મારુતિ અને ટાટાએ લોન્ચ કરેલી આ 5 CNG કાર બચાવશે તમારા પૈસા
હાલમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ખૂબ જ વધારો થયો હતો, જેનાથી લોકોના ખિસ્સા પર ભાર વધ્યો હતો. તેવી સ્થિતિમાં લોકોએ ફ્યૂલ કોસ્ટ બચાવવા માટે CNG કાર પર ફોકસ કર્યું અને તેમના માટે ટાટા મોટર્સ અને મારુતિ સુઝુકી જેવી કંપનીઓએ આ વર્ષે નવી CNG કાર લોન્ચ કરી છે. ગત 2 મહિના દરમિયાન ભારતમાં 5 શાનદાર CNG કાર લોન્ચ થઇ છે, જેમાં મારુતિ સુઝુકીની નવી સિલેરિયો સીએનજી, 2022મા મારુતિ વેગનઆર સીએનજી અને નવી મારુતિ ડિઝાયર સીએનજીની સાથે જ ટાટા ટીઆગો સીએનજી અને ટીગોર સીએનજી છે. આ લેટેસ્ટ સીએનજી કારોની બમ્પર વેચાણ પણ થઇ રહ્યું છે.
મારુતિની 3 નવી સીએનજી કાર
ભારતમાં આ અઠવાડિયામાં મારુતિ સુઝુકીએ પોતાની બેસ્ટ સેલિંગ સેડાન કાર મારુતિ ડિઝાયરના સીએનજી વેરિયન્ટસ લોન્ચ કર્યા છે, જેમાં Maruti Dzire VXi CNG ની કિંમત રૂ,8.14 લાખ રૂપિયા (એક્સ શો-રૂમ) અને Maruti Dzire VXI CNG ની એક્સ શો-રૂમ કિંમત 8.82 લાખ રૂપિયા છે. કંપનીનો દાવો છે કે, મારુતિ ડિઝાયર સીએનજીની માઈલેજ 31.12 km/kg સુધીની છે. મારુતિ સુઝુકીએ ગત મહિનામાં વેગનઆર ફેસલિસ્ટના LXI S CNG, LXI S – CNG Tour H3 ane VXI S – CNG જેવી 3 સીએનજી વેરિયન્ટસ લોન્ચ કર્યા, જેની કિંમત 6.34 લાખ રૂપિયા (એક્સ-શો રૂમ)થી શરૂ થાય છે.
ટાટાની પાવરફુલ સીએનજી કાર
મારુતિ સુઝુકીએ જાન્યુઆરીમાં All New Maruti Suzuki Celerio VXi CNG લોન્ચ કરી હતી, જેની કિંમત 6,58,000 રૂપિયા (એક્સ શો-રૂમ) છે. કંપનીનો દાવો છે કે, આ ભારતની સૌથી વધુ માઈલેજ આપનાર સીએનજી કાર છે, જે એક કિલોગ્રામ સીએનજી પર 35.60 km સુધી ચાલે છે. તેમજ, ટાટા મોટર્સની સીએનજી કારોની કિંમત અને માઈલેજની વાત કરવામાં આવે તો, ટાટા ટીઆગો સીએનજીની કિંમત 6,09,000 રૂપિયા (એક્સ શો-રૂમ)થી શરૂ થાય છે અને 7,64,900 (એક્સ શો-રૂમ) સુધી હોય છે, તેની માઈલેજ 27 કિલોમીટર પ્રતિ કિલોગ્રામ સુધીની છે. તેમજ, ટાટા ટીગોર સીએનજીની કિંમત 7,69,000 રૂપિયા (એક્સ શો-રૂમ)થી શરૂ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp