iCloud dataને લઈને iPhone યુઝર્સ માટે મોટા સમાચાર
સ્માર્ટફોન યુઝર તરીકે તમારો સૌથી મોટો ડર કયો હશે? ફોન ક્યાંક પડી ન જાય, કેમેરા તૂટવો ન જોઈએ કે ફોન ચોરી ન થવો જોઈએ. પરંતુ સૌથી મોટો ડર તો કંઈક અલગ જ હોય છે. ફોનમાં રહેલા ડેટા ડિલીટ થઇ જવાનો ડર. આ ડરનો પણ એક મોટો ભાઈ છે. ફોનમાંથી ડેટા ડિલીટ થઈ ગયો તો થઇ ગયો, પણ જો ક્લાઉડ બેકઅપમાંથી પણ ઉડી ગયો તો... અમને ખાતરી છે કે, આટલું વાંચ્યા પછી, તરત જ તમે બધું કામ છોડીને તમારા ફોનના બેકઅપ પર નજર મારી હશે. જો તમે ફોનના સ્ક્રીન પર 'બેકઅપ રિસન્ટલી' જોયું હશે તો તમે રાહતનો શ્વાસ લીધો હશે.
આ પછી તમે વિચાર્યું હશે કે, અમે તમને કેટલીક ડેટા બેકઅપ ટ્રિક અથવા પ્લાન જણાવવા જઈ રહ્યા છીએ. જી નહીં સર, અમે તમને ચેતવણી આપવા જઈ રહ્યા છીએ કે, તમારા પ્રિય iPhoneના iCloudમાં સેવ કરેલો ડેટા ડિલીટ થવા જઈ રહ્યો છે. પરંતુ આ કોઈપણ બગ અથવા વાયરસને કારણે થશે નહીં. પરંતુ ખુદ એપલ કંપની પોતે આ કરવા જઈ રહ્યું છે.
તમે તારીખ નોંધી લો. ડિસેમ્બર 18, 2024 જ્યારે Apple તમારા iCloud એકાઉન્ટમાં સાચવેલ ડેટાને કાઢી નાખશે. કાઢી નાખવું એટલે સંપૂર્ણ રીતે કાઢી નાખવું. કોઈ રિસાયકલ બિનમાંથી રીસ્ટોર કરવાનો પણ કોઈ વિકલ્પ રહેશે નહીં. તમારી એપ્સ iPhone, iPad, MacBook જેવા કોઈપણ ઉપકરણ પર હોઈ શકે છે. જો તમે હજુ પણ iOS 8 અથવા પહેલાની ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો, આ તારીખે ડેટા ઉડી જશે. તમે આ બધું બરાબર વાંચી રહ્યા છો. અમે લગભગ દસ વર્ષ પહેલાં રિલીઝ થયેલા OS વિશે વાત કરી રહ્યા છીએ. તેને વર્ષ 2014માં રિલીઝ કરવામાં આવ્યું હતું.
એપલ ડેટા ડિલીટ કરી રહ્યું છે, પરંતુ આમાં એક સારી વાત પણ છે. કંપની હજુ પણ દસ વર્ષ જૂના ઉપકરણોને સપોર્ટ કરી રહી છે. આ તે જ વાત છે જે તેને અન્ય કંપનીઓથી અલગ બનાવે છે. વખાણ થઈ ગયા, હવે અમે તમને આ સમસ્યાનો ઉકેલ જણાવીએ. હવે, જો તમે ખરેખર આવા જૂના ઉપકરણનો ઉપયોગ કરી રહ્યાં છો, તો વહેલી તકે સેટિંગ્સ પર જાઓ. સોફ્ટવેર અપડેટમાં, તમને iOS 9 અથવા તેનાથી ઉપરનું વર્ઝન મળશે. તેને અપડેટ કરી લો. બસ તમારે આટલું જ કરવાનું છે. તમારો iCloud ડેટા સુરક્ષિત રહેશે. ત્યાં સુધી કે, જ્યાં સુધી કંપની તમને આ સંસ્કરણમાંથી પણ બહાર નીકળવાનું ન કહે ત્યાં સુધી.
બસ એક વાત ધ્યાનમાં રાખો. સોફ્ટવેર અપડેટ કરતા પહેલા ફોનનો બેકઅપ જરૂરથી લઇ લો.
જો તમે જૂનું ઉપકરણ રાખી રહ્યાં છો, તો હવે તેને બદલવાનો સમય આવી ગયો છે. તમારા સોફ્ટવેરને અપડેટ કરવાથી અથવા મેન્યુઅલ બેકઅપ બનાવવાથી તમારો ડેટા સુરક્ષિત રહેશે. 18મી ડિસેમ્બર નજીકમાં જ છે, તેથી ઉપરની પ્રક્રિયા કરવા માટે વધુ રાહ જોશો નહીં. તમારી મહત્વપૂર્ણ ફાઇલો અને સેટિંગ્સ સાચવો, પછી ભલે તે અપડેટ દ્વારા હોય કે મેન્યુઅલ બેકઅપ સાથે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp