ટાટા મોટર્સના ગ્રાહકો માટે ગુડ ન્યૂઝ, કાર માલિકોને મળશે આ મોટો ફાયદો

PC: abplive.com

સર્વત્ર એક ભયનો માહોલ છે અને પોઝિટિવ કેસનો આંકડો ચિંતા વધારી રહ્યો છે. એવામાં ટાટા મોટર્સે પોતાના ગ્રાહકોને થોડી રાહત આપી છે. ટાટાના જે ગ્રાહકોની ફ્રી સર્વિસ એપ્રીલથી તા.30 મે સુધીમાં પૂરી થઈ રહી છે. એ તમામ ગ્રાહકો પોતાની કારની ફ્રી સર્વિસ તા. 30 જુન સુધી કરાવી શકશે. કંપનીએ કોરોના વાયરસની ચેઈન તોડવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને કારણે સર્વિસ ન કરાવી શકનારા લોકોને રાહત આપવા માટે આ નિર્ણય કર્યો છે.

જે કાર માલિકો તા. 30 મે સુધી કાર સર્વિસ નથી કરાવી શક્યા તેઓ હવે તા. 30 જુન સુધીમાં ફ્રીમાં સર્વિસ કરાવી શકશે. ટાટા મોટર્સના જણાવ્યા અનુસાર કોઈ પણ પેસેન્જર વ્હીકલના ગ્રાહકે ગાડીના કિલોમીટર શરત અંતર્ગત પૂરા કરી લીધા છે તો પછી તેમને આ વધારવામાં આવેલી તારીખનો કોઈ ફાયદો નહીં થાય. કંપનીના જણાવ્યા પ્રમાણે લોકડાઉનને કારણે ગાડીની અવરજવર પર મોટી બ્રેક લાગી છે. તેથી ગ્રાહકો પોતાની કાર સર્વિસ સેન્ટર સુધી પહોંચાડી શકતા નથી. જેથી ગાડી પર કોઈ દેખરેખ થતી નથી. ટાટા મોટર્સના કસ્ટમર કેર ચીફ ડિંપલ મ્હેતાએ કહ્યું હતું કે, જ્યારે પણ વોરંટી અને ફ્રી સર્વિસનો સમય હશે તો કંપનીની પોલીસી અનુસાર એને એક્સટેન્ડ કરી દેવામાં આવશે. અમે અમારા ગ્રાહકોના સપોર્ટ માટે હંમેશા આગળ રહ્યા છીએ અને સતત આગળ રહીશું. આ કારણે અમે એપ્રિલ અને મેની વોરંટી તેમજ ફ્રી સર્વિસને એક્સટેન્ડ કરી દીધી છે. થોડા સમય પહેલા ટાટા કંપનીએ એક એવું પણ એલાન કર્યું હતું કે, કંપનીએ ગ્રાહકો, ડીલર્સ અને સપ્લાયર્સ માટે એક બિઝનેસ એજીલિટી પ્લાન શરૂ કર્યો છે.

કંપનીએ સ્પષ્ટતા કરી છે કે, ઘણા રાજ્યમાં લોકડાઉન તો ક્યાંય નાઈટ કર્ફ્યૂ લાગુ છે. સમયાંતરે એમાં સમય મર્યાદા લંબાઈ રહી છે. જેની અસર લોકોની કાર પર પડી રહી છે. આ હેતુંને ધ્યાને રાખીને રાહત આપવામાં આવી છે. ખાસ કરીને જેની નવી જ કાર છે એવા ગ્રાહકોએ કારને લઈને ચિંતા કરવાની જરૂર નથી. એમની ફ્રી સર્વિસ તથા ચેકઅપ કંપની પોલીસી અનુસાર થઈ રહેશે. આ ઉપરાંત ટાટા મોટર્સે અગાઉ એવું એલાન કર્યું હતું કે, તે પોતાનું સર્વિસ નેટવર્ક વધારશે. 400 થી વધારે નાના-મોટા સેન્ટર્સમાંથી કંપનીની સર્વિસ મળી રહેશે. હવે કંપની પાસે આખા દેશમાં નાના-મોટા સેન્ટર પર થઈને કુલ 608 કંપની બેઝ સર્વિસ સેન્ટર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp