આ રાજ્ય સરકારે ઈલેક્ટ્રિક ગાડી પર 100 ટકા ટેક્સ છૂટ આપવાની જાહેરાત કરી

PC: pinterest.com

દેશમાં દરરોજ લાખો લોકો ગાડીઓ ખરીદે છે. તેમાંથી મુખ્યત્વે લોકો પેટ્રોલ અને ડીઝલ વાહનો જ ખરીદે છે. જોકે, હવે લોકોમાં CNG અને ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ ઝડપથી વધી રહ્યું છે. કારણ કે આ વાહનો વધતા પ્રદૂષણની દ્રષ્ટિએ વધુ સારા છે. આ કારણોસર, દક્ષિણમાં તેલંગાણા સરકારે જાહેરાત કરી છે કે, રાજ્યમાં જે કોઈ પણ ઇલેક્ટ્રિક વાહન ખરીદે છે, તો તેણે એક ટકા પણ ટેક્સ ચૂકવવો પડશે નહીં.

રાજધાની દિલ્હી સહિત દેશના ઘણા ભાગોમાં હાલમાં વાયુ પ્રદૂષણ સૌથી મોટો મુદ્દો છે. આ અંગે તમામ પ્રકારની યોજનાઓ અમલમાં છે અને સરકાર અનેક નવા નવા પ્રયોગો કરી રહી છે. આ દરમિયાન, વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે, તેલંગાણા સરકારે ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર 100 ટકા ટેક્સ મુક્તિની જાહેરાત કરી છે. આ પગલા સાથે, તેલંગાણા મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ અને કેરળ જેવા રાજ્યોમાં જોડાય ગયું છે, જેમણે EV ખરીદવા માટે પ્રોત્સાહન ઓફર શરુ કર્યા છે.

તેલંગાણા સરકારે ઇલેક્ટ્રિક વાહનોને લઈને એક નીતિ બનાવી છે. રાજ્યના વાહનવ્યવહાર મંત્રી પોનમ પ્રભાકરે ઈલેક્ટ્રિક વાહનો અંગે જણાવ્યું હતું કે, સરકારના આદેશ મુજબ નવી EV નીતિ 18 નવેમ્બર (સોમવાર)થી લાગુ કરવામાં આવશે. રાજ્ય સરકારે આગામી બે વર્ષ માટે ઇલેક્ટ્રિક વાહનોની નોંધણી ફીમાં 100 ટકાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ પ્રભાકરે કહ્યું કે, અમારું મુખ્ય લક્ષ્ય રાજ્યને પ્રદૂષણ મુક્ત બનાવવાનું છે.

આ નિયમ વિશે વાત કરીએ તો, જો તમે તેલંગાણા સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી EV નીતિ હેઠળ તેલંગાણાના રહેવાસી છો. તો તમને આ નવા નિયમનો ફાયદો થવાનો છે. જો તમે ઇલેક્ટ્રિક વાહન ખરીદો છો, તો તમારે વાહન માટે ટેક્સ ચૂકવવો પડશે નહીં. સરકારની આ જાહેરાતથી જ્યાં એક તરફ EV વાહનોનું વેચાણ વધશે, ત્યાં હવામાંનું પ્રદૂષણ પણ ઘટશે.

સરકારે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર, ટેક્સી, ખાનગી કાર, ઇલેક્ટ્રિક થ્રી-સીટર ઓટો રિક્ષા જેવા કોમર્શિયલ પેસેન્જર વાહનો માટે રોડ ટેક્સ રજિસ્ટ્રેશન ફીમાંથી 100 ટકા મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. સરકારના આદેશ અનુસાર, તેમાં થ્રી-વ્હીલર માલસામાન વાહનો, ઈલેક્ટ્રિક ટ્રેક્ટર અને ઈલેક્ટ્રિક બસો સહિત ઈલેક્ટ્રિક લાઇટ ગૂડ્ઝ કેરિયર્સનો પણ સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp