ટોયોટા ભારતમાં લગાવશે પોતાનો ત્રીજો મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ,ઉત્પાદનમાં થશે વધારો
જાપાની કાર મેકર કંપની ટોયોટાએ ભારતમાં પોતાના ત્રીજા મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટને સ્થાપિત કરવા માટે કર્ણાટક સરકાર સાથે એક મોટી ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. આ ત્રીજો પ્લાન્ટ, ટોયોટાની ઉત્પાદન ક્ષમતામાં પ્રતિ વર્ષ 1 લાખ યુનિટ વધારો કરશે. કંપની બેંગ્લોર પાસે આ ત્રીજા પ્લાન્ટને સ્થાપિત કરવા માટે લગભગ 3,300 કરોડ રૂપિયાનું રોકાણ કરશે અને તેનાથી લગભગ 2,000 નવી નોકરીઓ ઉત્પન્ન થશે. ટોયોટાના અન્ય બે પ્લાન્ટ પણ બિદાદીમાં સ્થિત છે અને તેનાથી લગભગ 4 લાખ યુનિટ પ્રતિ વર્ષ ઉત્પાદન થશે.
નવો ઉત્પાદન પ્લાન્ટ વર્ષ 2026 સુધીમાં ચાલુ થઈ જશે. અહી આગામી 3-રો SUV તૈયાર કરવામાં આવશે. તે કોરોલા ક્રોસના 7 સીટર મોડલ હોવાની સંભાવના છે જે ઘણા વિદેશી બજારોમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. 340D કોડનેમવાળી નવી SUV વર્ષ 2026માં લોન્ચ થવાની આશા છે. ટોયોટા આ નવી 3-રો SUVના લગભગ 60 હજાર યુનિટ્સનું વાર્ષિક ઉત્પાદન કરશે. નવી ટોયોટા 7 સીટર ટોયોટાના TNGA-G પ્લેટફોર્મ પર બેઝ્ડ હશે, જે ભારતમાં વેચાતી ઈનોવા હાઇક્રોસ માટે પણ ઉપયોગ કરવામાં આવે છે.
નવું મોડલ કોરોલ ક્રોસની તુલનામાં લાંબા વ્હીલબેઝ સાથે આવશે, પરંતુ વ્હીલબેઝ 2640 મિમી હશે તે જ ચાલશે. આગામી ટોયોટા 3-રો SUVને કોરોલા ક્રોસથી અલગ દેખાડવા માટે ડિઝાઇનમાં થોડો બદલાવ જોવા મળશે. આ SUVમાં એક નવું ફ્રન્ટ ફેસિયા મળી શકે છે, જેમાં પ્લાસ્ટિક બમ્પર, નવા હેન્ડલેમ્પ અને અપડેટેડ ફ્રન્ટ ગ્રીલ સામેલ હશે. એ સિવાય વ્હીલબેઝ અને થર્ડ રોના કારણે તેમાં એક નવું રિયર પ્રોફાઇલ જોવા મળશે.
નવી ટોયોટા 340D 7 સીટર SUVમાં ઈનોવા હાઇક્રોસવાળા સમાન એન્જિન વિકલ્પ મળવાની સંભાવના છે. જેમાં એક મજબૂત હાઇબ્રિડ ટેક્નિક સાથે 2.0 લીટર પેટ્રોલ અને 2.0 લીટર પેટ્રોલ એન્જિનનો વિકલ્પ મળે છે. તેમાં મેન્યૂઅલ અને ઓટોમેટિક બંને ગિયરબોક્સનો વિકલ્પ મળશે. આ નવી SUV અન્ય બજારોમાં પણ ભારતથી જ નિકાસ કરવાની સંભાવના છે.
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ કહ્યું કે, ‘ટોયોટાનો મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટનું ઘર હોવા પર ગર્વ છે. અમે રાજ્યમાં ટોયોટાના આગામી રોકાણની યોજનાઓ માટે પોતાની પ્રશંસા વ્યક્ત કરીએ છીએ. વર્ષ 1997થી કર્ણાટકમાં તેની ઉપસ્થિતિ રાજ્યના સતત આકર્ષક ગંતવ્ય બન્યા રહેવાનું ઉદાહરણ છે. ઉલ્લેખનીય છે કે, ટોયોટા કિર્લોસ્કર મોટરની કર્ણાટકમાં મોટી ઉપસ્થિતિ છે. બિદાદીમાં તેનો કાર નિર્માણ પ્લાન્ટ છે, જેમાં દર વર્ષે 3,10,000 વાહનોના નિર્માણની ક્ષમતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp