અંતરીક્ષથી સુનિતાની પ્રેસ કોન્ફરન્સ, ધરતી પર વાપસીને લઈને આપ્યું મોટું નિવેદન

PC: x.com/NASA

અંતરીક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર છેલ્લા 3 મહિના કરતા વધુ સમયથી સ્પેસમાં ફસાયા છે. આ દરમિયાન સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયા સાથે વાતચીત કરી. આ દરમિયાન તેમણે ઘણા સવાલોના જવાબ આપ્યા. સુનિતા વિલિયમ્સે કહ્યું કે, મને સ્પેસમાં રહેવાનું પસંદ છે અને એ મારી પસંદગીની જગ્યાઓમાંથી એક છે. આ દરમિયાન બંને અંતરીક્ષ યાત્રીઓએ કહ્યું કે, અમારા બોઈંગ સ્ટારલાઇનને ધરતી પર પાછું જતું જોવું અમારા માટે ખૂબ દુઃખદ છે.

બૂચ વિલ્મોરે કહ્યું કે, અમે તેને અમારા વિના જતા જોવા માગતા નહોતા, પરંતુ એજ થવાનું હતું. તેણે અમારા વિના જ જવું હતું. સુનિતા વિલિયમ્સે કહ્યું કે, અમારે આગામી અવસર સુધી જોવું જોઈએ. સુનિતા વિલિયમ્સે કહ્યું કે, એ મારી ખુશીની જગ્યા છે. મને અંતરીક્ષમાં રહેવાનું પસંદ છે. હું પોતાની માતા સાથે કિંમતી સમય વિતાવવાના અવસરને ગુમાવવાના કારણે થોડા સમય માટે પરેશાન થઈ ગઈ હતી. જો કે, અમે ટેસ્ટર છીએ અને એજ અમારું કામ છે. એક જ મિશન પર 2 અલગ અલગ અંતરીક્ષ યાન ઉડાવવાને લઈને અમે ઉત્સાહિત છીએ.

તેમણે કહ્યું કે, અમે સ્ટારલાઇનને પૂરું કરવા માગતા હતા અને તેને પાછું પોતાના દેશમાં ઉતારવા માગતા હતા, પરંતુ હવે આગામી અવસરની શોધ કરવી પડશે. અમે અહી આવવા અને અહી ઉપસ્થિત ક્રૂનો હિસ્સો બનવા માટે ઉત્સુક છીએ. અમે અભિયાનનો હિસ્સો રહ્યા. તેઓ ઘણા સારા લોકો છે અને અમે બસ તેમાં સામેલ થવા અને જે કંઇ પણ કરી શકીએ છીએ, કરવાનો પ્રયાસ કર્યો છે. અમે નિક અને એલેક્સના અભિયાનના હિસ્સાના રૂપમાં ત્યાં પહોંચવાની રાહ જોઈ રહ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે, અંતરીક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર બોઈંગ સ્ટારલાઇનરથી અંતરીક્ષ પર ગયા હતા, પરંતુ સ્ટારલાઇનરમાં ટેક્નિકલી ખામી સર્જાવાના કારણે બંને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જ ફસાઈ ગયા. ગત દિવસોમાં બોઇંગના સ્ટારલાઇનરને ક્રૂ વિના જ ધરતી પર લેન્ડ કરાવવામાં આવ્યું હતું. હવે NASA સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરની વાપસીની યોજના બનાવી રહ્યું છે. બંને ક્રૂ9 મિશનનો હિસ્સો હશે અને ફેબ્રુઆરી 2025માં ધરતી પર ફરશે.

અંતરીક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર છેલ્લા 3 મહિના કરતા વધુ સમયથી સ્પેસમાં ફસાયા છે. આ દરમિયાન સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયા સાથે વાતચીત કરી છે. આ દરમિયાન તેમણે ઘણા સવાલોના જવાબ પણ આપ્યા. સુનિતા વિલિયમ્સે કહ્યું કે, મને સ્પેસમાં રહેવાનું પસંદ છે અને એ મારી પસંદગીની જગ્યામાંથી એક છે. આ દરમિયાન બંને અંતરીક્ષ યાત્રીઓએ કહ્યું કે, અમારા બોઈંગના સ્ટારલાઇનરને પાછું ધરતી પર જતું જોવું અમારા માટે ખૂબ દુઃખદ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp