24 લાખની કાર માલિકને ચાવી મળતા જ થઈ 45 લાખ રૂપિયાની, જાણો કઈ રીતે

PC: toyotabharat.com

જેટલી મોટી કાર, એટલો વધુ ટેક્સ. આથી ભારતમાં મોટી કાર ખરીદવી સરળ વાત નથી. તમે ટેક્સ સ્ટ્રક્ચરને જુઓ તો તમને વિશ્વાસ જ નહીં થશે. પરંતુ, સત્યથી તમે મોઢું ના ફેરવી શકો. જો 24 લાખની કાર ઘરે પહોંચતા-પહોંચતા 45 લાખ રૂપિયા કરતા વધુ કિંમતની થઈ જાય, તો દરેક વ્યક્તિને આશ્ચર્ય થવુ સ્વાભાવિક છે. 24 લાખથી ડાયરેક્ટ 45 લાક સુધી કિંમત પહોંચવામાં ટેક્સનું ઘણુ વધુ યોગદાન છે. અહીં તમને જણાવવામાં આવ્યું છે કે, કઈ રીતે 24 લાખ રૂપિયાની Toyota Fortunerની કિંમત ગ્રાહકોને ચાવી મળવા સુધીમાં વધીને 45 લાખ રૂપિયા કરતા વધુ થઈ જાય છે.

મુંબઈમાં Toyota Fortunerના એક મોડલની કિંમત એટલે કે ટેક્સ વિના કિંમત 24.11 લાખ રૂપિયા હતી, જેના પર 28 ટકા GST (14% CGST+ 14% SGST) લગાવવામાં આવે છે, જે 675172 રૂપિયા થાય છે. ત્યારબાદ આ SUV પર 22 ટકા (Compensation Cess) જોડવામાં આવે છે, જે 530493 રૂપિયા જેટલો છે. આ બંને ટેક્સનો સરવાળો કરવામાં આવે તો 24 લાખની Toyota Fortuner પર 12 લાખ 5 હજાર રૂપિયા માત્ર ટેક્સ લગાવવામાં આવ્યો છે. GST અને ક્ષતિપૂર્તિ સેસ લાગ્યા બાદ Toyota Fortunerની કિંમત 24.11 લાખ રૂપિયાથી વધીને 36.17 લાખ રૂપિયા થઈ જાય છે. જે તેની એક્સ શો-રૂમ પ્રાઈઝ છે. એટલે કે ટોટલ 50 ટકા ટેક્સ વસૂલવામાં આવ્યો છે.

આ ઉપરાંત, ગ્રાહકે રજિસ્ટ્રેશન ફી ચુકવવી પડે છે. તે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO) પ્રમાણે નક્કી કરવામાં આવે છે. અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ રજિસ્ટ્રેશન ચાર્જ વસૂલવામાં આવે છે. જો મહારાષ્ટ્રની વાત કરીએ તો મુંબઈમાં Toyota Fortunerની એક્સ શો-રૂમ પ્રાઈઝ 36.17 લાખ રૂપિયા છે, જેના પર RTO તરફથી કુલ ટેક્સ 7.57 લાખ રૂપિયા લાગે છે. આ ઉપરાંત, 1 ટકા TCS લાગે છે, જે 10 લાખ રૂપિયા કરતા વધુ કિંમતની કારો પર લગાવવામાં આવે છે. ત્યારબાદ ઈન્શ્યોરન્સ સહિત બીજા ચાર્જ જોડવામાં આવે તો ગાડીની ઓન રોડ પ્રાઈઝ 45.06 લાખ રૂપિયા થઈ જાય છે. આ રીતે ગ્રાહકે 24.11 લાખ રૂપિયાની Toyota Fortuner પર 21 લાખ રૂપિયા ટેક્સ અને RTO ચુકવવો પડે છે. જે ખૂબ જ મોટી રકમ છે. જોકે, નાની ગાડીઓ પર Compensation Cess ઓછો વસૂલવામાં આવે છે.

હાલના સમયમાં તમામ પેટ્રોલ-ડીઝલ કારો પર 18 ટકાથી 28 ટકા સુધી GST વસૂલવામાં આવે છે. હેચબેક ગાડીઓ પર 18 ટકા GST વસૂલવામાં આવે છે. લક્ઝરી કારો પર 28 ટકાના GSTનું પ્રાવધાન છે. આ ઉપરાંત, સિડાન વાહનો પર 22 ટકા અને SUV પર પણ 22 ટકાનો સેસ લાગે છે. કુલ ટેક્સને જોઈએ તો લક્ઝરી વાહનો પર કુલ મળીને 50 ટકા ટેક્સ થાય છે. જણાવી દઈએ કે, કારોની સાઈઝ અને કિંમત પ્રમાણે ટેક્સ નક્કી કરવામાં આવે છે. ટેક્સ ઉપરાંત, ગાડીઓ પર RTO ચાર્જ લગાવવામાં આવે છે. અલગ-અલગ રજિસ્ટ્રેશન ચાર્જ વસૂલવામાં આવે છે. ઘણા રાજ્યોમાં લક્ઝરી વાહનો પર રજિસ્ટ્રેશનની કિંમત ખૂબ જ વધુ છે. જેને સતત ઓછો કરવાની માગ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp