50 વર્ષનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ થશે, સાડા સાત મિનિટ સુધી અંધારું છવાયેલું રહેશે

PC: twitter.com

સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વારંવાર થાય છે. તેવી જ રીતે વર્ષ 2024નું પૂર્ણ સૂર્યગ્રહણ 8મી એપ્રિલે થવાનું છે. સામાન્ય રીતે દર 6 વર્ષે સૂર્યગ્રહણ થતું હોય છે, પરંતુ આ વખતે અવકાશમાં બનતી આ ખગોળીય ઘટના અગાઉના સૂર્યગ્રહણ કરતા તદ્દન અલગ છે.

8 એપ્રિલના રોજ થનારું સૂર્યગ્રહણ ઘણી રીતે ખાસ બનવાનું છે. એક રિપોર્ટ અનુસાર આ સૂર્યગ્રહણ છેલ્લા 50 વર્ષમાં સૌથી લાંબુ પૂર્ણ સૂર્યગ્રહણ હશે. આ સમય દરમિયાન, ચંદ્ર સૂર્યના સમગ્ર એરિયાને ઢાંકી દેશે અને દિવસ દરમિયાન અંધકાર છવાઈ જશે. ગ્રહણના એક દિવસ પહેલા જ ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક આવી જશે અને બંને વચ્ચેનું અંતર ફક્ત 3 લાખ 60 હજાર કિલોમીટરનું થઇ જશે. ગ્રહણના દિવસે સૂર્યથી પૃથ્વી અને ચંદ્રનું સરેરાશ અંતર લગભગ 15 કરોડ કિલોમીટર હશે.

આ કારણે, કુલ સૂર્યગ્રહણ લગભગ 7.5 મિનિટ સુધી ચાલશે. તે બપોરે 2:14 થી શરૂ થશે અને 2:22 સુધી ચાલુ રહેશે. છેલ્લે વર્ષ 2017માં સૂર્યગ્રહણ થયું હતું. પરંતુ 2017નું સૂર્યગ્રહણ આ વર્ષના સૂર્યગ્રહણથી તદ્દન અલગ છે. આ પોતે જ એક દુર્લભ ઘટના છે. આ પહેલા 1973માં આફ્રિકન ખંડમાં આટલું લાંબુ સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું.

સંપૂર્ણ સૂર્યગ્રહણ દક્ષિણ પેસિફિક મહાસાગરથી શરૂ થશે. તે ઉત્તર અમેરિકા અને મેક્સિકોમાંથી પસાર થશે અને કેનેડા પહોંચશે. તે કોસ્ટા રિકા, ક્યુબા, ડોમિનિકા, ફ્રેન્ચ પોલિનેશિયા અને જમૈકા જેવા દેશોમાં પણ આંશિક રીતે દેખાશે. આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, કારણ કે અહીં રાત હશે.

વર્ષ 2024માં કુલ બે સૂર્યગ્રહણ થશે. બીજું સૂર્યગ્રહણ ગાંધી જયંતિના દિવસે 2 ઓક્ટોબરે થશે. તે વલયાકાર સૂર્યગ્રહણ હશે, જેમાં રિંગ ઓફ ફાયર પણ દેખાશે. આ સૂર્યગ્રહણ આર્જેન્ટિના અને ચિલી જેવા દક્ષિણ અમેરિકાના દેશોમાં દેખાશે. તે દક્ષિણ અમેરિકા, એન્ટાર્કટિકા અને પેસિફિક મહાસાગરમાં પણ આંશિક રીતે દેખાશે. સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય કારણ કે ત્યારે અહીં રાત હશે.

સૂર્યગ્રહણ એ એવી સ્થિતિ છે, જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે. આ કારણે, સૂર્યની છબી થોડા સમય માટે ચંદ્રની પાછળ ઢંકાયેલી રહે છે, આને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. આ સિવાય 25 માર્ચ અને 18 સપ્ટેમ્બરે ચંદ્રગ્રહણ પણ જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp