ટાટા સફારીનો નવો અવતાર બદલશે ડ્રાઇવિંગ અનુભવ, જાણો શું છે ખાસ ફિચર્સ

PC: indiatoday.in

ટાટા મોટર્સ તેના વ્હિકલ પોર્ટફોલિયોને ઝડપથી અપડેટ કરી રહી છે, તાજેતરમાં જ કંપનીએ તેની નવી Tiago EV બજારમાં લોન્ચ કરી છે. હવે સમાચાર આવી રહ્યા છે કે આવતા વર્ષે માર્કેટમાં Tata Safariનું નવું ફેસલિફ્ટ વર્ઝન રજૂ કરવામાં આવશે. નવી અપડેટેડ સફારીમાં ઘણી અદ્યતન સુવિધાઓ શામેલ થવાની અપેક્ષા છે, તાજેતરમાં તેનુ નવુ મોડલને ટેસ્ટિંગ દરમિયાન જોવામાં આવ્યું છે.

જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો નવી ટાટા સફારીમાં કંપની એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. આ SUV જાન્યુઆરી 2023માં યોજાનાર ઓટો એક્સપો દરમિયાન રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. જો આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, તો તે ટાટા મોટર્સનું પહેલું વાહન હશે, જેમાં આ ટેક્નોલોજી જોવા મળશે.

નવી સફારીના એક્સટીરિયર અને ઈન્ટીરિયરમાં પણ કોસ્મેટિક ફેરફારો જોવા મળશે. જણાવવામાં આવી રહ્યું છે કે તેમાં કેટલાક નવા ફીચર્સ સાથે ડિજિટલ ડ્રાઈવર ડિસ્પ્લે, મોટી ટચસ્ક્રીન ઈન્ફોટેંમેન્ટ સિસ્ટમ, વાયરલેસ કનેક્ટિવિટી, 360-ડિગ્રી સરાઉન્ડ-વ્યૂ કેમેરા જેવા ફીચર્સ પણ સામેલ કરી શકાય છે. આ સિવાય આ SUVમાં હાલના ફીચર્સ આપવામાં આવશે.

એન્જિન મિકેનિઝમમાં કોઈપણ ફેરફાર થવાની શક્યતાઓ નથી. આ SUVમાં કંપની પહેલાની જેમ જ 2.0-લિટરની ક્ષમતાના ટર્બો-ડીઝલ એન્જિનનો ઉપયોગ કરશે, જે 170PS પાવર અને 350Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર અને ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવે છે.

એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ એ મૂળ રીતે ઈલેક્ટ્રોનિક ટેક્નોલોજીનું એક ગ્રુપ છે જે ડ્રાઈવિંગ અને પાર્કિંગ કરતી વખતે ડ્રાઈવરોને મદદ કરે છે. માનવ-મશીન ઇન્ટરફેસ દ્વારા ADAS ટેક્નોલોજી કાર અને માર્ગ સુરક્ષા બંનેને વધારે છે. ખરેખર ADAS નજીકના અવરોધો અથવા ડ્રાઇવરની ભૂલોને શોધવા અને તે મુજબ પ્રતિક્રિયા આપવા માટે સેન્સર અને કેમેરા જેવી ઓટોમેટિક ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે.

નવા અપડેટ્સ અને ટેક્નોલોજીના ઉમેરા બાદ આશા છે કે તેની કિંમતમાં થોડો વધારો જોવા મળે. જો કે, આની પુષ્ટિ કરવા માટે અમારે SUVના લોન્ચની રાહ જોવી પડશે. વર્તમાન મોડલની કિંમત 15.45 લાખ રૂપિયાથી લઈને 23.76 લાખ રૂપિયા સુધીની છે. આ SUV ઘણાં વિવિધ વેરિયન્ટ્સમાં આવે છે, જેમાં વિવિધ ફિચર્સ અને ટેક્નોલોજી વિકલ્પો મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp