360 ડિગ્રી કેમેરા..,સ્પોર્ટી લુકમાં ટાટાએ લોન્ચ કરી અલ્ટ્રોઝ રેસર, જાણી લો કિંમત

PC: cars.tatamotors.com/

દેશની પ્રમુખ વાહન નિર્માતા કંપની ટાટા મોટર્સે ભારતીય બજારમાં પતાની નવી કાર Altroz Racer લોન્ચ કરી છે. આ કાર મૂળ રૂપે કંપનીની પ્રીમિયમ હેચબેક Altrozનું નવું સ્પોર્ટી મોડલ છે. આકર્ષક લુક અને શાનદાર એન્જિનથી લેસ હેચબેકની શરૂઆતી કિંમત 9.49 લાખ રૂપિયા (એક્સ શૉરૂમ) નક્કી કરવામાં આવી છે. પહેલી વખત Altroz Racerને કંપનીએ 2023 ઓટો એક્સપોમાં દુનિયા સામે રજૂ કરી હતી. ત્યારબાદ તેને થોડા મહિના અગાઉ ભારત મોબિલિટી એક્સપોમાં પણ દેખાડવામાં આવી.

આ કારમાં નવા ગ્રાફિક્સ સાથે જ ઘણા એડવાન્સ ફીચર્સને સામેલ કરવામાં આવ્યા છે જે તેને રેગ્યુલર મોડલની તુલનામાં વધુ સ્પોર્ટી અને સારી બનાવે છે. Altroz Racerને કંપનીએ વધુ સ્પોર્ટી બનાવી છે. તેમાં કારના બોનટથી લઈને રુફ સુધી રેસિંગ સ્ટ્રિપ્સ જોવા મળે છે. એ સિવાય ફ્રન્ટ ફેન્ડર Tata Altroz Racer બેજિંગ આપવામાં આવી છે. ગ્રીલમાં થોડો ઘણો બદલાવ જોવા મળે છે. કંપનીએ આ કારમાં 16 ઈંચનું અલોય વ્હીલ આપ્યું છે. જો કે, તેમાં કોઈ બદલાવ જોવા મળ્યો નથી.

કેબિનમાં પણ ઓરેન્જ એક્સેન્ટનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે જે તેના ઇન્ટિરિયરને સ્પોર્ટી બનાવે છે. ટાટા મોટર્સે પોતાની આ નવી કાર 1.2 લીટરની ક્ષમતાના 3 સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે 120Psનો પાવર અને 170Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. આ એક સારું એડિશન છે કેમ કે રેગ્યુલર iTurboમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનનો વિકલ્પ મળે છે. બજારમાં આ કાર મુખ્ય રૂપે Hyundai i10 N Lineને ટક્કર આપશે.

Altroz Racerમાં કંપનીએ 360 ડિગ્રી કેમેરા સિસ્ટમ, 26.05 સેમીનું ટચ સ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટો વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ (સેગમેન્ટમાં પહેલી વખત) ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC), 7.0 ઈંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, સનરૂફ અને 6 એરબેગ જેવા ફીચર્સને સામેલ કરવામાં આવ્યા છે. આ કાર કુલ 3 વેરિયન્ટમાં આવે છે જેમાં R1, R2 અને R3 સામેલ છે.

એ સિવાય આ કારને 3 રંગમાં રજૂ કરવામાં આવી છે જેમાં પ્યોર ગ્રે, ઓટોમિક ઓરેન્જ અને એવેન્યૂ વ્હાઇટ સામેલ છે. Tata Altroz Racerની કિંમતની વાત કરીએ તો Altroz Racerના R1 વેરિયન્ટની વાત કરીએ તો તેની કિંમત 9.49 લાખ (એક્સ શૉ રૂમ) છે, R2 વેરિયન્ટની કિંમત 10.49 લાખ રૂપિયા અને Tata Altroz Racerના R3 વેરિયન્ટની કિંમત 10.99 લાખ રૂપિયા છે.

Tata Altroz Racerના લોન્ચ પર બોલતા ટાટા પેસેન્જર્સ ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના ચીફ કોમર્શિયલ ઓફિસર વિવેક શ્રીવાસ્તવે કહ્યું કે, Altroz લાઇનઅપને મજબૂત કરતા અમે Altroz Racerને લોન્ચને લઈને ખૂબ ઉત્સાહિત છીએ. આ એક એવી કાર જેને રોજીંદા ડ્રાઈવને એડવેન્ચરથી ભરપૂર કરવા માટે ડિઝાઇન કરી છે. આ કારને સેગમેન્ટમાં ઘણા એડવાન્સ ફીચર્સથી લેસ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp