ટાટાએ લૉન્ચ કરી કૂપ-સ્ટાઇલ SUV કર્વ, 585Km રેન્જ-15 મિનિટમાં ચાર્જ,કિંમત છે આટલી

PC: ndtv.com

દેશની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક ટાટા મોટર્સે લાંબી રાહ જોવડાવ્યા પછી આખરે સત્તાવાર રીતે તેની બહુપ્રતિક્ષિત કૂપ-શૈલીની ઇલેક્ટ્રિક SUV Tata Curvv EV આજે વેચાણ માટે લોન્ચ કરી છે. આકર્ષક દેખાવ અને શક્તિશાળી પાવરટ્રેનથી સજ્જ, આ ઇલેક્ટ્રિક SUVની પ્રારંભિક કિંમત 17.49 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે.

કંપનીએ Tata Curvv EVને બે અલગ અલગ બેટરી પેક સાથે રજૂ કર્યું છે. તેમાં 55kWh અને 45kWhના બે બેટરી પેક વિકલ્પો છે. કંપની તેની સાથે ફાસ્ટ ચાર્જિંગનો વિકલ્પ પણ આપી રહી છે. કંપનીનો દાવો છે કે, 1.2C ચાર્જિંગ ટેક્નોલોજીની મદદથી આ કાર માત્ર 15 મિનિટમાં એટલી ચાર્જ થઈ શકે છે કે આ કાર તમને 150 Kmની રેન્જ આપશે. તેની બેટરી 70kW ચાર્જર વડે માત્ર 40 મિનિટમાં 10 થી 80 ટકા સુધી ચાર્જ થઈ શકે છે. આ કાર ફૂલ ચાર્જ પર 585 Km સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપશે.

ટાટા મોટર્સનું કહેવું છે કે, Curvv EV અનેક અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. આમાં, કંપનીએ 123kW ક્ષમતાની લિક્વિડ કૂલ્ડ પરમેનન્ટ મેગ્નેટ પાવરફુલ ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કર્યો છે. જેના વિશે કંપનીનો દાવો છે કે, આ SUV માત્ર 8.6 સેકન્ડમાં 0 થી 100 Km પ્રતિ કલાકની સ્પીડ પકડવામાં સક્ષમ છે.

કંપનીએ ટાટા કર્વને તેના નેક્સનની તર્જ પર કેટલીક ઉપયોગી સુવિધાઓથી સજ્જ કર્યું છે. તેમાં વ્હીકલ ટુ વ્હીકલ (V2V) અને વ્હીકલ ટુ લોડ (V2L) ફંક્શન પણ આપવામાં આવ્યું છે. V2V સિસ્ટમની મદદથી તમે એક ઇલેક્ટ્રિક કાર અને બીજી ઇલેક્ટ્રિક કારને પણ ચાર્જ કરી શકો છો. V2Lની મદદથી, તમે તમારી કારમાંથી ઇલેક્ટ્રોનિક ઉપકરણોને પાવર કરી શકો છો. આ કાર Arcade.ev ટેક્નોલોજીથી સજ્જ છે. આ સિવાય કંપનીએ Tata EV Originals પણ લૉન્ચ કરી છે જેના દ્વારા ગ્રાહકો કંપનીની ઑફિશિયલ એક્સેસરીઝ ખરીદી શકે છે.

ટાટા મોટર્સનું કહેવું છે કે, આ કારની કેબિનને પ્રીમિયમ બનાવવા માટે ખાસ કામ કરવામાં આવ્યું છે. તેમાં 6-વે પાવર એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ, પ્રીમિયમ લેધરેટ વેન્ટિલેટેડ સીટ, રેક્લાઈન ફંક્શન સાથે બીજી હરોળની સીટ, કસ્ટમાઈઝેશન સિસ્ટમ સાથે કેબિન મૂડ લાઇટિંગ, 26 cm ડિજિટલ કોકપિટ છે જે મલ્ટી-ડાયલ-વ્યૂ સાથે આવે છે. તેમાં બ્લાઇન્ડ સ્પોટ મોનિટરિંગ સાઇટ, arcade.evની સુવિધા પણ છે જે 20 થી વધુ OTT પ્લેટફોર્મ અને એપ્સને સપોર્ટ કરે છે.

ડ્રાઇવિંગને મનોરંજક બનાવવા માટે, ટાટાએ તેમાં 9 JBL સ્પીકર્સનો સમાવેશ કર્યો છે. આ સિવાય આ SUVમાં મલ્ટીપલ વોઈસ કમાન્ડ સિસ્ટમ પણ આપવામાં આવી છે. જે ભારતની ઘણી પ્રાદેશિક ભાષાઓમાં કમાન્ડ કરે છે. જેમાં હિન્દી, મરાઠી, તમિલ, તેલુગુ અને બંગાળીનો સમાવેશ થાય છે. કર્વ એડવાન્સ સુપિરિયર ડિજિટલ 4-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ સાથે આવે છે, તેમાં પેડલ શિફ્ટર્સ, પાવર્ડ ટેલગેટ, વાયરલેસ ચાર્જરનો પણ સમાવેશ થાય છે.

Tata Curvv EV વેરિઅન્ટ્સ અને કિંમત: ક્રિએટિવ-45kWh (બેટરી પેક)-17.49 લાખ-55kWh (બેટરી પેક)-00, અકમ્પલીસ્ડ-45kWh (બેટરી પેક)-18.49 લાખ-55kWh (બૅટરી પૅક)-19.25 લાખ, અકમ્પલીસ્ડ+S-45kWh (બેટરી પેક)-19.29 લાખ-55kWh (બેટરી પેક)-19.99 લાખ, એમ્પાવર્ડ+ -45kWh (બેટરી પેક)-00 -55kWh (બેટરી પેક)-21.25 લાખ, એમ્પાવર્ડ+A-45kWh (બેટરી પેક)-00 -55kWh (બેટરી પેક)-21.99. (નોંધ: આ તમામ કિંમતો એક્સ-શોરૂમ છે).

તેના અન્ય મોડલ્સની જેમ, ટાટાએ આ SUVને પણ સુરક્ષિત બનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. તેમાં લેવલ-2 એડવાન્સ ડ્રાઇવિંગ આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) સિસ્ટમ આપવામાં આવી છે. આ સિવાય, 6 એરબેગ્સ (સ્ટાન્ડર્ડ તરીકે), 3-પોઇન્ટ ELR સીટબેલ્ટ, સીટ-બેલ્ટ એન્કર પ્રિટેન્શનર, ISOFIX ચાઇલ્ડ સીટ એન્કર, 360-ડિગ્રી સરાઉન્ડ વ્યૂ કેમેરા, ફ્રન્ટ પાર્કિંગ સેન્સર, સ્ટેબિલિટી કંટ્રોલ પ્રોગ્રામ (ESP), ઇમરજન્સી બ્રેકિંગ, JBL સિનેમેટિક ઇન્ફોટેનમેન્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

કંપનીનું કહેવું છે કે, આ ઈલેક્ટ્રિક કારનું પરીક્ષણ હિમાલયની ગોદમાં આવેલા સંદકફૂ જેવા દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં કરવામાં આવ્યું છે, જે લગભગ 11,930 ફૂટ ઉંચી છે. ટાટા મોટર્સને આશા છે કે, આ SUVને ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર રેટિંગ મળશે.

આપણે બધા જાણીએ છીએ કે, ઇલેક્ટ્રિક કાર સાઇલેન્ટ હોય છે. કારણ કે તેમાં કોઈ એન્જિન મિકેનિઝમ નથી અને તે ઇલેક્ટ્રિક મોટર પર ચાલે છે. તેથી તે કોઈપણ પ્રકારનો અવાજ ઉત્પન્ન કરતા નથી. આવી સ્થિતિમાં, ઇલેક્ટ્રિક કાર રસ્તા પર ચાલતા અન્ય રાહદારીઓ માટે જોખમી પણ સાબિત થઈ શકે છે. આ માટે ટાટા મોટર્સે તેની Curvv EVમાં નવી એકોસ્ટિક વ્હીકલ એલર્ટ સિસ્ટમ (AVAS) આપી છે. જ્યારે કાર ધીમી ગતિએ ચાલશે (20 Km/કલાકથી ઓછી), ત્યારે આ અવાજ રાહદારીઓને સંભળાશે. પરંતુ કાર 20 Km પ્રતિ કલાકની સ્પીડ વટાવતા જ આ અવાજ બંધ થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp