Toyota Rumion CNGના બુકિંગ પર કંપનીએ લગાવ્યો અસ્થાયી પ્રતિબંધ, જાણો શું છે કારણ

PC: punjabkesari.in

ટોયોટા કિર્લોસ્કર મોટર (TKM)એ અધિકૃત રીતે પુષ્ટિ કરી છે કે, તેણે લાંબા સમયથી બાકી રહેલા બેકલોગને કારણે Rumion (Toyota Rumion CNG)ની CNG આવૃત્તિ માટે બુકિંગ સ્વીકારવાનું અસ્થાયી રૂપે બંધ કરી દીધું છે. રીબેજ્ડ મારુતિ અર્ટિગાને ગયા મહિને ટોયોટા દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું, જ્યારે તેની કિંમતો આ મહિનાની શરૂઆતમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી હતી. CNG સિવાય તેની પેટ્રોલ એડિશનનું બુકિંગ પહેલાની જેમ જ ચાલુ છે.

ત્રણ વ્યાપક ટ્રીમ સ્તરો (S, G અને V)માં આવતા, Rumionએ ઇનોવા ક્રિસ્ટા અને ઇનોવા હાઇક્રોસ પછી જાપાનીઝ કાર નિર્માતાની લાઇનઅપમાં ત્રીજી MPV છે. તે મારુતિ અર્ટિગાના સ્પેક્સ, ડિઝાઇન અને ફીચર્સ શેર કરે છે, જેના પર તે આધારિત છે. જો કે, Rumionનું CNG વર્ઝન ફક્ત બેઝ S ટ્રિમ સાથે જ ઉપલબ્ધ છે.

ફીચર્સ વિશે વાત કરીએ તો, Toyota Rumionમાં, કંપનીએ એન્ડ્રોઇડ ઓટો અને Apple CarPlay કનેક્ટિવિટી સાથે 7-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, ક્રૂઝ કંટ્રોલ, ચાર સ્પીકરવાળું મ્યુઝિક સિસ્ટમ, કીલેસ એન્ટ્રી, LED ટેલલાઇટ અને પેડલ શિફટર્સ જેવા ઘણા ફીચર્સ આપવામાં આવ્યા છે.

Toyota Rumionમાં ઉપલબ્ધ સુરક્ષા સુવિધાઓમાં ચાર એરબેગ્સ, EBD સાથે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, હિલ હોલ્ડ આસિસ્ટ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, રીઅર પાર્કિંગ કેમેરા અને ISO ફિક્સ્ડ ચાઈલ્ડ સીટ એન્કર જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.

Rumion CNGને પાવર આપવાવાળા 1.5-લિટરના 4-સિલિન્ડર એન્જિન છે, જે 87 bhp અને 121.5 Nmનો પીક ટોર્ક ઉત્પન્ન કરે છે. તે માત્ર 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે આવે છે. તેના પેટ્રોલ અવતારમાં, આ મોટર 102 bhp અને 137 Nmનો પીક ટોર્ક ઉત્પન્ન કરે છે, જ્યારે તે 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે પણ ઉપલબ્ધ છે.

બુકિંગ પર કામચલાઉ રીતે અટકાવવા પર, કંપનીએ જણાવ્યું હતું કે, 'અમે આ વર્ષે ઑગસ્ટમાં નવી ટોયોટા રુમિયન લૉન્ચ કરી હતી અને B-MPV સેગમેન્ટમાં ટોયોટા વાહનની રાહ જોઈ રહેલા અમારા ગ્રાહકો તરફથી તેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. અમે ઓલ ન્યૂ ટોયોટા રુમિયન માટે વધતી પૂછપરછ અને સારી બુકિંગ જોઈને ઉત્સાહિત છીએ.'

તેમણે જણાવ્યું હતું કે, માંગ અમારી અપેક્ષાઓ કરતાં વધી ગઈ છે, પરિણામે તમામ પ્રકારના ઉપકરણ માટે ડિલિવરીનો સમય લંબાઈ ગયો હતો, ખાસ કરીને E-CNG વિકલ્પ માટે. આનાથી અમને લાંબા સમય સુધી રાહ જોવાના સમયગાળાને કારણે ગ્રાહકોને અસુવિધા ન થાય તે માટે E-CNG વિકલ્પનું બુકિંગ અસ્થાયી રૂપે બંધ કરવાની જરૂર પડી છે. જોકે, ટોયોટા MPVના પેટ્રોલ-સંચાલિત (નિયોડ્રાઈવ) વેરિઅન્ટ્સ માટે બુકિંગ સ્વીકારવાનું ચાલુ રાખેલું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp