Vivoથી લઈને Xiaomi સુધી આ મહિને લોન્ચ થશે ઘણા શાનદાર ફોન્સ

PC: gadgets360.com

જૂનની શરૂઆત થઈ ચૂકી છે અને આ મહિનામાં આપણને ઘણા સ્માર્ટફોન જોવા મળી શકે છે મેમાં Motorola, પોકો અને બીજી બ્રાન્ડસે ઘણા ફોન્સ લોન્ચ કરવામાં આવ્યા છે. તો જૂનમાં આપણને ફ્લેગશિપ અને પ્રીમિયમ મિડ રેન્જ બજેટવાળા ફોન જોવા મળશે. આ મહિને ઘણા ફોલ્ડિંગ ફોન્સ લોન્ચ થઈ શકે છે. Vivoથી લઈને Honor અને Motorola સુધીની ઘણી બ્રાન્ડ્સ પોતાના નવા ફોન્સને જૂનમાં લોન્ચ કરવાની છે. કેટલાકની લોન્ચ ડેટ કન્ફર્મ થઈ ગઈ છે અને કેટલાકને લઈને અત્યાર સુધી લિક્સ જ આવી રહી છે. આવો જાણીએ આપણને કયા કયા ફોન આ મહિને જોવા મળી શકે છે.

Vivo X Fold 3 Pro 5G:

આ લિસ્ટમાં પહેલું નામ એક ફોલ્ડિંગ ફોનનું છે, જે Vivo લઈને આવી રહી છે. બ્રાન્ડે આ ફોનને પહેલા જ ચીની બજારમાં લોન્ચ કરી દીધો છે. ભારતમાં આ ફોન પ્રીમિયમ પ્રાઇઝ પર શાનદાર ફીચર્સ સાથે આવશે. આ કંપની તેને સૌથી પાતળો ફોલ્ડિંગ ફોન (ભારતમાં) બતાવીને ટીઝ કરી રહી છે. આ હેન્ડસેટ 6 જૂને લોન્ચ થશે.

Xiaomi 14 Civi:

આ Xiaomiનો પહેલો ફોન હશે, જે Civi બ્રાન્ડિંગ સાથે ભારતમાં લોન્ચ થશે. તેમાં ફ્લોટિંગ ક્વાડ કર્વ્ડ ડિસ્પ્લે મળશે. આ ફોન પહેલા જ ચીનમાં લોન્ચ થઈ ચૂક્યો છે. તેમાં 50MP + 12MP + 50MPનો ત્રિપલ રિયર કેમેરા અને 32 MPનો સેલ્ફી કેમેરો મળે છે. ડિવાઇસ Qualcomm Snapdragon 8s Gen 3 પ્રોસેસર અને 4700mAhની બેટરી સાથે આવે છે. આ ફોન 12 જૂને ભારતમાં લોન્ચ થઈ રહ્યો છે.

Honor 200:

Honorએ હાલમાં જ Honor 200 સીરિઝને ચીનમાં લોન્ચ કરી છે. આ સીરિઝમાં 2 સ્માર્ટફોન Honor 200 અને Honor 200 Pro લોન્ચ થયા છે. કંપની આ ફોન્સને જલદી જ ભારતમાં લોન્ચ કરી શકે છે. આ ડિવાઇસિસ અમેઝોન પર વેચાણ માટે ઉપલબ્ધ હશે. તેની લોન્ચ ડેટ અત્યારે સામે આવી નથી.

Honor Magic 6 Pro:

Honor 200 સીરિઝ સિવાય કંપની Magic 6 Proને પણ ભારતમાં લોન્ચ કરી શકે છે. આ બ્રાન્ડની પ્રીમિયમ ડિવાઇસ છે. જે ઇન્ટરનેશનલ માર્કેટમાં પહેલા જ લોન્ચ થઈ ચૂકી છે. કંપનીએ હાલમાં જ તેણે ટીઝ કર્યો છે. જો કે, તેની લોન્ચિંગ ડેટને લઈને અત્યારે કોઈ જાણકારી આપવામાં આવી નથી.

Motorolaના ફોન્સ:

Motorolaના ઘણા ફોન્સ ગત દિવસોમાં ટીઝ થયા છે. જો કે, કંપનીએ અત્યાર સુધી કોઈ સ્માર્ટફોનની લોન્ચ ડેટ કન્ફર્મ કરી નથી. કંપની Motorola Raze 50 સીરિઝ Motorola Edge 50 Ultra અને Moto G85ને જલદી જ લોન્ચ કરી શકે છે. Razr કંપનીનો ફ્લિપ ફોન હશે, જ્યારે Moto G85 એક મિડ રેન્જ ડિવાઇસ હશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp