સૌર જવાળા ઉપગ્રહોને ખતમ કરી શકે તેમ છે: નરેન્દ્ર ગોર

PC: CNN.com

સૂર્ય કે જે આપણા માટે ઉર્જાનો અખૂટ ભંડાર છે તે પણ પોતાની ધરી ઉપર ફરે છે. તેના ઉપર નિયત સમયાંતરે બનતા સૂર્ય કલંકો તથા તેમાંથી નીકળતી વિશાળ સૌર જ્વાળાઓ જો પૃથ્વી તરફ આવે તો આપણી ઉપગ્રહ પ્રણાલી, સંચાર વ્યવસ્થા અને વિદ્યુત પરિવહનને નુકશાન કરી શકે છે. આ માટે સૂર્યનું સતત નિરીક્ષણ કરવા સોહો જેવા વિવિધ ઉપગ્રહો અવકાશમાં છોડવામાં આવ્યા છે. કેટલાક જોખમી લઘુ ગ્રહો પૃથ્વી સાથે ટકરાઈ વિનાશ ન વેરે તે માટે પણ આવા પદાર્થોનું વૈજ્ઞાનિકો દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવતું હોય છે તથા આવા સંકટમાંથી પૃથ્વીને ઉગારવા નવા નવા ઉપાયો ઉપર કામ કરવામાં આવી રહ્યું છે. તેમ ગુજરાતના જાણીતા ખગોળવિદ્દ નરેન્દ્ર ગોરે જણાવ્યું હતું.

આપણી પૃથ્વી જે પરિવારની સભ્ય છે તે સૌર પરિવારની વિસ્તૃત જાણકારી આપતો કાર્યક્રમ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ભુજ ખાતે યોજાયો હતો. વિશાળ સ્ક્રીન ઉપર જાણીતા ખગોળવિદ્દ અને લોક વિજ્ઞાન કેન્દ્રના ચીફ કો ઓર્ડીનેટર નરેન્દ્ર ગોર સાગર દ્વારા ગ્રહોની પરિભ્રમણ અને ધરિભ્રમણ ગતિઓ, સૌર પરિવારના સભ્ય એવા ગ્રહો, ઉપગ્રહો, લઘુ ગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કા વગેરે ની માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત શ્રોતાઓમાંથી સાગર ભોઇયા, નરેશ મહેશ્વરી, ઝીલ વૈષ્ણવ વગેરેએ અન્ય ગ્રહો ઉપર જીવનની શક્યતા, શુક્ર ગ્રહ ઉપરની ગ્રીન હાઉસ ઇફેક્ટ, બુધના ગ્રહને નરી આંખે જોવાનો સમય જેવા પ્રશ્નો દ્વારા વધુ જાણકારી મેળવી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રના સલાહકાર કુલદીપસિંહ સંધાએ ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીનો પરિચય આપી કેન્દ્ર દ્વારા યોજાતા જ્ઞાન વિજ્ઞાનના કાર્યક્રમોમાં વધુ ને વધુ લોકો જોડાય તેવો અનુરોધ કર્યો હતો. માધવ રાજદે, નીરવ ગનવાણી, કરીમભાઈ એ વ્યવસ્થા સંભાળી હતી. આભાર વિધિ વૈજ્ઞાનિક અધિકારી કિશન ઠક્કરે કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp