રેગ્યુલર પેટ્રોલ નહીં પણ આ ખાસ ફ્યૂલથી ચાલશે નવી ઈનોવા, નીતિન ગડકરી કરશે લોન્ચ

PC: aajtak.in

ટોયોટાની જાણીતી મલ્ટી પર્પઝ વ્હીકલ નવા અવતારમાં લોન્ચ થવા જઇ રહી છે. આ નવી ઈનોવાને કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતીન ગડકરી લોન્ચ કરશે. આ કાર રેગ્યુલર પેટ્રોલના સ્થાને ઈથેનોલ પર ચાલશે. ગડકરીએ કહ્યું કે, તેઓ 29 ઓગસ્ટના રોજ 100 ટકા ઈથેનોલ પર ચાલનારી નવી ઈનોવા કારને લોન્ચ કરશે. ગડકરી લાંબા સમયથી વાહન નિર્માતાઓને પારંપરિક ફ્યૂલના સ્થાને બીજા ઈંધણ વિકલ્પો અને ગ્રીન મોબિલિટી તરફ વળવાની વાત કરી રહ્યા છે.

ગયા વર્ષે ગડકરીએ હાઈડ્રોજન પાવર્ડ ટોયોટા મિરાઇ કારને લોન્ચ કરી હતી. બાયો ફ્યૂલ ચમત્કાર કરી શકે છે અને પેટ્રોલિયમના આયાત પર ખર્ચ થતી રકમમાં વિદેશી મુદ્રા બચાવી શકાય છે. જો આપણે આત્મનિર્ભર બનવા માગીએ છીએ તો આપણે આ ફ્યૂલ આયાત ખર્ચ થનારી રકમને શૂન્ય કરવી જોઇએ. જે હાલમાં 16 લાખ કરોડની આસપાસ છે. આ ઈકોનોમી માટે મોટું નુકસાન છે.

ઈથેનોલ ફ્યૂલનો ફાયદો

આ ફ્યૂલનો ઉપયોગ ન માત્ર પર્યાવરણને ફાયદો પહોંચાડશે બલ્કે ડ્રાઈવિંગ માટે લોકોના ખિસ્સા પર પડનારો બોજો પણ ઓછો કરશે. હાલમાં દેશના ઘણાં ભાગોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો લગભગ 100 રૂપિયાની આસપાસ છે. જ્યારે ઈથેનોલની કિંમત હાલમાં 63 રૂપિયાથી લઇ 65 રૂપિયા પ્રતિ લીટર છે. આ રીતે તે પારંપરિક પેટ્રેલ અને ડીઝલથી લગભગ 40 રૂપિયા સસ્તુ છે. આ પેટ્રોલના પ્રમાણમાં 50 ટકા ઓછું પોલ્યુશન ફેલાવે છે. જોકે, ઈથેનોલ યૂઝ કરવા પર માઇલેજ પેટ્રોલના પ્રમાણમાં ઓછું આપે છે. તેમ છતાં ભારે બચત થઇ શકે છે.

ઈથેનોલના પ્રયોગને પ્રોત્સાહન આપવા સરકાર સતત પ્રયાસ કરી રહી છે. જોકે ગડકરી જે કાર લોન્ચ કરવા જઇ રહ્યા છે તે 100 ટકા ઈથેનોલ પર ચાલશે. પાછલા દિવસોમાં બેંગલોરમાં પ્રધાનમંત્રી એ E20 ફ્યૂલ લોન્ચ કર્યું હતું. જે 20 ટકા ઈથેનોલની સાથે આવનાર મિક્સ પેટ્રોલ છે. જેમાં 20 ટકા ઈથેનોલ અને 80 ટકા પેટ્રોલનું મિશ્રણ હોય છે.

ત્યારે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજે ભારત વિંડ પાવર કેપેસિટીના મામલામાં દુનિયામાં ચોથા સ્થાને છે. આપણે આ દશકાના અંત સુધીમાં 50 ટકા નોન ફોસિલ ફ્યૂલ કેપેસિટીનો ટાર્ગેટ લઇને ચાલી રહ્યા છે. પાછલા 9 વર્ષોમાં પેટ્રોલમાં ઈથેનોલબ્લેડિંગને અમે વધારીને 10 ટકા કરી ચૂક્યા છે. હવે અમે 20 ટકા ઈથેનોલ બ્લેડિંગના ટાર્ગેટ તરફ આગળ વધી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp