે. એટલે કે, મોબાઈલ પર આવનારા બધા જ એલર્ટ આ સ્માર્ટ ગ્લાસ પર મળતા રહે છે.

આ સ્માર્ટ ગ્લાસની સાથે લૂપ પણ આવે છે. તેને આંગળીમા પહેરવુ પડે છે. તેને ઓન કરતા જ નોટિફિકેશન આવવા શરૂ થઈ જાય છે. લૂપનો જોયસ્ટિકની જેમ ઉપયોગ કરી શકાય છે. લૂપની મદદથી નોટિફિકેશનને રાઈટ અથવા લેફ્ટ અલાઈન કરી શકાય છે. તેના લેન્સ હોલોગ્રાફિક ડિસ્પ્લેવાળા છે.

કંપનીએ તેને એલેક્સા (અમેઝનના સ્પીકર) સાથે જોડીને ડેમો આફ્યો છે. ડિજીટલ આસિસ્ટન્ટ સાથે જોડાયા બાદ તેને ઘણા બધા વોઈસ કમાન્ડ આપી શકાય છે. જેમ કે, મ્યુઝિક પ્લે કરવુ, સમાચાર સાંભળવા, મૌસમની જાણકારી લેવી અથલા સ્માર્ટ હોમને કંટ્રોલ કરવા જેવા તમામ કામો આ ચશ્માની મદદથી કરી શકાય છે.

ફોકલ્સ સિંગલ ચાર્જિંગ બાદ 18 કલાક સતત કામ કરી શકે છે. આ સ્માર્ટ ડિસ્પ્લેને સમય-સમય પર ઉપયોગના આધારે બનાવવામા આવ્યા છે. લૂપથી કમાન્ડ આપતા જ ફોકલ્સનો ડિસ્પ્લે સાફ થઈ જાય છે. ત્યારે તેનો સામાન્ય ચશ્માની જેમ ઉપયોગ કરી શકાય છે. ડૉક્ટરે સજેસ્ટ કરેલા લેન્સ પ્રમાણે પણ તેને તૈયાર કરી શકાય છે.

ફોકલ્સ પર પાણી અથવા ધૂળની અસર થતી નથી. પહેલી નજરમા તે સામાન્ય ચશ્મા જેવા જ દેથાય છે. તેને કસ્ટમાઈઝ કરવા માટે યુઝકે એકવાર ચહેરાનુ માપ આપવાનુ રહેશે. તેના સ્ટોર પર ચહેરાનું ડિજીટલ સ્કેનિંગ થાય છે. તેના આદારે આ સ્માર્ટ ચશ્મા બનાવવામા આવે છે. કંપનીએ અમેરિકા-કેનેડામા તેના પ્રિ-ઓર્ડરનું બુકિંગ શરૂ કરી દીધુ છે. તેની શરૂઆતની કિંમત 75 હજાર રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp