તાપસીએ ખરીદેલી આ લક્ઝરી કારમાં ફ્રીજ અને મસાજનું ફંક્શન, કિંમત આટલા કરોડ

PC: carandbike.com

બોલિવુડ અભિનેત્રી તાપસી પન્નૂએ એક લગ્ઝરી કાર ખરીદી છે. જેને લઇ તે ચર્ચામાં છે. ગણેશ ચતુર્થીના અવસરે તાપસી પન્નૂએ ખૂબ જ આકર્ષક અને મોંઘી લગ્ઝરી કાર ખરીદી છે. અભિનેત્રીએ મુંબઈ સ્થિત પોતાના ઘરે Mercedes Maybach GLS 600 લગ્ઝરી કારની ડિલીવરી લીધી. આ એક દમદાર SUV કાર છે. આ G વેગન SUV જર્મન કાર નિર્માતા કંપની મર્સિડીઝની સૌથી મોંઘા મોડલોમાંથી એક છે. તાપસી પાસે મર્સિડીઝની આ બીજી કાર છે. તેની પાસે પહેલેથી જ મર્સિડીઝ બેંઝ GLE છે.

કારનો પાવર

Mercedes Maybach GLS 600 ના એન્જિનની વાત કરીએ તો તે 4.0 લીટર ટર્બો V8 પેટ્રોલ એન્જિનની સાથે આવે છે. જે 9જી ટ્રોનિક ઓટોમેટિક ગિયરબોક્સથી સજ્જ છે અને તેમાં માઈલ્ડ હાઈબ્રીડ ટેક્નિક પણ મળે છે. દાવો કરવામાં આવ્યો છે કે હાઈબ્રીડ પાવરટ્રેન 550 એચપીનો પાવર અને 730 એમએમ નો પીકટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. તો EQ બૂસ્ટ ટેક્લોનોજી વધારાનો 21 એચપીનો પાવર અને 250 એનએમ નો ટોર્ક જનરેટ કરે છે.

મસાજ ફંક્શન

Mercedes Maybach GLS 600ના કેબિનની અંદર ઘણાં લગ્ઝરી ફીચર્સ મળે છે. આ કારમાં નપ્પા લેધર અપહોલ્સ્ટ્રી રીયર સીટ્સ, વેન્ટીલેટેડ સીટ્સ અને એક પેનારોમિક સનરૂફ મળે છે. મલ્ટી કંટૂર સીટ્સ મસાજ ફંક્શનની સાથે આવે છે.

આ કારમાં વર્ટિકલ સ્લેટ્સ, મેબેકનો સાઇન, ડ્યુઅલ ટોન પેઇન્ટ થીમની સાથે એક અટ્રેક્ટિવ રેડિએટર ગ્રીલ મળે છે. 22 ઇંચના માનક વ્હીલ્સ પર કાર ચાલે છે. સાથે જ ઓપ્શન તરીકે 23 ઈંચના વ્હીલ્સ પણ અવેલેબલ છે.

શેંપેનની બોટલને સ્ટોર કરવા માટે કારમાં એક રેફ્રિજરેટર પણ છે. આ રેફ્રીજરેટર કમ્પાર્ટમેન્ટ પાછળની સીટોની વચ્ચે સ્થિત છે. જેમાં બે શેમ્પેનની બોટલ રાખી શકાય છે. સાથે જ કારમાં બે શેમ્પેન ગ્લાસ માટે પણ જગ્યા મળે છે.

Mercedes Maybach GLS 600 ભારતમાં ઓટોમેકરના SUV પોર્ટફોલિયોમાં ટોપ પર છે. 2019માં પોતાની આધિકારિક શરૂઆત પછીથી આ પહેલાથી જ ઘણાં વૈશ્વિક બજારોમાં વેચાઇ છે. લગ્ઝરી એસયૂવીએ 2021માં ભારતમાં શરૂઆત કરી હતી.

ખેર, Mercedes Maybach GLS 600 SUVની કિંમતની વાત કરીએ તો ભારતમાં આ કાર લગભગ 2.92 કરોડ રૂપિયાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp