બાઈડનની છે આ સવારીઃ દુનિયાની સૌથી સુરક્ષિત કાર, કિંમત જાણી ચોંકી જશો

PC: twitter.com

ભારત G20 સંમ્મેલનની મેજબાની કરવા તૈયાર છે. આ બે દિવસીય સંમેલ્લનમાં 20 સભ્ય દેશો સહિત 40 દેશોના નેતા અને પ્રતિનિધિઓ સામેલ થશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન શુક્રવારે ભારત પહોંચશે. તેમની સુરક્ષા માટે ભારતની એજન્સીઓ સાથે સાથે અમેરિકન સિક્રેટ સર્વિસના લગભગ 100થી વધારે કમાન્ડો તૈનાત રહેશે.

જો બાઈડનના કાફલામાં 50થી વધારે વાહનો સામેલ થવાની સંભાવના છે. જેમાં રાષ્ટ્રપતિની આધિકારિક કાર ‘ધ બીસ્ટ’ પણ સામેલ રહેશે. જેને દુનિયાની સૌથી મજબૂત અને સુરક્ષિત કાર માનવામાં આવે છે. રસ્તા પર ચાલતી આ બુલેટપ્રૂફ કાર એક અભેદ કિલ્લા સમાન છે.

ઈઆઈડી અને કેમિકલ હુમલાને ઝેલનારી આ કારને અમેરિકાની પ્રમુખ કાર નિર્માતા કંપની જનરલ મોટર્સના કેડિલેક મોટર કાર ડિવિઝને તૈયાર કરી છે. આ કારમાં મિલેટ્રી-ગ્રેડ કવચ, બુલેટ પ્રૂફ વિન્ડો અને એક ટીઅર ગેસ ડિસ્પેંસર સામેલ છે. કારનું કવચ એલ્યૂમીનિયમ, સિરેમિક અને સ્ટીલથી બન્યું છે. રસાયણ યુદ્ધની સ્થિતિમાં પણ યાત્રીઓની સુરક્ષા કરવામાં આ કાર સક્ષમ છે. કેમિકલ કે જૈવિક હુમલાની સ્થિતિમાં આ કારની પાસે પોતાનો ઓક્સિજન સપ્લાઇ પણ છે.

આ કારમાં આગળના દરવાજા 5 ઈંચ મોટા અને પાછળના દરવાજા 8 ઈંચ મોટા છે. જેમાં કાચ અને પોલીકાર્બોનેટના 5 લેયર્સ હોય છે. જે બોમ્બ ધમાકાનો સામનો કરવા સક્ષમ છે.

ધ બીસ્ટમાં માત્ર 7 લોકોના બેસવાની ક્ષમતા હોય છે. તેની સાથે જ આ કાર ઘણી સુવિધાઓથી સજ્જ છે. જે અન્ય કારોમાં જોવા મળતી નથી. આ કારનું વજન લગભગ 8 થી 10 ટન સુધીનું છે. આ કારનું નવું મોડલ 2018માં આવ્યું હતું. આ કારની કિંમત લગભગ 12 કરોડ રૂપિયાથી વધારે છે.

અમેરિકન રાષ્ટ્રપતિની આ કાર 15 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. સાથે જ કારના 5 ઈંચ મોટા વિન્ડો ગ્લાસ પોઈન્ટ 44 મેગ્નમ બુલેટને રોકવામાં મદદગાર સાબિત થાય છે. કારનું વજન 8થી 10 ટનની વચ્ચે છે. કારમાં 7 લોકો બેસી શકે છે. કારમાં રાષ્ટ્રપતિના બ્લડ ગ્રુપથી સંબંધિત બ્લડની બે થેલીઓ પણ રાખવામાં આવે છે.

આ કારની બોડી સ્ટીલ, ટાઇટેનિયમ, એલ્યૂમિનિયમ અને સેરિમિકથી તૈયાર કરવામાં આવી છે. હુમલાખોરોથી બચવા માટે 120 વોલ્ટનો વીજકરંટ આપવા માટે સ્મોક સ્ક્રીન પણ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની ધ બિસ્ટ નામની આ કાર પર 46 નંબર લખ્યો છે. જે દર્શાવે છે કે તે અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp