5 સ્ટાર સેફ્ટી, જોરદાર સ્પીડની સાથે આવી રહી છે TATAની નવી જબરદસ્ત કાર

PC: hindustantimes.com

ટાટા મોટર્સ પોતાના વ્હીકલ પોર્ટફોલિયોને સતત મજબૂત કરવામાં લાગ્યું છે. પાછલા વર્ષોમાં કંપનીના વાહનોનું વેચાણ એટલી હદે વધ્યું છે કે દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની હ્યુંદૈને પાછળ છોડવામાં લાગી ગઇ છે.

આ વર્ષે ઓટો એક્સપો દરમિયાન ટાટા મોટર્સે ઘણાં કોન્સેપ્ટની સાથે અમુક નવા મોડલોને પણ શોકેસ કર્યા હતા. જેમાં કંપનીની પ્રખ્યાત પ્રીમિયમ હેચબેક કાર અલ્ટ્રોઝનું નવું રેસર વર્ઝન પણ સામેલ હતું.

હાલમાં જ અલ્ટ્રોઝ રેસર વર્ઝનને ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ કરવામાં આવ્યું છે. ત્યાર પછી આ કારની લોન્ચિંગની ચર્ચાએ જોર પકડી લીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે, કંપની આવતા વર્ષની શરૂઆતમાં આ કારને લોન્ચ કરી શકે છે.

Altroz Racer વર્ઝનને કંપનીએ ખાસ રીતે સ્પીડના શોખીનો માટે તૈયાર કર્યું છે. જેઓ ઓછા ખર્ચે સ્પોર્ટી ડ્રાઈવિંગની મજા લેવા માગે છે. આ ઉપરાંત Altroz Racer સેફ્ટીના મામલામાં પણ પહેલા નંબરે છે. આ કાર રેગ્યુલર અલ્ટ્રોઝ પર જ બેઝ્ડ છે. જેને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર રેટિંગ મળી છે. ભારતીય ઓટો માર્કેટમાં Altroz Racerની સીધી ટક્કર Hyundai i20 N-Line વેરિઅન્ટ સાથે થશે.

નવી Altroz Racer 1.2 લીટર ટર્બો પેટ્રોલ એન્જિનથી સજ્જ છે. જે 120 પીએસ મહત્તમ પાવર અને 170 એનએમ ટોર્ક જનરેટ કરે છે. હાલનું મોડલ 110 પીએસનો પાવર આપે છે. તો હ્યુંડૈની i20 N-Lineનું એન્જિન મહત્તમ 120 પીએસનો પાવર અને 175 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. એવામાં ટાટાની આ કાર i20 N-Lineને ટક્કર આપવામાં સક્ષમ રહેશે.

Altroz Racer રેગ્યુલર અલ્ટ્રોઝની સરખામણીમાં ખાસ્સી અલગ રહેશે. જેમાં બ્લેક-આઉટ રૂફ અને બોનેટ, બ્લોલ બ્લેક ફિનિશવાળા અલોય વ્હીલ અને ઓઆરવીએમ અને ફ્રંટ ફેંડર પર રેસર બેજ આપવામાં આવી રહ્યું છે.

કેબિનમાં આપવામાં આવતા ફીચર્સની વાત કરીએ તો, Altroz Racerમાં લેધર સીટ્સ, એન્ડ્રોઇડ ઓટો અને એપ્પલ કારપ્લેની સાથે 10.2 ઈંચનું ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ યૂનિટ, સનરૂફ, ફાસ્ટ વાયરલેસ ચાર્જિંગ અને રિયર એસી વેન્ટ્સ જેવી પ્રીમિયમ સુવિધાઓ મળશે.

કારની કેબિનને સ્પોર્ટી ફીલ આપવામાં માટે લેધર અપહોલ્સ્ટ્રી પર લાલ દોરાથી સિલાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત એયર પ્યૂરિફાયર, વોઇસ ઈનેબલ્ડ સનરૂફ, ડિજિટલ ઈસ્ટ્રુમેંટ ક્લસ્ટર પણ આપવામાં આવ્યા છે. સાથે જ સેફ્ટી માટે 6 એરબેગ્સ પણ આપવામાં આવ્યા છે.

ખેર, ટાટાની આ કાર 2024ના પહેલા ક્વાર્ટરમાં માર્કેટમાં લોન્ચ થઇ શકે છે. ટાટાએ પહેલાથી જ આ મોડલ માટે ટેસ્ટિંગ શરૂ કરી દીધી છે. આ કારની કિંમત શું રહેશે તેના વિશે હજુ કોઇ જાણકારી સામે આવી નથી. જોકે, એવું માનવામાં આવી રહ્યું છે કે આ કારની શરૂઆતી કિંમત એક્સ-શોરૂમ 10 લાખ રૂપિયા સુધીની હોઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp