ટોયોટાની કારોમાં થશે ઇથેનોલનો ઉપયોગ, કંપનીએ મેળવ્યો સુગર કંપનીઓ સાથે હાથ

PC: twitter.com/toyotamotorcorp

ટોયોટા કિર્લોસ્કર મોટર (TKM)એ શુક્રવારે કહ્યું કે, તેણે ઇથેનોલના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને ભારતમાં પર્યાવરણ અનુકૂળ જૈવ ઇંધણ તરીકે તેની બાબતે જાગૃતિ ઉત્પન્ન કરવા માટે ભારતીય ચીની મિલ સંઘ (ISMA) સાથે સમજૂતી કરી છે. MoUના અદાન-પ્રદાનના માધ્યમથી TKM અને ISMAનું લક્ષ્ય સ્વદેશી વૈકલ્પિક સ્વચ્છ ઇંધણના રૂપમાં ઇથેનોલને અપનાવવામાં તેજી લાવવાનું છે, જેમાં જીવાશ્મ ઇંધણ પર નિર્ભરતા ઓછી કરવા સાથે સાથે કાર્બન ઉત્સર્જનમાં કમી લાવી શકાય.

TKMના વરિષ્ઠ ઉપાધ્યાક્ષ અને મુખ્ય સંચાર અધિકારી સુદીપ એસ. દલવીએ એક નિવેદનમાં કહ્યું કે, ‘કંપની હરિત ટેક્નોલોજી સાથે સાથે ઊર્જાના ક્ષેત્રમાં પણ આત્મનિર્ભરને પ્રોત્સાહન આપનાર અલગ અલગ ઉન્નત એન્જિનોની સતત સ્ટડી કરી રહી છે. ISMAના અધ્યક્ષ આદિત્ય ઝુનઝુનવાલાએ કહ્યું કે, ઇથેનોલ ભારતના ઉર્જા મિશ્રણનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો છે અને આ સંયુક્ત પ્રયાસથી બંને સંસ્થાઓ ઉર્જામાં આત્મનિર્ભરતા હાંસલ કરવાના મોટા લયમાં સારું યોગદાન આપવા માટે આશાન્વિત છે.

સરકાર જૈવ ઇંધણના રૂપમાં ઇથેનોલના ઉપયોગને સક્રિય રૂપે પ્રોત્સાહન આપી રહી છે અને વર્ષ 2025 સુધી પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલના મિશ્રણ પ્રાપ્ત કરવાનું મહત્ત્વકાંક્ષી લક્ષ્યને નિર્ધારિત કર્યું છે. નાણાકીય વર્ષ 2025-26 સુધી, એવી આશા વ્યક્ત કરવામાં આવે છે કે 8.6 કરોડ બેરલ પેટ્રોલનું સ્થાન 20 ટકા ઇથેનોલ લેશે, જેથી ભારતને વિદેશી મુદ્રામાં 30 હજાર કરોડની બચત થશે અને કાર્બન ઉત્સર્જનમાં એક કરોડ ટનની કમી આવશે.

કેવી રીતે બને છે ઇથેનોલ?

ઇથેનોલ એક પ્રકારનો આલ્કોહોલ છે જેને પેટ્રોલમાં મળાવીને ફ્યૂલની જેમ ઉપયોગ કરવામાં આવે છે. ઇથેનોલનું ઉત્પાદન આમ તો મુખ્ય રૂપે શેરડીના પાકમાંથી થાય છે, પરંતુ સુગરવાળા અન્ય પાકોમાંથી પણ તેને તૈયાર કરી શકાય છે. તેનાથી ખેતી અને પર્યાવરણ બંને ફાયદો થાય છે. ઇથેનોલના ઉપયોગથી 35 ટકા ઓછો કાર્બન મોનોક્સાઇડ નીકળે છે. એટલું જ નહીં આ કાર્બન મોનોક્સાઇડ ઉત્સર્જન અને સલ્ફર ડાયોક્સાઇડને પણ ઓછા કરે છે. એ સિવાય ઇથેનોલ હાઇન્ડ્રોકાર્બનના ઉત્સર્જનને પણ ઓછું કરે છે. ઇથેનોલમાં 35 ટકા ઑક્સિજન હોય છે.

વાહનો માટે કેમ જરૂરી?

ઇથેનોલ ઇકો-ફ્રેન્ડલી ફ્યૂલ છે અને પર્યાવરણના જોખમોથી સુરક્ષિત રાખે છે. આ ફ્યુલૂને શેરડીમાંથી તૈયાર કરવામાં આવે છે એટલે તેનો ખર્ચ ઓછો છે અને ઑક્ટોન નંબર વધારે છે. તે MTBE જેવા ખતરનાક ફ્યૂલ માટે એક વિકલ્પ તરીકે કામ કરે છે. વાહનોના એન્જિનની ગરમીને પણ બહાર કરે છે. પર્યાવરણ અને ગાડીઓ માટે પણ સુરક્ષિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp