ચંદ્રના એ ટુકડાને અમેરિકાના એસ્ટ્રોનેટ ધરતી પર લાવેલા અને NASAએ ભારતને આપેલો

PC: zeenews.india.com

ભારતે બુધવારે ઇતિહાસ રચી દીધો છે. 23 ઓગસ્ટ 2023ના દિવસે સાંજે 6 વાગ્યે અને 4 મિનિટે ભારતના ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરી દીધું હતું. આ મૂન મિશન પર માત્ર ભારતની જ નહીં, પરંતુ દુનિયાભરના વૈજ્ઞાનિકોની નજર હતી.ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડિંગ કરનારો ભારત પહેલો દેશ બની ગયો છે. પરંતુ અમે તમને એ વાતની જાણકારી આપીશું કે ચંદ્રના ટુકડાને સૌથી પહેલા અમેરિકાના એસ્ટ્રોનેટ ધરતી પર લાવેલા અને પછી એ મૂન સ્ટોનને ભારતને આપી દેવામાં આવ્યો હતો.

બધા જાણે છે કે ચંદ્ર પર પહેલું પગલું નીલ આર્મસ્ટ્રોંગ અને એડવિન એલ્ડ્રિને રાખ્યું હતું. જ્યારે તે પૃથ્વી પર પાછા ફર્યા ત્યારે તેમની સાથે 22 કિલો મૂનસ્ટોન અને માટી હતી. એ પછી અમેરિકાની સ્પેસ એજન્સી National Aeronautics and Space Administration (NASA)એ મૂન સ્ટોન અને માટીના સેમ્પલને દુનિયાની અલગ-અલગ સ્પેસ એજન્સીઓને આપી દીધા હતા. એમાં ભારતને પણ એક ટુકડો મળ્યો હતો. જેને મુંબઇની ટાટા ઇન્સ્ટિટયૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ(TIFR)માં રાખવામાં આવ્યો હતો.

અમેરિકાએ વર્ષ 1969માં એપોલો-11ને ચંદ્રના અભ્યાસ માટે મોકલ્યું હતું. જ્યારે બંને એસ્ટ્રોનેટ નીલ આર્મસ્ટ્રોંગ અને એડવિન એલ્ડ્રિન 24 જુલાઇએ ચંદ્ર પરથી પાછા આવ્યા ત્યારે તેમની સાથે 21.7 કિલોના સેમ્પલ હતા, જેને NASA બધી સ્પેસ એજન્સીઓને આપી દીધા હતા, જેમાં ભારતને 100 ગ્રામનો એક મૂન સ્ટોન મળ્યો હતો.

ભારતના વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે આ મૂન સ્ટોનની મદદથી તેઓ હાઇ એનર્જિ સેક્ટરનો સ્ટડી કરવામાં આવે છે. પહેલા આ મૂન સ્ટોનને મુંબઇની ટાટા ઇન્સ્ટિટયૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ અત્યારે આ સ્ટોન અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબમાં રાખવામાં આવ્યો છે. ભારતે NASAને એક તૃત્યાંશ હિસ્સો પહેલાં જ પરત આપી દીધો હતો. આ મૂન સ્ટોનના સેમ્પલને કડી સુરક્ષા હેઠળ એક જારમાં રાખવામાં આવ્યો છે.

જ્યારે પણ NASA પાસેથી ચંદ્રનો સેમ્પલ લેવામાં આવે છે, ત્યારે તેને નિશ્ચિત સમય પછી પરત કરવાનો હોય છે. પરંતુ નાસાએ ભારતને તેને રાખવાની મંજૂરી આપી છે. પરંતુ ચંદ્રના આ ટુકડાને રાખવા માટે NASA દ્વારા ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે. આ નમૂનાને કોઈ સીધો સ્પર્શ કરી શકે નહીં. દર ત્રણ વર્ષે નાસા તરફથી પરવાનગી રિન્યુ કરાવવી પડે છે. ભારત દર 3 વર્ષે  NASA પાસેથી પરમિશન રિન્યૂ કરાવે છે, જેથી વધારેને વધારે જાણકારી મેળવી શકાય. આજે જ્યારે ભારતનું ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર સફળતા પૂર્વક લેન્ડ થઇ ગયું છે ત્યારે કેટલેક અંશે એ સફળતામાં આ મૂન સ્ટોનનો પણ હાથ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp