પૃથ્વી જેવા દેખાતા 2 ગ્રહ મળ્યા, શું અહીં જીવન સંભવ હશે? વૈજ્ઞાનિકોએ આપ્યો જવાબ

PC: indiatoday.in

અંતરીક્ષ વૈજ્ઞાનિક વર્ષોથી બીજી દુનિયાની સંભાવનાઓની તપાસ કરી રહ્યા છે. એક્સપર્ટ્સ આજે પણ બ્રહ્માંડના છેલ્લે સુધી પહોંચવાના પ્રયત્નમાં છે. બિગ બેંગ બાદ આગળ બદલાવ વૈજ્ઞાનિકો માટે એક મોટા રહસ્યની જેમ છે. હવે એસ્ટ્રોનોમર્સે દાવો કર્યો છે કે 2 એવા ગ્રહ મળ્યા છે. જે પૃથ્વી જેટલા મોટા છે અને અહીં રહી પણ શકાય છે. એસ્ટ્રોનોમર્સનું કહેવું છે કે, GJ 1002 B અને C પૃથ્વી જેવા દેખાય છે. આ બંને વચ્ચે પણ એટલું જ અંતર છે, જેટલું પૃથ્વી અને સૂર્ય વચ્ચે છે.

એક્સપર્ટ્સનું માનવું છે કે, યોગ્ય પ્રકારનું વાતાવરણ હોવા પર જ કોઇ ગ્રહની સપાટી પર પાણીનું ફોર્મેશન હોય છે. તેને હેબિટેબલ ઝોન કહેવામાં આવે છે. આ નવી શોધે બીજા ગ્રહ પર જીવનની સંભાવનાઓને હજુ વધારી દીધી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ગ્રહ B પૃથ્વીથી થોડો મોટો છે. તો ગ્રહ C પૃથ્વીની તુલનામાં લગભગ એક તૃતીયાંશ મોટો છે અને તારાની પરિક્રમા કરવામાં લગભગ 20 દિવસ લગાવે છે. એસ્ટ્રોનોમર્સનું કહેવું છે કે GJ 1002 નામનો આ તારો ખૂબ મેચ્યોર નજરે પડે છે.

સંશોધનકર્તાઓનું કહેવું છે કે, એ સંભાવના છે કે શરૂઆતી ધમાકાઓએ ગ્રહોની સપાટી પર અલગ અલગ પ્રકરના અણુઓ બનાવવામાં મદદ કરી, જેનો ઉપયોગ કોઇ પણ લાઇફ ફોર્મમાં કરી શકાય છે આ શોધની ડિટેલ્સને ટૂ ટેમ્પ્રેચર અર્થ માસ પ્લેનેટસ ઓર્બિટિંગ ધ નિયર બાય સ્ટાર GJ 1002 નામના જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. સ્પેનની લા લાગુના યુનિવર્સિટીના અલેજાંદ્રો સુઆરેજ મસ્કારેનોના નેતૃત્વમાં સંશોધનકર્તાઓની ટીમે રેડિયલ વોલિસિટી મેજરમેન્ટના ઉપયોગથી 2 નવા ગ્રહોની શોધ કરી છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જેવા જ ગ્રહ તારાથી દૂર થાય છે, તે તારાને આપણાથી દૂર ખેચી લે છે, જેથી તારાનો પ્રકાશ સ્પેક્ટ્રમના લાલ સીરા તરફ શિફ્ટ થઇ જાય છે. તો જેવા જ ગ્રહ તારાની નજીક વધે છે તે તારાઓને આપણી દિશામાં ખેચી લે છે, જેમાં તારાના પ્રકાશને બ્લૂ રંગ તરફ શિફ્ટ થઇ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp