Vivoએ ભારતમાં Vivo X Fold 3 Pro સ્માર્ટફોન લૉન્ચ કર્યો, સૌથી પાતળો ફોલ્ડેબલ ફોન

PC: vivo.com

Vivoએ ભારતમાં તેનો પહેલો ફોલ્ડ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, જેનું નામ Vivo X Fold 3 Pro છે. કંપનીનો દાવો છે કે, તેમાં પાવરફુલ કેમેરા અને શાનદાર ડિસ્પ્લે છે. તે Qualcomm Snapdragon 8 Gen 3 (4 nm) પ્રોસેસર સાથે આવે છે. આ ફોન 5700mAh બેટરી સાથે આવે છે. આવો ચાલો તમને તેની કિંમત, ફીચર્સ અને કેમેરા સેટઅપ વિશે વિગતવાર જણાવીએ.

ભારતમાં લોન્ચ થનારો Vivo X Fold 3 Pro ભારતમાં બનાવવામાં આવેલો છે. તેની કિંમત 1,59,999 રૂપિયા છે. ભારતમાં માત્ર એક જ વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. આના પર 15,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ કેશબેક ઉપલબ્ધ છે, જેના માટે HDFC બેંક અથવા SBI કાર્ડનો ઉપયોગ કરવો પડશે. તેનું પ્રથમ વેચાણ 13 જૂનથી શરૂ થશે.

આ સાથે જ, તમને 24 મહિનાના નો કોસ્ટ EMIનો લાભ પણ મળશે. કંપનીએ 10,000 રૂપિયા સુધીના એક્સચેન્જ બોનસની જાહેરાત કરી છે. આ સાથે ફ્રીમાં સ્ક્રીન રિપ્લેસમેન્ટની સુવિધા પણ મળશે.

Vivo X Fold 3 Proમાં માં બે ડિસ્પ્લે છે, જેમાં આઉટર ડિસ્પ્લે 6.53 ઇંચની છે, જે 1172 x 2748 પિક્સલ રિઝોલ્યુશન સાથે આવે છે. આ એક AMOLED પેનલ છે, જે 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. તેમાં HDR10+ અને ડોલ્બી વિઝન માટે સપોર્ટ આપેલો છે. બાહ્ય ડિસ્પ્લે 4500 nits ને સપોર્ટ કરે છે.

આ Vivo ફોનની અંદરની ડિસ્પ્લે 8.03 ઇંચ છે, જે 90.5 ટકા સ્ક્રીન બોડી રેશિયો સાથે આવે છે. તેમાં 2200 x 2480 પિક્સલ રિઝોલ્યુશન છે. તેમાં AMOLED ડિસ્પ્લે આપેલું છે. તે 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. તેમાં HDR10+ અને ડોલ્બી વિઝન માટે સપોર્ટ આપેલો છે. બાહ્ય ડિસ્પ્લે 4500 nitsને સપોર્ટ કરે છે.

Vivo X Fold 3 Proમાં Qualcomm Snapdragon 8 Gen 3 (4 nm) પ્રોસેસર આપેલું છે. તેમાં 5700 mAhની નોન-રીમુવેબલ બેટરી છે. તેમાં 100W વાયર ફાસ્ટ ચાર્જર છે, જેના વિશે કંપનીનો દાવો છે કે તે માત્ર 31 મિનિટમાં બેટરીને 1-100 ટકા ચાર્જ કરે છે. તેમાં 50W વાયરલેસ ચાર્જિંગ માટે સપોર્ટ છે. તેમાં રિવર્સ ચાર્જિંગની સુવિધા પણ છે.

Vivo X Fold 3 Proમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવેલું છે. તેમાં 50 MP કેમેરા છે. સેકન્ડરી કેમેરા 64 MP છે, જેમાં પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ છે. તેમાં 3X ઓપ્ટિકલ ઝૂમ આપેલું છે. ત્રીજો કેમેરા સેન્સર 50MPનો છે. 32MPનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે, કવર પર પણ 32MP કેમેરા આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp