આ ફોલ્ટને કારણે TVSએ iQube EVના સ્કૂટરોને પાછા મગાવ્યા, કંપની ફ્રીમાં રિપેર કરશે

PC: twitter.com

TVS મોટર કંપનીએ તેનું iQube ઇલેક્ટ્રિક સ્કૂટર પરત મંગાવ્યું છે. સ્થાનિક ઉત્પાદકે કહ્યું છે કે, આ ઇલેક્ટ્રિક સ્કૂટર્સને પ્રો-એક્ટિવ ઇન્સ્પેક્શન માટે પાછા બોલાવવામાં આવ્યા છે. માત્ર 10 જુલાઈ, 2023 અને સપ્ટેમ્બર 9, 2023 વચ્ચે ઉત્પાદિત એકમોને પાછા બોલાવવામાં આવે છે. કંપની ગ્રાહકોનો સંપર્ક કરશે અને જો કોઈ સુધારાની જરૂર પડશે તો તેના માટે કંપની કોઈ ફી વસૂલશે નહીં.

TVS iQube પોર્ટફોલિયોને તાજેતરમાં ત્રણ નવા વેરિઅન્ટ્સ સાથે વિસ્તારવામાં આવ્યો હતો. એક નવો 2.2 kWh બેટરી પેક વિકલ્પ છે, જેની કિંમત રૂ. 94,999 એક્સ-શોરૂમ છે. તે પછી iQube ST છે, જે બે બેટરી પેક વિકલ્પો સાથે ઓફર કરવામાં આવે છે. આમાં 3.4 kWh એકમ અને 5.1 kWh એકમનો સમાવેશ થાય છે. તેમની કિંમત 1.55 લાખ રૂપિયા અને 1.83 લાખ રૂપિયા છે. બંનેની કિંમત એક્સ-શોરૂમ છે. આવો, તેમના વિશે વિગતે જાણીએ.

TVS iQube STનું 3.4 kWh વેરિઅન્ટ 0-80 ટકાથી ચાર્જ થવામાં બે કલાક અને 50 મિનિટ લાગે છે અને સાથે 100 Kmની વાસ્તવિક રેન્જ આપે છે. બીજી તરફ, 5.1 kWh વેરિઅન્ટમાં તેના સેગમેન્ટમાં સૌથી મોટી બેટરી પેક હોવાનો દાવો કરવામાં આવે છે, જે એક જ ચાર્જ પર 150 Kmની રેન્જ ઓફર કરે છે. 5.1 kWhની બેટરીને 0-80 ટકાથી ચાર્જ કરવામાં ચાર કલાક અને 18 મિનિટ લાગે છે.

iQube STમાં 7-ઇંચ કલર TFT ટચસ્ક્રીન ડિસ્પ્લે, TPMS, કનેક્ટેડ ફીચર્સ અને 32 લિટર બૂટ સ્પેસનો સમાવેશ થાય છે. 5.1 kWh વેરિઅન્ટની ટોપ સ્પીડ 82 kmph છે, જ્યારે 3.4 kWh વર્ઝનની ટોપ સ્પીડ 78 kmph છે. બંને વેરિઅન્ટ ચાર કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે: કોપર બ્રોન્ઝ મેટ, કોરલ સેન્ડ સૅટિન, ટાઇટેનિયમ ગ્રે મેટ અને સ્ટારલાઇટ બ્લુ.

નવી એન્ટ્રી-લેવલ TVS iQube પાંચ ઇંચની કલર TFT સ્ક્રીનથી સજ્જ છે. તેમાં વાહન ક્રેશ અને ટો એલર્ટ, ટર્ન-બાય-ટર્ન નેવિગેશન અને 30-લિટર અંડર-સીટ સ્ટોરેજ સ્પેસ જેવી સુવિધાઓ પણ શામેલ છે. TVS iQube 2.2 kWh વિકલ્પ બે રંગ વિકલ્પો, વોલનટ બ્રાઉન અને પર્લ વ્હાઇટમાં ઉપલબ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp