દુનિયાનો પહેલો ઉડતો જેટ સૂટ, જે 89 કિમીની ઝડપે ઉડાન ભરશે, જુઓ વીડિયો

PC: autoevolution.com

બ્રિટિશ કંપનીએ દુનિયાનો પહેલો ઉડતો જેટ સૂટ તૈયાર કર્યો છે. જેને પહેરીને તમે 89 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકો છો. તેમાં કંપની દ્વારા ખાસ પ્રકારની ફ્લાઈટ સિસ્ટમ લગાડવામાં આવી છે. તે હાથમાં લગાડેલા 5 ગેસ ટર્બાઈનની મદદથી કામ કરે છે. ટર્બાઈનની ક્ષમતા 1 બ્રેક હોર્સપાવર છે. એકવારમાં તે 8 મિનિટ સુધી ઉડી શકે છે. બોડીથી કંટ્રોલ થતા જેટ એન્જિન પાવર સૂટને સૌથી વધુ ઝડપે ચાલવાને કારણે 2017માં ગિનિઝ વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.

તેને બનાવનારી બ્રિટિશ ટેક સ્ટાર્ટઅપ કંપની ગ્રેવિટી ઈન્ડસ્ટ્રીઝે તેની પેટન્ટ ફાઈલ કરાવી હતી. લંડનની ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓફિસે કંપનીને તેની પેટન્ટ આપી દીધી છે. રિપોર્ટમાં તેને એક પહેરી શકાય તેવી ફ્લાઈટ સિસ્ટમ તરીકે દર્શાવવામાં આવી છે. કંપનીએ પેટન્ટના દસ્તાવેજોમાં તેને માર્વલ સ્ટુડિયોઝના આયરન મેનથી પ્રેરિત દર્શાવી છે, જેને ફ્લાઈટ સ્ટૂડિયોઝના આયરન મેનથી પ્રેરિત દર્શાવવામાં આવ્યુ છે, જે ફ્લાઈટ સિસ્ટમ પહેરીને ઉડે છે.

કંપનીના ફાઉન્ડર રિચર્ડ બ્રાઉનિંગ દુનિયાભરના 20 દેશોમાં તેનું પ્રદર્શન કરી ચુક્યા છે. રિચર્ડ બ્રાઉનિંગનું કહેવુ છે કે, આખી ટીમના ઉડવા માટે આવા સૂટની એક સીરિઝ લોન્ચ કરવામાં આવશે. તેમના જણાવ્યા અનુસાર, પેટન્ટ મળવી એ એક મોટી ઉપલબ્ધિ છે. કંપનીનું કહેવુ છે કે, તેની રેસ સીરિઝને 2019ના મધ્યમાં લોન્ચ કરવામાં આવશે. કંપની લંડનની સ્કૂલોમાં ટેકનિક, ગણિત અને સાયન્સ સાથે સંકળાયેલો એક પ્રોજેક્ટ પણ શરૂ કરી ચુકી છે. હવે કંપનીનું લક્ષ્ય ક્રિએટિવિટી અને ઈનોવેશન માટે પ્રેરિત કરવાનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp