પહેલી આત્મનિર્ભર કાર આવી ગઇ, પેટ્રોલ-ડીઝલથી નહીં પણ CBG પર ચાલશે, શું છે જાણી લો

PC: news18.com

વાહનોમાંથી ઉત્સર્જન ઘટાડવા માટે દુનિયાભરમાં ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઘણા દેશો આગામી કેટલાક વર્ષોમાં પેટ્રોલ અને ડીઝલ પર ચાલતા વાહનોને તબક્કાવાર બંધ કરવા જઈ રહ્યા છે. તેથી ઘણા દેશોમાં વૈકલ્પિક ઈંધણ પર વાહનો ચલાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જે દેશોમાં ઈલેક્ટ્રિક વાહનો માટે પર્યાપ્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત નથી ત્યાં CNG અને ઈથેનોલ જેવા ઓછા ઉત્સર્જન ઈંધણ પેટ્રોલ અને ડીઝલની જગ્યા લઇ રહ્યા છે.

વૈકલ્પિક ઇંધણથી વાહનો ચલાવવના પ્રયાસમાં દેશ-દુનિયાની અનેક ઓટોમોબાઇલ કંપનીઓ આગળ રહી છે. તાજેતરમાં જાપાનની ઓટોમોબાઇલ જાયન્ટ સુઝુકીએ એ એક એવી કાર રજૂ કરી છે જે ચલાવવા માટે પેટ્રોલ, ડીઝલ અને ઇથોનોલની કોઇ જરૂરત નથી. એટલું જ નહી પણ આ કાર ચલાવવા માટે CNGની પણ જરૂરત પડતી નથી.

જાપાનમાં ટોક્યો ઓટો શોમાં સુઝુકી દ્વારા રજૂ કરાયેલ વેગનઆર કોમ્પ્રેસ્ડ બાયો ગેસ (CBG) પર ચાલે છે, જે કચરો અને ગાયના છાણમાંથી એટલે કે ગોબરમાંથી તૈયાર કરવામાં આવે છે. એટલે કે, આ એક સંપૂર્ણ આત્મનિર્ભર કાર છે જે પેટ્રોલ, ડીઝલ અથવા CNG પર નહીં પરંતુ કોમ્પ્રેસ્ડ બાયો ગેસ (CBG) જેવા સસ્તામાં ઉત્પાદિત એન્જિન પર ચલાવી શકાય છે, જેના માટે સરકારને અન્ય દેશોમાંથી આયાત કરવાની જરૂર રહેશે નહીં. આવા વાહનોનો ઉદ્દેશ્ય પેટ્રોલિયમ બળતણનો વપરાશ ઘટાડીને પ્રદૂષણ ઘટાડવાનો છે.

CNG (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ)ની જેમ CBG (કોમ્પ્રેસ્ડ બાયો ગેસ)નો ઉપયોગ એન્જિન ચલાવવા માટે થઈ શકે છે. CNG પેટ્રોલિયમ સ્ત્રોતોમાંથી મેળવવામાં આવે છે, જ્યારે CBG ખેતીમાંથી નિકળેલા કચરા,ગાયના ગોબર, મ્યુનિસિપલ કચરો જેવા કાર્બનિક પદાર્થોના ડિંક્પોઝ થવાથી પ્રાપ્ત થાય છે.

ડીંક્પોઝની પ્રક્રિયા પછી, બાયોગેસ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડવા માટે શુદ્ધિકરણ પ્રક્રિયામાંથી પસાર થાય છે જે ઇંધણમાં મિથેનનું પ્રમાણ વધારે છે અને આ રીતે ગેસને વાહનો ચલાવવા માટે યોગ્ય બનાવે છે.

CBG જૈવિક સ્ત્રોતોમાંથી મેળવવામાં આવતું હોવાથી, ડીંક્પોઝ પછી ઉત્પન્ન થતા કચરાના ઉત્પાદનનો ઉપયોગ કૃષિ હેતુઓ માટે કરી શકાય છે. 2020 માં, તત્કાલિ ઓએલ એન્ડ ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે દેશે 2023 સુધીમાં 5,000 ડીંકપોઝિશન પ્લાન્ટમાંથી 15 મિલિયન ટન બાયોગેસનું ઉત્પાદન કરવા માટે 24 બિલિયન ડોલર(આશરે રૂ. 200 કરોડ)નું રોકાણ કરવાની યોજના બનાવી છે.

આ પગલાને કારણે ભારતને ઇંધણની આયાત પર કાપ મુકવામાં મદદ મળશે. હાલમાં ભારત પોતાની સ્થાનિક માંગને પહોંચી વળવા માટે મોટી માત્રામાં CNG આયાત કરે છે.

વેગનઆર CBGને મારુતિ સુઝુકી ઇન્ડિયાએ ભારતમાં જ ડેવલપ કરી છે. કંપની 2022થી વેગનઆર CBG પર કામ કરી રહી છે.

ડિસેમ્બર 2022 માં, મારુતિ સુઝુકીએ ફ્લેક્સ-ફ્યુઅલ વેગનઆર પ્રોટોટાઇપ પણ રજૂ કર્યું હતું જે E20 ઇંધણ પર ચાલી શકે છે. થોડા મહિના પહેલા કંપનીના ચેરમેન આરસી ભાર્ગવે કહ્યું હતું કે માત્ર EV પર આધાર રાખવાને બદલે હાઇબ્રિડ ટેક્નોલોજી, CBG અને CNGનો ઉપયોગ દેશમાં કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં મદદ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp