આ છે 2022ના ટોપ 3 ઈલેક્ટ્રીક સ્કૂટર્સ, ફીચર્સ જાણીને રહી જશો હેરાન
પેટ્રોલના વધતા ભાવ અને સ્કૂટરની રેન્જ અને બેટરીમાં સુધારાની વચ્ચે ભારતમાં ઈલેક્ટ્રીક સ્કૂટર ઘણા લોકપ્રિય થઈ રહ્યા છે. ઘણી કંપનીઓએ પોતાના ઈલેક્ટ્રીક સ્કૂટર લોન્ચ કર્યા છે, જેમાં Ather, Hero, TVS અને Ola જેવી કંપનીઓ સામેલ છે. ભારતમાં ઘણા બધા ઈલેક્ટ્રીક સ્કૂટરો છે, જેમાં ઘણી ભારતની સ્ટાર્ટઅપ કંપનીઓ પણ સામેલ છે. આજે એવા જ કેટલાંક ટોપ ઈલેક્ટ્રીક સ્કૂટર્સ અંગે જાણી લઈએ જેને 2022ના વર્ષ દરમિયાન લોકોએ ઘણા પસંદ કર્યા છે.
Ather 450X
Ather 450X માર્કેટમાં ઉપલબ્ધ સૌથી લોકપ્રિય ઈલેક્ટ્રીક સ્કૂટરમાંનું એક છે અને કંપનીએ હાલમાં જ Ather 450Xનું 3જું જનરેશન લોન્ચ કર્યું છે. આ સ્પોર્ટી ડિઝાઈન સાથે આવે છે અને તેમાં સંપૂર્ણ રીતે એલ્યુમિનિયમ ફ્રેમ આપવામાં આવી છે. Ather 450X 3 જનરેશન એક પાવરફુલ 6.2 KWS PMS મોટરથી લેસ છે, જે 26 nmનો મહત્તમ ટોર્ક જનરેટ કરે છે. તેની મહત્તમ સ્પીડ 80 કિમી પ્રતિ કલાકની છે અને તે માત્ર 3.3 સેકન્ડમાં 0 થી 40ની સ્પીડ સુધી પહોંચી જાય છે. સ્કૂટરમાં 7 ઈંચની ટચ ડિસપ્લે આપી છે, જે નેવિગેશન, કોલ નોટિફિકેશન અને બીજા ઘણા ફીચર્સ આપે છે.
Ola S1 Pro
Ola S1 Pro કંપનીના પહેલા જનરેશનના ઈલેક્ટ્રીક સ્કૂટરનું પ્રીમિયમ વેરિયન્ટ છે. આ એક સ્લીક ડિઝાઈનવાળું ફીચર-પેક સ્કૂટર છે અને અગિયાર કલરમાં ઉપલબ્ધ છે, જેમાંથી તમારી પસંદગીનો ઓપ્શન પસંદ કરી શકાશે. સ્કૂટર એક પાવરફુલ 8.5 Kw મોટર દ્વારા ઓપરેટ થાય છે, જે મહત્તમ 58 Nmનો ટોર્ક જનરેટ કરી શકે છે. આ 116 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ આપે છે અને માત્ર 2.9 સેકન્ડમાં 0 થી 40 ની સ્પીડે પહોંચી જાય છે. સ્કૂટરમાં 7 ઈંચનું ટચ ડિસપ્લે આપ્યું છે જે નેવિગેશન, રાઈડ સ્ટેટેસ્ટીક્સ, નોટિફિકેશન અને બીજું ઘણું બધું આપે છે. સ્કૂટરમાં એક સ્પીકર પણ આપવામાં આવ્યું છે, જે તમને ગીત વગાડવાની અનુમતિ આપે છે.
TVS iQube ST
TVS iQube ST કંપનીના બીજા જનરેશનના ઈલેક્ટ્રીક વાહનોનું પ્રીમિયમ વેરિયન્ટ છે. TVS iQube ST એક ફીચર પેક સ્કૂટર છે, જે એક પારંપરિક સ્કૂટર જેવું દેખાય છે. TVS iQube ST એક 4.4 Kw ઈલેક્ટ્રીક મોટર દ્વારા ઓપરેટ થાય છે, જે મહત્તમ 33 Nmનો પીક ટોર્ક જનરેટ કરી શકે છે. આ 4.2 સેકન્ડમાં 82 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ આપે છે. TVS iQube ST એલેક્સા ઈન્ટીગ્રેશન સાથે આવે છે અને તેમાં 7 ઈંચનું ટચ ડિસપ્લે આપ્યું છે જે રાઈડ સ્ટેટીક્સ, નેવિગેશન, મ્યુઝિક કંટ્રોલ અને બીજા ઘણા ફીચર્સ આપે છે. સ્કૂટરમાં 32 લીટરનું મોટું અંડર સીટ સ્ટોરેજ આપ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp