હીરોએ રજૂ કરી કાર્બન ફાઇબરવાળી સ્પેશિયલ બાઇક, બધા નહીં ખરીદી શકે

PC: heromotocorp.com

દુનિયાની સૌથી મોટી ટૂ-વ્હીલર વાહન નિર્માતા કંપની હીરો મોટોકોર્પે આજે પોતાની નવી સ્પેશિયલ એડિશન બાઇક Centennialને ઓક્શન માટે રજૂ કરી છે. આ બાઇકને પહેલી વખત ગત જાન્યુઆરીમાં હીરો વર્લ્ડ ઇવેન્ટ દરમિયાન દુનિયા સામે રજૂ કરી હતી. આ સમયે કંપનીએ બજારમાં પોતાના 2 નવા મોડલ Xtreme 125R અને હાર્લે ડેવિડસન પર બેઝ્ડ Mavrick 440ને લોન્ચ કરી હતી. હીરો મોટોકોર્પે આ બાઇકને કંપનીના સંસ્થાપક બૃજમોહન લાલ મુંજાલના 101ના જન્મદિવસના ઉપલક્ષ્યમાં લોન્ચ કરી છે.

કંપનીનું કહેવું છે કે, આ બાઇક માત્ર તેમના કર્મચારી, એસોસિએટ્સ, બિઝનેસ પાર્ટનર અને સ્ટેક હોલ્ડર્સને જ વેચવામાં આવશે. એટલે કે આ બાઇકને સામાન્ય વ્યક્તિ જે કંપની દ્વારા નિર્દેશિત આ દાયરામાં નથી આવતા તેઓ તેને નહીં ખરીદી શકે. હીરો પોતાની આ સ્પેશિયલ બાઇકની ડિલિવરી સપ્ટેમ્બર મહિનામાં શરૂ કરશે. ખાસ વાત એ છે કે આ બાઇકના માત્ર 100 યુનિટ્સ જ બનાવીને વેચવામાં આવશે. આ બાઇક કંપનીની પ્રસિદ્ધ મોડલ Hero Karizma XNRના પ્લેટફોર્મ પર બેઝ્ડ છે.

તેમાં કાર્બન ફાઈબર બોડી વર્ક જોવા મળે છે જે સિંગલ સીટ સાથે કેટલાક કમ્પોનેન્ટસ અન ફીચર્સથી સજાવવામાં આવી છે. તેમાં ફુલ્લી એડજસ્ટેબલ સસ્પેન્શન, એક્રોપોવિકનું કાર્બન ફાઈબર એગ્જોસ્ટ મફલર આપવામાં આવ્યું છે. આ બદલાવ બાદ બાઇકનું વજન વધી ગયું છે અને તેનું વજન 158 કિગ્રા થઈ ગયું છે. જે કરિઝ્માથી લગભગ 5.5 કિગ્રા હેવી બનાવે છે. કંપનીએ તેમાં MRFના ટાયર્સનો ઉપયોગ કર્યો છે. જો કે, હીરો મોરોકોર્પે આ સ્પેશિયલ એડિશન બાઇકને અમુક લોકો માટે લોન્ચ કરી છે એટલે આ બાઇકને ઓક્શનમાં રાખવામાં આવી છે એટલે આ બાઇકની કોઈ કિંમત નક્કી કરવામાં આવી નથી.

આ એક કલેક્ટર એડિશન બાઇક છે, જેને હીરો મોટોકોર્પના ફેન્સ માટે રજૂ કરવામાં આવી છે. જો કે, તેને બજાર માટે ઉતારી નથી. હીરો મોટોકોર્પના ચેરમેન, MD અને CEO પવન મુંજાલે આ અવસર પર કહ્યું કે, મારા પિતા અને હીરો મોટોકોર્પના સંસ્થાપક ડૉ. બૃજમોહન લાલ મુંજાલે દુનિયાભરમાં અબજો લોકોને પ્રેરિત કર્યા. તેમની દૂરદૃષ્ટિએ ભારતીય ઑટોમોટિવ ઉદ્યોગ અને ભારતીય ઉદ્યોગના પરિદૃશ્યને બદલી દીધા અને પોતાની પાછળ સરળતા, ઇનોવેશન, સાહસ અને ઈમાનદારીનો વારસો છોડ્યો. અમે તેમની શતાબ્દી વર્ષગાંઠ માટે એક વર્ષ થવાનું સેલિબ્રેશન મનાવી રહ્યા છીએ. અમને The Centennialને રજૂ કરતા ખૂબ ખુશી અને ગર્વ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp