પૃથ્વીની એકદમ નજીકથી પસાર થશે ટ્રકની સાઈઝનો એસ્ટ્રોઈડ, NASAએ કરી ભવિષ્યવાણી

PC: livehindustan.com

અમેરિકન સ્પેસ એજન્સી NASAએ ભવિષ્યવાણી કરી છે કે વર્ષ 2023માં એક ક્ષુદ્ર ગ્રહ અથવા એસ્ટ્રોઈડ પૃથ્વીની એકદમ નજીકથી પસાર થવાનો છે. બાકી એસ્ટ્રોઈડની તુલનામાં આ એસ્ટ્રોઈડ પૃથ્વીની ઘણી નજીકથી પસાર થશે, જેનો આકારકોઈ ટ્રક સમાન છે. NASAએ કહ્યું છે કે આ ઘટના આ અઠવાડિયામાં જ થવાની છે.

તમને જણાવી દઈએ કે આ પૃથ્વીની સપાટીથી માત્ર 2200 મીલ ઉપર હશે. અત્યાર સુધીના ઈતિહાસમાં રેકોર્ડ કરવામાં આવેલા બધા એસ્ટ્રોઈડમાંથી આ પૃથ્વીની એકદમ નજીકથી પસાર થશે. અંતરીક્ષ એજન્સી NASAએ કહ્યું છે કે આ ક્ષુદ્રગ્રહ અથવા એસ્ટ્રોઈડનો પૃથ્વી સાથે ટકરાવાનો કોઈ ખતરો નથી. જો એવું થાય પણ છે તો ક્ષુદ્રગ્રહ પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશ કરતા જ વિઘટિત થઈ જશે કારણ કે તેનો આકાર 11.5 થી 28 ફૂટ(3.5 થી 8.5મીટર) છે, જે વાયુ મંડળને પાર નહીં કરી શકે.

આ એસ્ટ્રોઈડની જાણ ગેનેડી બોરિસોવે કરી છે. શનિવારે ખગોળશાસ્ત્રી ગેનેડી બેરિસોવે ક્ષુદ્રગ્રહને જોયો અને માઈનર પ્લેનેટ સેન્ટરને તેની સૂચના આપી હતી. NASAના સ્કાઉટ ઈફેક્ટ રિસ્ક એસેસમેન્ટ સિસ્ટમનો ઉપયોગ MPCના ડેટાનું નિરીક્ષણ કરવા અને નજીકની ભવિષ્યવાણી કરવા માટે થયો હતો. જો આ પૃથ્વીના વાયુ મંડળમાં પ્રવેશે છે તો તેનો કેટલોક કાચમાળ સંભવિત રૂપથી નાના ઉલ્કાપિંડના રૂપમાં ધરતી પર પડશે.

સ્કાઉટ વિકસિત કરનારા JPLના એક નેવિગેશન એન્જિનીયર ડેવિડ ફાર્નોચિયાએ કહ્યું છે સ્કાઉટે 2023 BUથી કોઈ રીતનો ખતરો બતાવ્યો નથી અને તેનાથી થનારા ખતરાને સાફ સાફ નકારી દીધો છે પરંતુ સ્કાઉટે આ સાફ કહી દીધું છે કે આ ક્ષુદ્રગ્રહ પૃથ્વીની સૌથી નજીકથી પસાર થશે. ડેવિડ ફાર્નોચિયાએ કહ્યું છે કે વાસ્તવમાં આ અત્યાર સુધીનો જ્ઞાત પહેલો એસ્ટ્રોઈડ છે, જે પૃથ્વીની આટલી નજીકથી પસાર થવાનો છે.

જોકે આ ક્ષુદ્રગ્રહથી પૃથ્વીને કોઈ ખતરો નથી, છતાં પણ NASA સુરક્ષાના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. NASA સિસ્ટમ્સે ભવિષ્યવાણી કરી છે કે એક બોક્સ ટ્રકના આકારનો આ ક્ષુદ્રગ્રહ આ અઠવાડિયે પૃથ્વીની એકદમ નજીકથી પસાર થશે. નાસાનું કહેવું છે કે આ ઉપગ્રહ 25682 કિમી પ્રતિ કલાકની ઝડપે સફર કરી રહ્યો છે. જે એક હાઈપર સોનિક બેલિસ્ટિક મિસાઈલથી લગભગ બેગણી સ્પીડ છે. નાસાએ કહ્યું છે કે એસ્ટ્રોઈડ YU3 76 ફૂટ પહોળો છે, જે એક વિમાનના આકારનો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp