ટાટા મોટર્સે પહેલા ભાવ ન આપ્યો, પરેશાન કસ્ટમરે રતન ટાટાને કરી ફરિયાદ તો....

PC: indiatoday.com

ટાટા મોટર્સ દેશની ત્રીજી સૌથી વધારે કાર વેચનારી કંપની છે. પહેલા સ્થાને મારુતિ સુઝુકી અને બીજા સ્થાને હ્યૂંડૈ આવે છે. ટાટા મોટર્સની સૌથી વધારે વેચાતી કારમાં નેક્સન અને પંચ છે. ટાટા મોટર્સ પોતાની કારોની મજબૂતી માટે જાણીતી છે. પણ પાછલા ઘણાં સમયથી લોકો ટાટા મોટર્સની કારની આફ્ટર સેલ સર્વિસને લઇ પરેશાન થઇ રહ્યા છે અને તેની ફરિયાદ પણ કરી રહ્યા છે. 30 ઓક્ટોબરના રોજ સવારે ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાએ એક ટ્વીટ કરી. જોકે, આ ટ્વીટની ટાટા મોટર્સ કે તેની કારો સાથે કોઇ લેવાદેવા નહોતી. પણ તેના રિપ્લાઈમાં એક ટાટા નેક્શન કારના કસ્ટમરે પોતાની વાત રજૂ કરી.

રતન ટાટાને કરી ફરિયાદ

આ વ્યક્તિએ પોતાના પિતાની નેક્શન કારના 7 વાર બ્રેકડાઉન થવાની ફરિયાદ કરી. અભિષેક મગર નામના ટ્વિટર હેન્ડલે લખ્યું. સર પ્લીઝ ટાટા મોટર્સને ચેક કરો. તે ગ્રાહકોને ફોલ્ટી કારો વેચી રહ્યા છે. હું તેમાંથી એક છું. મારા પિતાની ટાટા નેક્સન 7 વાર બ્રેકડાઉન થઇ છે. તેઓ હેન્ડીકેપ્ડ છે. પ્લીઝ આના પર ધ્યાન આપો. મેં તમને સંપર્ક કર્યો પણ કંપનીની ટીમે મારી સાથે વાત કરવાની ના પાડી દીધી.

ટાટા મોટર્સ કારનો જવાબ

તેના જવાબમાં ટાટા મોટર્સ કાર્સે ટ્વીટ કરી, જેમાં લખ્યું કે હેલ્લો અભિષેક. અમે તમારી ચિંતાનું કારણ સંપૂર્ણ રીતે સમજીએ છીએ. કૃપા કરી અમને અમારી ટીમની સાથે તેની તપાસ કરવા માટે અમુક સમય આપો અને અમે અપડેટની સાથે તરત સંપર્ક કરીશું. તેની વચ્ચે અમે તમારા સહયોગને મહત્વ આપીએ છીએ.

ખેર, ટાટા મોટર્સ દેશની અગ્રણી ઈલેક્ટ્રિક કાર નિર્માતા કંપની તરીકે સામે આવી રહી છે. ઘરેલૂ માર્કેટમાં સૌથી સરસ ઈલેક્ટ્રિક પોર્ટફોલિયો ટાટા મોટર્સનો છે. જોકે હાલમાં જ કંપનીની બેસ્ટ સેલિંગ ઈવી ટાટા નેક્સોનને લઇ અમુક એવા કિસ્સા સામે આવ્યા છે, જેણે ટાટા મોટર્સની ગુણવત્તા પર સવાલ ઊભા કર્યા છે. આ કિસ્સો અમદાવાદનો છે. જ્યાં એક ગ્રાહકે નેક્સન ઈવી ખરીદી હતી. તેનો દાવો હતો કે કાર ડિલીવરીના માત્ર 10-12 કલાકમાં જ બંધ થઇ ગઇ.

આ યૂઝરે તેનો આ કિસ્સો એક્સ પર તસવીરો સાથે શેર કર્યો હતો. જણાવીએ કે, ટાટા મોટર્સની કાર ખરીદ્યા પછી દેશના જુદા જુદા ભાગોમાંથી એવા કિસ્સા સામે આવી રહ્યા છે, જેમાં કસ્ટમર કંપનીની સર્વિસથી ખુશ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp