ભારતમાં આ વર્ષે આ કંપની 4 નવી ઇલેક્ટ્રિક કાર કરશે લોન્ચ

PC: twitter.com

ભારતીય ઇલેક્ટ્રિક કાર માર્કેટમાં ટાટા મોટર્સની બાદશાહી નજરે પડે છે અને આ દેશી કંપની Nexon EV, Tiago EV, Tigor EV સાથે જ બ્રાન્ડ ન્યૂઝ Punch EVના માધ્યમથી ગ્રાહકોનું દિલ જીતી રહી છે. જો કે, આ બધા વચ્ચે ટાટા મોટર્સનું અનુમાન છે કે આ વર્ષે ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો (EV)નો વૃદ્ધિ દર ઘટીને 40-45 ટકા રહી જશે. આખરે ટાટા મોટર્સનું એમ કેમ કહેવું છે કે જ્યારે તે ઇલેક્ટ્રિક વ્હીકલ માર્કેટની સૌથી મોટી ખેલાડી છે, ચાલો વિસ્તારથી જાણીએ.

ટાટા મોટર્સ પેસેન્જર્સ વ્હીકલ લિમિટેડ અને ટાટા પેસેન્જર્સ ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શૈલેષ ચંદ્રાનું કહેવું છે કે કંપની આ વર્ષે વધુ 4 EV મોડલ રજૂ કરવાની યોજના બનાવી રહી છે. આ પ્રયાસમાં નવી Punch EV પણ લોન્ચ કરવામાં આવી છે. જો કે, તેમનું એમ પણ કહેવું છે કે ઈન્ડસ્ટ્રીમાં EVનો ગ્રોથ ભલે સ્થિર હશે, પરંતુ ટાટા મોટર્સને ઇન્ડસ્ટ્રીની EVની વૃદ્ધિ દરની તુલનામાં તેજીથી વધવાની આશા છે.

શૈલેષ ચંદ્રાએ કહ્યું કે, 2 વર્ષ અગાઉ EVનો બેસ ઇફેક્ટ થયો હતો. ગત કેલેન્ડર વર્ષમાં તેમાં લગભગ 100 ટકાની વૃદ્ધિ થઈ હતી, પરંતુ હવે આધાર મોટો થઈ રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના અંત સુધી એ લગભગ 90 હજારથી એક લાખ સુધી થઈ જશે. આ ઉચ્ચ આધાર પર મને લાગે છે કે વૃદ્ધિ લગભગ 40 ટકાથી 45 ટકા સુધી રહી જશે. ટાટા પેસેન્જર્સ ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના MDએ કહ્યું કે, જ્યાં સુધી ટાટા મોટર્સની વાત છે તો 5 EV પ્રોજેક્ટ્સની રજૂઆત સાથે કંપની ઇન્ડસ્ટ્રીના વૃદ્ધિ દરને મ્હાત આપવાની સ્થિતિમાં છે.

ટાટા મોટર્સના કુલ વેચાણમાં EVની હિસ્સેદારી પર પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, હાલમાં એ 12-15 ટકા વચ્ચે છે. તેમણે કહ્યું કે, અમે ICEમાં પણ વધી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે ટાટા મોટર્સે વર્ષ 2023માં કુલ 69,153 ઇલેક્ટ્રિક વાહન વેચ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp